Saturday, December 29, 2012

અલ્લાહ કે બંદે

હમણાં થોડી વાર પહેલાં મહેશ ના લેપટોપમાં "અલ્લાહ કે બંદે" ગીત સાંભળ્યું જે કૈલાશ ખેર એ ગાયેલું છે. ઘણા દિવસો પછી આ ગીત સાંભળ્યું  મને  હોસ્પિટલ માં દાખલ હતો ત્યારના દિવસો યાદ આવી ગયા. હું અને પપ્પા  બેઠા બેઠા FM પર આ ગીત ઘણી વાર સાંભળતા. પપ્પા ને પણ આ ગીત ગમવા લાગ્યું'તું.

Friday, December 28, 2012

બક્ષીનામા વિષે

હમણાં થોડી વાર પહેલાં જ (રાતે પોણા બે વાગે :-) ) ચંદ્રકાંત બક્ષી ની આત્મકથા 'બક્ષીનામા' પૂરી કરી. બક્ષીબાબુ ના જીવન વિષે ઘણું જાણવા મળ્યું અને એમના જેવા લેખક મેં ભાગ્યે જ જોયા/વાંચ્યા છે. એમના જીવનમાં વેઠેલી તકલીફો વિષે વાંચ્યું અને કઈ રીતે એમણે એ તકલીફો, વિશ્વાસઘાતી લોકો ને કઈ રીતે ટક્કર આપી એ વાંચી ને બક્ષીબાબુ ને સલામ કરવાની ઈચ્છા થઇ.

બક્ષીબાબુ ને વાંચવાની પ્રેરણા મને કાર્તિકભાઈ ના બ્લોગ પર થી મળી. કાર્તિકભાઈ નો બ્લોગ હું નિયમિત વાંચું છું અને એમના બ્લોગ પર અમુક બક્ષીબાબુ વિષે ની પોસ્ટ્સ વાંચેલી અને એ સાથે સાથે કાર્તિકભાઈ ની ઈચ્છાઓ માં પણ મેં વાંચેલું કે એમને બક્ષીબાબુ ના બધાં જ પુસ્તકો વસાવવા છે. ત્યારથી મને ચંદ્રકાંત બક્ષી વિષે જાણવાની ઈચ્છા થઇ. બક્ષીનામા લાવ્યો એના  દિવસો પહેલાં જ હું બક્ષીબાબુ નું પુસ્તક 'ચંદ્રકાંત બક્ષી ના ઉત્કૃષ્ઠ નિબંધો' લાવેલો. એમાં થી થોડા નિબંધો વાંચ્યા છે, થોડા બાકી છે. 

દરમિયાન હું ચંદ્રકાંત બક્ષી ની આત્મકથા ઘણાં વખત થી bookstores માં અને online stores માં શોધતો હતો પણ મને નો'તી મળતી. આ વિષે મેં કાર્તિકભાઈ ને પણ પૂછી જોયું જો એમની નજરમાં કોઈ store હોય તો. પણ બધે જ 'out of stock' હતી. પછી એક દિવસ અમદાવાદમાં આવેલ Himalaya Mall ના Crossword માં મને બક્ષીનામા દેખાય અને મેં કઈ પણ વિચાર્યા વગર ખરીદી લીધી :-)

ચંદ્રકાંત બક્ષી ની ઓળખાણ કરાવી આપવા માટે હું કાર્તિકભાઈ નો આભાર માનું છું અને હવે એક પછી એક બક્ષીબાબુ ના પુસ્તકો વસાવીને વાંચવામાં આવશે. :-)

કાર્તિકભાઈ નો બ્લોગ વાંચી ને બીજી એક પ્રેરણા પણ મન માં જાગી રહી છે - સવારમાં દોડવાની. નવા વર્ષની શરૂઆતમાં આ પ્રેરણા ને અમલ કરવાનો વિચાર છે. જોઈએ...

==================================================

બક્ષીનામા માં મને ગમેલા અમુક વાક્યો :


  • હું પુસ્તકોમાં જન્મ્યો નથી, પણ પુસ્તકો વચ્ચે મરીશ એ મને ખબર છે.
  • રક્તના સંબંધો નાનપણમાં હોય છે. મોટા થઈએ છીએ ત્યારે દિલના જ સંબંધો ટકે છે.
  • કોઈ પણ લેખક માટે રોજ ડાયરી લખવાથી વધીને કોઈ જ રિયાઝ, કોઈ જ પ્રેક્ટિસ, કોઈ જ મનોવ્યાયામ નથી.
  • એકલવ્ય નાનપણથી જ મારો આદર્શ રહ્યો છે. ગુરુ તમારો અંગુઠો કાપી લે છે, અને બદલામાં તમારે એની પગચંપી કરી આપવી પડે છે.
  • હું જાતપાતમાં માનતો નથી પણ ખુદી, ખુદ્દારી, ખુમારી, ખાનદાનીમાં માનું છું.
  • તરતાં, ઘોડેસવારી કરતાં, રોટલી બનાવતાં, કિસ કરતાં તમને કોઈ શીખવતું નથી, તમારે જ શીખવું પડે છે. લખવું પણ તમારે જ શીખવું પડે છે.
  • વ્હિસ્કીના બે પેગ પી જવાથી સાહિત્ય બનતું નથી. સાહિત્ય જિંદગીભરની ઘૂટનમાંથી ફાટતું હોય છે.
  • પુરુષને પણ એક પિયર હોય છે. જ્યાં ફૂટપાથ પરનો તડકો ઓળખે છે, ગલી હશે છે, દરવાજો ખબર લે છે, દીવાલો તબિયત પૂછે છે, સોફાનું ફાટેલું કવર જોઇને આપણી આંગણીઓ પર ખુશી ની કસકમાં જરા બીડાઈ જાય છે... કારણ કે એ આપણું કારનામું છે.
  • અમારી પેઢી પર ગાંધીવાદ નો બહુ મોટો અભિશાપ રહ્યો છે. સેક્સના દમનને લીધે ગાંધી અસર નીચે આવેલા માત્ર માનસિક વિકલાંગો નહિ પર દોષી, રુગ્ણ અર્ધ-માનવીઓ બનીને રહી ગયા છે. ખાદીના એમના કધોણાં પડી ગયેલાં વસ્ત્રોની પાછળથી એમના શરીરોમાની દમિત સેક્સની વાસી બૂ આવતી રહી છે. મારા સદભાગ્યે હું જીંદગીમાં બહું નાની ઉમરે સમજી ગયો હતો કે ગાંધીજી સેક્સ ની બાબતમાં તદ્દન બેવકૂફ વિચારો રાખતા હતા. જેમ જૈનોએ એમના મહાન ધર્મને રસોડામાં બંધ કરી દીધો છે એમ ગાંધીજીએ મનુષ્યના સેક્સ્જીવાનને ઝાડ પર બેઠેલા વાંદરાના સેક્સ્જીવનની કક્ષામાં ચડાવી દીધું હતું. અઢાર વર્ષના છોકરા કે છોકરીની બાયોલોજી પણ ન સ્વીકારવાની ગાંધી હઠનો કોઈ જ બચાવ થઇ શકે તેમ નથી.
  • લેખક વાંચતો રહે તો એના દિમાગમાંથી તણખા ઊડતા રહે છે. લખવા માટે વાંચવું જરૂરી હોય છે...  અને જીવવું જરૂરી હોય છે. ગયા ભવમાં પુણ્ય કર્યા હોય તો જ લેખક વાંચ્યા વિના લખી શકે છે!
  • ધૂમકેતુ, રમણલાલ દેસાઈ, મેઘાણી માટે નાનપણથી આદર હતો, હજી એટલો જ છે. જ્યારે ગુજરાતીમાં લખવા માટે ભિખારી ને અપાતી ભીખ કરતાં ઓછો પુરસ્કાર મળતો હતો ત્યારે આ મહાગુજરાતીઓ એ લોકોનીભાષામાં, લોકોને માટે લખ્યુ. ગુજરાતી ભાષાને એક ઊંચાઈ બક્ષી અમર થઇ ગયા.એમણે ખેડેલી કર્મભૂમિ પર આજે અમે ચરી ખાઈએ છીએ.
  • ચિતા પર સળગતી લાશ અને ગર્ભમાં બંધાતા પીંડ વચ્ચે નો સેતુ મારી ગુજરાતી ભાષા છે.
  • પશ્ચિમના સમાજમાં ફેઈથ એક પ્રશ્ન છે, આપણા સમાજમાં મુરબ્બીઓ, સગાઓ, આપ્તજનો, પરિવાર જ નક્કી કરી આપે છે. આપણે કયા ઈશ્વર સામે માથું ઝુકાવવાનું છે, કયા પાપ કરવાના છે, કયા પુણ્ય કમાવાના છે, શું ખાવાનું છે, શું પીવાનું છે, ફરાળી ઉપવાસ કરવાનો છે કે એકાસણું કરવાનું છે કે રોજો રાખવાનો છે! પસંદગી અથવા ચોઈસની નીવ પર પશ્ચિમી જવાન ઊભો છે. આપણા સુખી ગુજરાતી સમાજમાં પપ્પાની પોસ્ટ ઓફીસ જેવી ધનના ઢગલા કરતી ઓફીસ કે દુકાનમાં બેસી જવાનું છે. મમ્મીએ નક્કી કરી આપેલી ગોરી ગોરી એનેમિક છોકરીને પરણીને એટલીસ્ટ બે ગોરા છોકરાઓ અને એ પૈદા કરતા કરતા જેટલી છોકરીઓ પૈદા થઇ જાય એટલી છોકરીઓ પૈદા કરવાની છે, અને 'ધર્મ કરશે તે તરશે' સિદ્ધાંત પ્રમાણે ધર્મ કરતા કરતા તરતા રહેવાનું છે... ડાહ્યા ગુજરાતી છોકરાની ઘણીખરી જવાની મમ્મીપપ્પા જ જીવી આપે છે. એને એટલી તકલીફ ઓછી.
  • અમારો અભિગમ સ્પષ્ટ છે, હેરકટિંગ સલૂન પણ ખોલવી હોય તો જરૂર ખોલો. પણ પ્રોફેશનલની જેમ ચલાવો. કામચોરી નહિ કરવાની, ઈમાનદારી રાખવાની, સારામાં સારા દોસ્ત અને ખરાબમાં ખરાબ દુશ્મન થવાનું. જોષીએ જન્મકુંડળી ચીતરી આપી છે એમ જીવન નહિ જીવવાનું, પણ દર બેચાર વર્ષે જોષીને એનો ચોપડો ખોલીને સુધારાવધારા કરવા પડે એવું જીવવાનું. ફેંકાતા રહેવામાં પણ એક મૌજ છે એવું હું માનું છું. ફેંકતા રહેવાનું, પછડાતા રહેવાનું, ઊભા થતા રહેવાનું, ફેંકાતા રહેવાનું ... 
  • ચીકન, મટન, પોંર્ક, માછલી ખાવાની મજા આવે છે... માણસ દુનિયા માટે નહિ, પોતાને માટે ખાય છે.
  • ભગવાનના સાન્નિધ્યમાં જવાનો અને ગર્દન ઝુકાવવાનો દરેક ને હક છે. આ બાબતમાં જૈનો અને હિંદુઓ જ થોડા મૂર્ખ છે. ગોરા ગોરા ચામડાવાળા યુરોપિયનને ઝૂકી ઝૂકીને મંદિર બતાવે અને હિંદુ હરિજનને બહાર ઊભો રાખે એ મંદિર ધર્મસ્થાન નહિ પણ અધર્મસ્થાન છે.
  • બેકારી એટલે એવા દિવસો જેનો સફળ થયા પછી ગર્વ લઇ શકાય. બીજાઓને દ્રષ્ટાંતો આપી શકાય.
  • ગુજરાતી માટે પૈસા કમાવા એ ધર્મ અને વિર્યતાથી વિશેષ છે.
  • નોકરીઓ ઘણી હતી, લાયક માણસો મળતા ન હતા. અને નાલાયક માણસને લાયક બનવા માટે અનુભવ જોઈએ છે. અને અનુભવ કે ગોડફાધર વિના નોકરી મળતી નથી.
  • મર્દ ને મેક-અપ કેવો ?
  • મને લાગે છે હું 1957માં જ ગુજરાતી સાહિત્યના બ્લેક લિસ્ટ પર મુકાઈ ગયો. પણ પહેલા દિવસથી મેં નક્કી કર્યું હતું કે આ સાહિત્યમાં, મારી ગર્ભભાષાના સાહિત્યમાં જો મારે જીવવું છે તો મારા વાચકની આશીક્દીલી અને દરિયાદિલી પર જીવવું છે, કોઈ વૃદ્ધ ઉલ્લુ કે મધ્યવ્યસ્ક લલ્લુની દંભી મહેરબાની પર જીવવું નહિ.
  • પ્રકાશક મારે માટે એ વ્યક્તિ છે જે હું મરી જઈશ ત્યારે મારી રોયલ્ટીનો ચેક મારા પરિવારને પ્રતિમાસ પહોચાડતો રહેશે.
  • હું હંમેશા સાહિત્યનો શ્રમિક, સાહિત્યનો મઝદૂર જ રહ્યો છું. હું સાહિત્યનો પ્રોફેશનલ છું. મરીશ ત્યાં સુધી લખીશ... અથવા મારા વાચકો ફેંકી દેશે ત્યાં સુધી લખીશ. અથવા જ્યારે ગુજરાતી સાહિત્ય માં મને જીવવા જેવું નહિ લાગે ત્યારે લખવું બંધ કરી દઈશ ...
  • મધ્યવર્ગીય ગુજરાતી પુરુષ દુવીધાના એક મોડ પર આવીને ઊભો રહી જાય છે જ્યારે એ લગ્ન કરે છે. આ આપણી ચિરંતન સમસ્યા છે, એક તરફ માતા છે, બીજી તરફ પત્ની છે. 
  • મારે પરિવારથી વધીને કોઈ વિશ્વ નથી અને શોખથી જીવાતા જીવનથી વધીને બીજી કોઈ કલા નથી...
  • મૌજ કરો, વિરોધીને અદેખાઈ થઇ જાય એટલી બધી મૌજ કરો. બસ. વેર લેવાનો એ શ્રેષ્ઠ માર્ગ છે.
  • હું જીવનભર લક્ષ્મી નો દાસ રહેવાને બદલે સરસ્વતીનો ઉપાસક રહ્યો છું.
  • પણ કાલે કદાચ જમણા હાથની આંગળીઓ કપાઈ જાય તો ? જીવનને એ જ લગાવ, એ જ પ્યારથી ડાબા હાથે જીવીશ.
  • અને જિંદગીમાં એવો દિવસ આવે છે જ્યારે તમારા મારી ગયેલા દોસ્તોની સંખ્યા જીવતા દોસ્તોની સંખ્યા કરતા વધી જાય છે.
  • જેણે ગયા ભવમાં ભરપૂર પુણ્ય કર્યા હોય છે એને જ આ ભવમાં પુત્રી મળે છે...

Friday, December 7, 2012

Ink Pen

નાનપણ થી મને Ink Pen થી લખવાનું બહુ જ ગમતું. મારી પહેલી Ink Pen મને પપ્પાએ લઇ આપેલી, કદાચ 5th standard માં ભણતો હતો ત્યારે. મને હજી યાદ છે એ green color ની હતી અને નીચે થી black color ની. એમાં ink પુરવા ink pot પણ એજ દિવસે લેધેલા, blue અને red color ના. અને ઘરે આવી ને પપ્પાએ કીધું કે red color ની ink પુરજે પેનમાં. મને નવાઈ લાગી. કારણ કે red color ની ink પૂરું તો મારે બીજે દિવસે સ્કૂલ માં લઇ ના જવાય કે એ દિવસ નું હોમવર્ક પણ ના થાય. red color ની ink થી તો ફક્ત ટીચર જ સાઈન કરતાં અને એ લોકો જ વાપરતાં. પણ મારી હિંમત ના ચાલી પપ્પા ને પૂછવાની અને મેં red color ની ink પૂરી. અને પછી પપ્પાએ મને ભણવા બેસાડ્યો. અને એ પણ જોડે બેઠા. અને એમણે maths શિખવાડવાનું ચાલુ કર્યું. maths તો આપણું પહેલેથી જ કાચું. થોડી વાર થઇ અને મને કઈ આવડ્યું નહી હોઈ એમણે પૂછેલું અથવા તો મેં કઈ ભૂલ કરી હસે એટલે એમણે તો હાથ ઉઠાવ્યો. એ વખતે ચડ્ડી પહેરતો હતો એટલે ભણાવતી વખતે પપ્પા પગ પર મારતા. અને પગ લાલચોળ થઇ ગયો. મને હજી એ યાદ છે. અને હું રડ્યો'તો પણ ખરો. ink pen લીધાની ખુશી તો ક્યારની જતી રહી'તી કારણ કે એમણે મને red ink પુરવા કીધેલું. થોડી વાર ભણાવીને એ તો ઉભા થઇ જતા રહ્યા.

થોડી વાર પછી હું પણ ઓ.કે. થઇ ગયો. પણ હવે સવાલ એ થયો કે કાલે સ્કૂલ માં નવી ખરીદેલી પેન લઇ જવી કે નહી ? કારણ કે જો લઇ જવી પડે તો red ink જે હમણાં જ ભરેલી એ ખાલી કરવી પડે! અને માર ખાધેલો એટલે એવી હિંમત તો થાય નહી કે જઈને પપ્પાને પૂછું કે red ink ખાલી કરું કે નહી ? એટલે એ દિવસે તો મારે મારું હોમવર્ક બીજી પેન થી જ ચલાવું પડ્યું. બીજે દિવસે સવારે પપ્પા પેન office એ લઇ ગયા'તા અને કદાચ મારાથી સ્કૂલ માં નો'તી લઇ જવાઈ. પણ ૧-૨ દિવસ પછી મેં એમણે પૂછ્યું કે હું આ red ink ખાલી કરીને blue ink નાખું ? એમણે હા પડી અને ત્યારથી હું એ ink pen વાપરવા લાગ્યો.

એ પછી તો બીજી ઘણી ink pen લીધી. એક પણ યાદ છે, maroon color ની હતી અને એનું ધાક્ળું silver color નું હતું. એની નીબ ખાસ્સી મજબુત હતી અને સારી ચાલી'તી. મને એ ઘણી ગમી'તી. એની પછી મેં એક બીજી પણ ink pen લીધેલી. એ ink pen ને અમે hero ink pen કહેતા. ખબર નહી કેમ ? કદાચ hero નામની ની કંપની એણે બનાવતી હશે. આ ink pen ની ખાસિયત એ હતી કે એની નીબ બહું નાની આવતી. એ પણ dark maroon color ની હતી અને એનું ધાક્ળું golden color નું હતું.

આ hero ink pen ની ઓળખાણ મને મારા સ્કૂલ મિત્ર આલોક એ કરાવેલી. અને મને યાદ છે ત્યાં સુધી ink pen સહુથી પહેલા મેં આલોક પાસેજ જોઈ હતી. એની પાસે મેં જ્યારે જોઈ ત્યારે મેં એની પાસે માગેલી, એ જોવા કે કેવી રીતે આ પેન થી લખાય ? અને મને યાદ છે હું બોલ પોઈન્ટ પેન ની જેમ એણે ગોળ ગોળ ફેરવી ને મેં લખવાની શરૂઆત કરી. અને આલોક એ કીધું કે આને એમ ના લખાય. એણે ફક્ત એક જ બાજુ (નીબ સીધી રાખીને) લખાય. પછી થી મને ફાવી ગયેલી.

ink pen થી લખવાનો શોખ હતો એ પહેલા હું જ્યારે નાનો હતો અને અમુક વાર TV માં કોર્ટ ના કેસ માં જજ જ્યારે ink pen થી લખતા અને ચુકાદો આપ્યા પછી એની નીબ તોડી નાખતાં ત્યારે થતો. અમુક વાર જુના પિકચરો માં પક્ષીઓ ના પીછાં થી લખતા ત્યારે મને પક્ષીઓ ના પીછાં થી પણ લખવાની ઈચ્છા થઇ જતી અને ink pen નો ink pot લીધા પછી મેં કબૂતર ના પીછાં થી પણ લખવાની ટ્રાય કરેલી. પણ મજા નો'તી આવી.  (કબૂતર ના પીછાં એટલા માટે કારણ કે મને બીજા કોઈ પક્ષી નું પીછું નો'તું મળ્યું.) એક વાર એક સ્કૂલ ની બેંચ ની નાની લાકડા ની છપતરી થી પણ લખવાની ટ્રાય કરી'તી અને એણે થી સારું લખાયેલું.

Tuesday, December 4, 2012

અમદાવાદ - વિન્ડોઝ 8 સેમીનાર અને બક્ષીનામા

ગઈ કાલે હું અને તુષાર અમદાવાદ ગયા હતાં. ત્યાં વિન્ડોઝ 8 નો સેમીનાર attend કર્યો.. ઘણું જાણવા મળ્યું અને વિન્ડોઝ ફોન માટે એપ્સ બનાવવા કેટલા સહેલા છે એ શીખવા મળ્યું. સેમીનાર AMA (Ahmedabad Management Association) ના H.T. Parekh Convention Centre માં હતો. સમય હતો બપોર ના 2 થી 6.

ત્યાં થી પછી અમે મેક ડોનાલ્ડ'ઝ (હિમાલયા મોલ) માં ગયા. અને પછી તુષાર ને digital camera અને external hard-disk જોવી હતી એટલે Croma માં ગયા હતા. અને પછી as usual, Crossword માં ગયા.

Crossword માં થી મને ચંદ્રકાંત બક્ષી ની આત્મકથા "બક્ષીનામા" મળી ગઈ. ઘણી વાર મેં ઓનલાઈન શોધવા કોશિશ કરેલી પણ બધે જ "બક્ષીનામા" out of stock હતી. 

"બક્ષીનામા" લેવાનું કારણ ?

ગુજરાતી માં મને ગમતા લેખકો માં સહુથી પહેલા મને કાંતિ ભટ્ટ ગમે અને એ પછી જય વસાવડા. એ પછી આવે ડૉ. શરદ ઠાકર અને ઝવેરચંદ મેઘાણી. ગુણવંત શાહ ને પણ વાંચ્યા છે. અને સહુ થી ઓછા મેં બક્ષીબાબુ ને વાંચ્યા છે. એ છતાં એમની આત્મકથા મને વાંચવાની ઈચ્છા ઘણા સમય થી હતી કારણ કે બક્ષીબાબુ એક એવા લેખક હતા જે કોઈ ની પણ બીક કે શરમ રાખ્યા વગર બેધડક લખતા. અને મને આવા જ નિર્ભય લેખક ગમે. અને એટલે જ એમની આત્મકથા ખરીદી. 

Crossword માં બીજા એક લેખક ની કૃતિઓ એ મને એમણે વાંચવા પ્રેરિત કરી. લેખક નું નામ છે "રુઝ્બેહ ભરૂચા". અને એમની જે 2 books મને લલચાવી ગઈ એ હતી : The Fakir અને એની જ sequel : The Fakir - The Journey Continues. પણ Crossword માં થી આ બે પુસ્તકો લેવાની ઈચ્છા ના થઈ કારણ કે Crossword વાળા ભાવોભાવ વહેચતા'તા જ્યારે અંગ્રેજી પુસ્તકો ઓનલાઈન ખરીદો તો ઘણા જ સારા discount માં મળતી હોય છે. 

એટલે પછી આજે મેં ઓનલાઈન આ બે books શોધી અને મને ઘણા જ સારા discount સાથે મળી ગઈ. ઓર્ડર આપી દીધો (કેશ ઓન ડિલીવરી).

અપડેટ : કેશ ઓન ડિલીવરી આપ્યા પછી ઉપર જણાવેલી સાઈટવાળાઓ એ ઇ-મેઈલ દ્વારા જણાવ્યું કે The Fakir - The Journey Continues એમને ત્યાં ઉપલબ્ધ નથી. એટલે પછી મેં બંને પુસ્તકો નો ઓર્ડર કેન્સલ કર્યો અને Flipkart.com પરથી ઓર્ડર આપ્યો. અને જોડે જોડે મેં, કિરણે અને તુષારે એક Ink Pen પણ ઓર્ડર આપી.

Ink Pen વિષેની નવી એક પોસ્ટ બનાવવી પડશે.

 અપડેટ : Flipkart.com પર થી ઓર્ડર આપ્યા પછી ત્યાંથી તરત પહેલી બૂક The Fakir ની delivery થઇ ગઈ પણ બીજી બૂક એમને ઘણો વખત Processing phase માં રાખી અને આખરે એમને પુસ્તક ન મળવાની જાહેરાત કરી. એટલે એ પછી ફરી મેં internet પર ફેંદવાનું શરુ કર્યું અને મને Flipkart કરતા પણ વધારે discount સાથે HomeShop18 પર મળી.

Friday, November 30, 2012

Hot and Sour soup seems good during Winters.

Daadisa

At Daadisa Restaurant with Kiran Patel, Tushar Trambadiya and Mahesh Gajera.

Tuesday, November 27, 2012

At Pathikashram

Felt hungry so here we are at Hotel Pathikashram. Having Paav Bhaaji.

Monday, November 26, 2012

Life of Pi

Watching Life of Pi at Cinemax, Gandhinagar with Tushar Trambadiya, Hardik Gajjar and Kiran Patel.

Thursday, November 22, 2012

શિયાળો ચાલુ થઇ ગયો છે અને ભૂખ વધારે લાગે છે। :-(

Wednesday, November 14, 2012

At Limbdi.

Happy New Year સાલ મુબારક

Happy New Year સાલ મુબારક, બધા ને હર હાલ મુબારક 

Saturday, November 3, 2012

#nowplaying Kitne Ajeeb Rishte He Yaahan Pe

દીકરી

હમણાં ફેસબુક પર આ મસ્ત ફોટો જોયો. અને એનું લખાણ ગમી ગયું તો વિચાર્યું કે મારા બ્લોગ પર શેર કરું. સ્ત્રોત : https://www.facebook.com/photo.php?fbid=430904520296280&set=a.182433588476709.60201.182354141817987


Thursday, November 1, 2012

Test

Test post

Friday, October 19, 2012

એનડ્રોઇડ જો ગુજરાત માં બની હોત ?

 મોબાઈલ ફોન ની લોકપ્રિય ઓપરેટીંગ સીસ્ટમ "એનડ્રોઇડ" જો ગુજરાત માં બની હોત તો એના દરેક નવા વર્ઝન ના નામ કેવા હોત ?

Cupcake                     Chikki

Donut                         Doodh paak

Eclair                          Elaaichi

Froyo                         Faafda

Gingerbread               Gulaab Jamun

Honey Comb              Halvo

Icecream Sandwich    Ice Gola

Jelly Bean                  Jalebi


Cross Posted from my tech blog : Technological Notes

Monday, October 15, 2012

On Writing One's Obituary

I have always liked reading Rajesh Jain's blog. He has written about Writing One's Obituary. And I think I should try it out too. Here's what he writes -

I was talking to a friend recently, and the topic turned to what to do with the rest of one's life. It was then that I suggested that he should write his obituary and then work backwards from there.

Let me explain. We normally think incrementally forward from where we are – the next few months or the next year, and so on. Another approach that I had once read was to think of what one would like to be remembered by. Imagine if The Economist wrote a 1-page obituary after your death – what would it read like. Or, what you would like it to read like. And then live life to accomplish the things you have written.

I did this a few years ago, and it helped me think of life differently, and got me started on the track to helping bring about change in India.

Try it out. There is little to lose. On the one hand, it could just end up being an intellectual exercise. On the other, it could help give a new meaning and perspective to the rest of your life.


Thursday, October 4, 2012

ઈશ્વર

ગઈ કાલ ના ગુજરાત સમાચાર ની શતદલ પૂર્તિમાં જય વસાવડા ના લેખ ની શરૂઆત નીચેની કવિતા થી થઇ જેમાં કવિ શ્રી સૌમ્ય જોશી એ ખુબજ સચોટ રીતે ઈશ્વરને ફરિયાદ કરી છે.

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર

તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર
હેઠા મૂકાશે હાથ ને ભેગા થશે પછી જ
કોશિશ જ્યાં પતે, ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.
જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં
લાગે છે તને દૂરના ચશ્મા ય ઈશ્વર
કહે છે તું મંદિરે છે કેવો હાજરાહજૂર
તું પણ શું ચકાચૌંધથી અંજાય છે ઈશ્વર?
થોડાં જગતના આંસુઓ ને થોડા મરીઝના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર?

- સૌમ્ય જોશીની


Thursday, September 20, 2012

આખરે M.Tech નું result આવ્યું. મારા 9.0 આવ્યા. :-)

Wednesday, September 19, 2012

ગણેશ ચતુર્થી

આજે ગણેશ ચતુર્થી છે. કોલેજ માં રજા છે. શાંતિ થી ૧૨ વાગ્યે અમે ઉઠ્યા અને પછી ચા-નાસ્તો કર્યો.

Thursday, September 13, 2012

આખરે M.Tech પત્યું

૮મિ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ મારું M.Tech પત્યું. ડિફેન્સ ધાર્યા મુજબ શાંતિ થી પત્યું. એ દિવસે સવારથી તબિયત ખરાબ હતી. ગાળા માં સખત દુખતું હતું અને એ ઉપરાંત મોઢા માં ચાંદા પણ પડેલા એટલે સવારથી જ બોલવામાં તકલીફ પડતી હતી. એ છતાં નીરમાં માંથી આવેલા એક્ષટરનલ એક્ઝામિનર સામે વ્યવસ્થિત બોલાયું. પત્યા પછી તો સખત દુખાવો ઉપાડ્યો અને સાંજે હું ભરૂચ માટે નીકળું એ પહેલાં જ અહિયાં ગાંધીનગર ના એક ડોક્ટર ને ગળું દેખાડી આવ્યો અને પછી દવા લઈને ભરૂચ માટે નીકળ્યો. સોમવારે કોલેજ માં રજા લીધી કારણ કે ગાળા માં તકલીફ હતી. સોમવારે રાતે ગાંધીનગર આવ્યો અને મંગળવાર થી રાબેતા મુજબ કોલેજ ચાલુ કરી.

બુધવારે industrial visit માટે 5th semester IT ના વિદ્યાર્થીઓ સાથે ISRO ગયા. આજે હજું પણ ગાળા માં થોડી તકલીફ લાગે છે. અને હજી ચાંદા મટ્યા નથી.

Friday, September 7, 2012

આવતી કાલે મારે M.Tech નું final presentation છે. ૨ દિવસ થી સારો એવો વરસાદ પડી રહ્યો છે. આજે કોલેજ માં રાજા લીધેલી. સવારે ઉઠી ને તુષાર ને બાઈક પર ઘ-૨ મુકવા ગયો. ત્યાં મહાદેવ ભાઈ ની ચા પીધી. પછી વાળ દાઢી કપાવી જે ઘણા દિવસ ની વધી ગયેલી. આવી ને પ્રેઝન્ટેશન બનાવવા બેઠો. બપોરે હું અને મહેશ ઇન્ફોસિટી માં Uncle Sam's પીઝા માં જમવા ગયા'તા. આવી ને થોડી ઊંઘ ખેચી. જમવા જતા પહેલા સર ને મારું પ્રેઝન્ટેશન મેઈલ કરી દીધું હતું. પછી સાજે ૫ વાગ્યા જેવું ઉઠ્યો. થોડું implemetation જોયું અને પછી સર ના ઘરે ગયો. ચાલતો ગયો'તો અને વળતા આવતા પલળી ગયો. કોરા થઇ ને થોડી વાર બેઠો અને પછી અમે જમવા બેઠા. હવે અત્યારે હું પાછું મારું presentation લઈને બેઠો છું. સરે થોડા-ઘણા સુધારા આપ્યા છે એ પતાવવા. વરસાદ ને લીધે ઠંડક સારી એવી થઇ ગઈ છે. એમ પણ મને બે દિવસ થી ઝીણા તાવ જેવું લાગે છે. રૂમ ની ટાઈલ્સ પણ ઠંડી લાગે છે એટલે અત્યારે છાપા પાથરી ને એની ઉપર બેઠો છું.

Monday, August 20, 2012

Missing Abdul, Rahul and Karan

Preparing my thesis all alone :-(. Missing the final days of BE when we (I, Abdul Latif M. Mansuri , Karan Bengali and Rahul Gupta ) used to do our final year projects late in the night and listening to music at Abdul and Rahul's room.

Sunday, August 19, 2012

Books પુસ્તકો

Added a new page to this blog about the books that I have read till date and books that are being read. Here's the link : http://www.yashpaljadeja.com/p/books.html

આ બ્લોગ પર નવું પાનું ઉમેરવામાં આવ્યું છે - પુસ્તકો વિષે. એમાં મે અત્યાર સુધી વાંચેલા પુસ્તકો ની યાદી બનાવી છે અને એ પુસ્તક જે હું હાલ માં વાંચી રહ્યો છું. આ રહી એની લીંક : http://www.yashpaljadeja.com/p/books.html

Thursday, August 16, 2012

Body ache

Suffering from body ache since yeaterday.

સમાચાર પત્ર વગર સુનું સુનું લાગે

રોજ ની ટેવ મુજબ Times of India અને દિવ્યભાસ્કર નું ઈ-પેપર વાંચવા માટે બેઠો અને પછી ખબર પડી કે ગઈ કાલે ૧૫ ઔગસ્ત હોવાથી આજે પેપર પબલીશ ના થઈ. છાપું વાંચ્યા વગર સાલું અધૂરું અધૂરું લાગ્યા કરે, સુનું સુનું લાગ્યા kare.

Wednesday, August 15, 2012

In Ahmedabad

I and Tushar decided to spend today at Ahmedabad. Came here and met Jalpesh and Vikrant. Bought a book 'Jay Ho' written by Jay Vasavada from Crossword, Himalaya mall.

Monday, August 13, 2012

Expense Manager એક્ષ્પેન્સ મેનેજર

Have been using Expense Manager on my Android phone past few days to note down the expenses that I make. છેલ્લા કેટલાક દિવસો થી મારા Android ફોન પર એક્ષ્પેન્સ મેનેજર નામનું એક સરસ મજાનું નાનકડું એપ્લીકેશન વાપરું છું. મારા ખર્ચાઓ આ એપ્લીકેશન માં નોંધુ છું.

એરટેલ ના ધાંધિયા

૨ દિવસ થી એરટેલ ના નેટવર્ક ના ધાંધિયા વધી ગયા છે. ગમે ત્યારે નેટવર્ક જતું રહે છે અને વળી પાછું ગમે ત્યારે આવી જાય છે.

આખરે વરસાદ આવ્યો

આ વર્ષે વરસાદ ઘણો મોડો પડ્યો. છેલ્લા ૨-૩ દિવસ થી ચાલુ થયો છે. આજે સવારે ભરૂચ થી ગાંધીનગર આવ્યો ત્યારે રસ્તા માં સર્વત્ર વરસાદ હતો. વાતાવરણ ઘણુંજ ખુશનુમા હતું.

Wednesday, August 8, 2012

Height of Over Acting

Son: Dad,buy me a phone which has a flash light,so it would be useful to study during power cuts...

Internet Explorer 10 is so awesome that it can download & Install Chrome upto 5 times faster. ;-)

Tuesday, August 7, 2012

ચાલો ફરી પાછા લખતાં થઇ જઈએ

Of late, I have been neglecting the blog. But now I want to again start writing on the blog.

છેલ્લા ઘણાં વખત થી બ્લોગ પર કઈ ખાસ લખાયું નથી. પણ હવે એવું લાગે છે કે પાછું પહેલા ની જેમ લખવાનું શરુ કરવું પડશે.

Sunday, August 5, 2012

તું ખુદા થઈને આ કેમ સાંખી શકે ?

એક વાર ગુજરાતી ગઝલકાર શ્રી જલન માતરી રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. એક ફકીર જોરશોરથી બોલીને ભીખ માંગી રહ્યો હતો. દેજો અલ્લાહ નામે..... ત્યારે એમને એક સરસ શેર સર્જ્યો :

તું ખુદા થઈને આ કેમ સાંખી શકે ?
નામ પર લોક તુજ ભીખ માંગ્યા કરે.

Tuesday, July 10, 2012

પુસ્તક ના સહવાસથી જ જો પંડિત થવાતું હોત તો ઉધઈ ને પંડિત કહેવી પડે.
- અજ્ઞાત

Sunday, July 1, 2012

The Story of E=mc2

Watching E=mc2 - Einstein and the Worlds Most Famous Equation.

Academic Metabolism


Source : Facebook

Saturday, June 30, 2012

When you are happy, you enjoy the music. When you are sad, you listen the lyrics. - via a message received.

Damn hungry. At Honest Restaurant, Sector 11, Gandhinagar with Tushar Trambadiya.

Thursday, June 28, 2012

3 Apples That Changed The World

First apple was that of Adam and Eve. Second one was of Newton that
gave the world the gravitational laws. And finally the last apple was
of Steve Jobs.

Wednesday, June 27, 2012

Never Stop Learning

You can finish school but you never finish your education.

- Zig Ziglar

Monday, June 25, 2012

Never Give Up

Source : Facebook

Saturday, June 23, 2012

Thanks MS-Word for teaching us this.

Either be "Bold" or be "Italic" because, world doesn't notice the
"Regular". Thanks MS-Word for teaching us this.

Saturday, June 16, 2012

ઘણાં માણસો શ્વાન પાળે, ઘણાં બાવાઓ બ્રહ્મચર્ય પાળે :-)

- જય વસાવડા

किसी और के साथ

Wrote some lines last night.

बोहोत से सपने सजा रखे थे उनके साथ,
ज़िन्दगी का हर लम्हा बिताना चाहते थे उनके साथ,
वो बस भूल ने का वादा दे कर चल दिए,
क्योकि उनको बितानी थी ज़िन्दगी किसी और के साथ.

- यशपालसिंह जडेजा

એક ગુજરાતીને..ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZમાં કેવી રીતે કહેશો?

જુઓ આ રીતે.. American Born Confused Desi Emigrated From Gujarat, Housed In Jerseycity, Keeping Lots Of Motels, Named Omkarnath Patel, Quickly Reached Success Through Underhanded Vicious Ways, Xenophobic Yet Zestful..!

Source : દિવ્યભાસ્કર
દિવ્યભાસ્કર ને આ લેખ મોકલનાર નું નામ - પ્રીતિ દવે.

Thursday, June 14, 2012

Wednesday, June 13, 2012

वोह समझते हैं के बीमार का हाल अच्छा है

उनको देखने से जो आ जाती है मुह पर रौनक,
वोह समझते हैं के बीमार का हाल अच्छा है.

- मिर्ज़ा ग़ालिब

खुदा किसी एक का नहीं होता

हम ने मोहोब्बत के नशे में आ कर उसे खुदा बना डाला,
होश तब आया जब उसने कहा की खुदा किसी एक का नहीं होता.

- मिर्ज़ा ग़ालिब

Sunday, June 3, 2012

It rained.

Finally it rained here. I and Jalpesh are Bhagyoday Fast Food, Sector 21.

At Jain Derasar with Jalpesh Vasa.

Sunday, May 27, 2012

Sunday, May 20, 2012

At Dadisa Restaurant with Jalpesh Vasa, Harshal Kher, Mahesh Gajera and Tushar Trambadiya.

Power outage

No power since last 2 hours here in Gandhinagar. This hardly happens in Gujarat's capital.

Friday, May 18, 2012

At Infocity, Gandhinagar with Jalpesh, Vikrant and Tushar.

Thursday, May 10, 2012

At Civil Hospital Canteen, Gandhinagar with Jalpesh, Vikrant and Tushar.

Monday, May 7, 2012

ઓ રી ચીરૈયા – સત્યમેવ જયતે

ગઈ કાલે સત્યમેવ જયતે નો પહેલો એપિસોડ જોયો. ભારત માં થતી સ્ત્રી ભ્રૂણહત્યા ને ચમકાવવામાં આવી હતી. મને બાળકીઓ પ્રત્યે ની સૂગ અને દીકરાઓ પ્રત્યે ની ચાહ રાખતા લોકો પ્રત્યે પહેલેથી જ નફરત છે.
એપિસોડ જોતા પહેલા મને એવું હતું કે સ્ત્રી ભ્રૂણહત્યા ફક્ત ગામડાઓ માં અને અભણ લોકો દ્વારા થતી હોઈ છે. પણ એપિસોડ જોયા પછી મને ખબર પડી કે ભણેલા-ગણેલો લોકો માં પણ આ પાપ એટલું જ પ્રસરેલું છે જેટલું કે અભણ લોકોમાં. શો માં બતાવેલો એક કિસ્સો, કે જેમાં એક ઓર્થોપેડીક ડોક્ટરે એની ખુદની ડોક્ટર પત્ની સાથે (બે બાળકીઓ ના જન્મ પછી) કેવો વ્યવહાર કરેલો એ જોયા પછી ઘણાં ખરા લોકો ની આંખો ખુલી ગઈ કે જેઓ એવું માનતા હતા કે સ્ત્રી ભ્રૂણહત્યા ફક્ત અભણ અને ગામડાઓ માં જ થાય છે.

મને એ ડોક્ટરો પ્રત્યે તો ખુબ જ નફરત છે જે નાની બાળકીઓ ની હત્યાઓ કરે છે. ૨ રિપોર્ટરો દ્વારા ૭ વર્ષ પહેલા રાજસ્થાન માં થયેલા  સ્ટીંગ ઓપરેશન ની પણ ક્લીપ બતાવામાં આવેલી કે જેમાં પેટ માં ઉછરેલી દીકરી ને મારવા ના આ નાલાયક ડોક્ટરો ફક્ત રૂ. ૨૦૦૦ લેતા હતા. 

આ શો માં હર્યાણા ના   અમુક વાંઢાઓ ની વ્યથા પણ દેખાડવામાં આવી હતી. આ યુવાનો ની સમસ્યા એ હતી કે ૩૫ વર્ષ ના થવા છતાં દીકરીઓ ની કમી ને લીધે એ લોકો હજું પણ કુંવારા જ છે. પણ હદ તો ત્યારે થાય છે કે જ્યારે આવા વાંઢા ને માટે કર્ણાટક, ઓરિસ્સા, બિહાર અને બીજા રાજ્યોમાંથી દીકરીઓ ને લાવી ને વેચવામાં આવે છે. અરે અમુક દીકરીઓ તો એના જીવનકાળ માં ઘણી વખત વેચાય છે અને અમુક વાર તો ૩-૪ વાંઢાઓ વચ્ચે વહેચાય પણ છે. આવી દીકરીઓ નું સામાજિક સ્તરે કોઈ જ માન રહેતું નથી.

શો દરમિયાન એક સારી વાત એ પણ જાણવા મળી કે પંજાબ ના એક વિસ્તાર ના ડેપ્યુટી કમિશનર શ્રી કિશન કુમારે ૭૧ પોઈન્ટ થી દીકરીઓ ની સંખ્યા માં વધારો કર્યો. 

શો ને અંતે અમીર ખાન (શો નો હોસ્ટ) એ ખુદ લોકો ને અપીલ કરી કે એ રાજસ્થાન સરકાર ને પત્ર લખી ને કહેશે કે પેલા પત્રકારો દ્વારા થયેલા સ્ટીંગ ઓપરેશન ના કેસ ને ફાસ્ટ ટ્રેક કોર્ટ માં લે અને જલ્દી થી જલ્દી એ ડોક્ટરો ને સજા આપે.

દર અઠવાડિયે આ શો માં અલગ અલગ એન.જી.ઓ. ને પસંદ કરી ને જે ટોપીક ડિસ્કસ થયો હોય એમાં મદદ કરવા માટે અરજી કરી છે. આ અઠવાડિયા નું એન.જી.ઓ હતું "સ્નેહાલય". તમે આ એન.જી.ઓ ને રૂપિયા ડોનેટ કરી શકો છો. ઈ સાથે સાથે દરેક શો ને અંતે અમીર એક સવાલ પૂછે છે અને એ સવાલ ના જવાબ આપવા તમે એસ.એમ.એસ કરી શકો છો. દરેક એસ.એમ.એસ નો એક રૂપિયો થાય છે. આ એસ.એમ.એસ ની જમા થયેલી રકમ (ટેક્સ ને બાદ કરતાં) એ એન.જી.ઓ માં ડોનેટ થશે. 

અને છેલ્લે હું "ઓ રી ચીરૈયા" ગીત જે સ્વાનંદ કિરકિરે એ ગાયેલું અને રામ સંપથ એ સંગીત આપેલું એ ગીત નો વીડીઓ મૂકી ને આજની પોસ્ટ પૂર્ણ કરું છુ.


The time period when you enjoy sleeping the most is when the alarm rings and you put it on snooze.

Sunday, May 6, 2012

Saturday, May 5, 2012

Follow Your Dreams

Paulo Coelho writes about his own experience on how he became a writer. Excellent article for inspiration for those who want to be a writer. He says that you need to follow your dreams even if you are hurt or refused. Take risks and follow your dreams, because, as he says, "When you die, there is a small child within you, who will ask, why didn't you follow me? And you have to explain. Therefore, it is better to take the risk, to be hurt, to go through some nightmare to fulfill your dreams."

Monday, April 30, 2012

ઉધરસ થઇ ગઈ છે.

છેલ્લા એકાદ અઠવાડીયા થી ઉધરસ થઇ ગઈ છે. આજે થોડી વધુ લાગે છે. હમણાં થોડી વાર પહેલા કફ સીરપ પીધું.

Common Cold in Summer

It's April 30th. It's summer here in India. But my nose is still running. I don't know why I am suffering from common cold in the hot season. Nose gets blocked every now and then. Eyes get watery. It irritates me. Ears get numb. And I feel sleepy most of the time during the day. Huh. :-(

Saturday, April 28, 2012

Tasted Jain Maggi prepared by Jalpesh Vasa aka Jainbhai.

Friday, April 27, 2012

At DAIICT, Gandhinagar with Parimal Patel.

Happy Birthday

Completed 26 years today.

Wednesday, April 25, 2012

Laptop Bag Received

Received my laptop bag yesterday. I was not present. Mahesh received it.

Monday, April 23, 2012

Ordered Laptop Bag.

Finally, last night I ordered a Dell Adventure 15.6 inch Backpack on Flipkart.com for Rs. 2128.

Sunday, April 22, 2012

Laptop Bag લેપટોપ બેગ

The laptop backpack that I am using presently has worn out. Need a more sturdy backpack as I carry it everyday to college.

નવી લેપટોપ બેગ લેવી પડશે. હાલ માં જે બેગ વાપરું છું એ ફાટી ગઈ છે. હવે મારે એક મજબૂત બેકપેક બેગ લેવી છે કારણ કે રોજ જે રોજબરોજ નું ટ્રાવેલિંગ સહન કરી શકે અને લેપટોપ ને સાચવી શકે.

Friday, April 20, 2012

કમોસમી વરસાદ

ગઈ કાલ સવારનું વાતાવરણ વાદળછાયું હતું. ગઈ કાલ રાતના ૨ વાગ્યે વરસાદ ના છાંટા પડ્યા. અને આજ સવારથી ફરી પાછા છાંટા ચાલુ થયા છે. વાતાવરણ ખૂબ જ ખુશનુમા છે. ગરમી માં રાહત છે. :-)

Sunday, April 15, 2012

Neither u save space nor you type a character less by replacing 'y' wid an 'a' in da word 'my'. So y use 'ma' instead of 'my'?

Saturday, April 14, 2012

Formatting a paper to submit in a journal/conference is really a માથા નો દુખાવો.

પુરુષોએ સમજવા જેવી વાત : એક સ્ત્રી પાસે શરીર સિવાય બીજું ઘણું આપવા લાયક હોય છે.

પુરુષોએ સમજવા જેવી વાત : એક સ્ત્રી પાસે શરીર સિવાય બીજું ઘણું આપવા લાયક હોય છે.  

એક પુરુષ જ્યારે આ વાત સમજશે ત્યાં સુધી માં એની જીંદગી ના ઘણાં વર્ષો નીકળી ગયા હશે. અને પછી એ પુરુષ ને સમજાય છે કે આખી જીંદગી એણે ફક્ત સ્ત્રીઓ નું રૂપ જ જોયું છે અને માણ્યું છે. બીજા બધા ગુણો ને એણે અણદેખ્યા કર્યા છે. પુરુષો સ્ત્રીઓ ના શરીર ના ગુલામ હોય છે. પુરુષો જો સ્ત્રીઓ ની ઈચ્છાઓ અને લાગણીઓ ને સમજવાની કોશિશ કરે તો ખબર પડે કે એક સ્ત્રી કે જે એની પત્ની છે એણે શું જોઈએ છે. એની શું ઈચ્છાઓ છે. એની શું લાગણીઓ છે. ફક્ત શરીર એક થવા થી પતિ-પત્ની નો રીશ્તો નથી બનતો. આજ વાત એક ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ના સંબંધ ને લાગુ પડે છે. જે દિવસે એક પુરુષ સ્ત્રીઓ ની લાગણીઓ ને સમજશે અને વર્તશે એ દિવસથી સ્ત્રીઓ નું ઘરેલું શોષણ થતું અટકશે.

સ્ત્રી ને ભુખ હોય છે પ્રેમ ની અને પુરુષ ને ભુખ હોય છે શરીર ની પણ આ વાત એક પુરુષ સમજે ત્યાં સુધી માં એ સ્ત્રીનું શરીર ચુથાય ગયું હોય છે અને એની લાગણીઓ અને ઈચ્છાઓ ના ફુરચે ફૂરચા ઉડી ગયા હોય છે.

એક સ્ત્રી પાસે એના શરીર સિવાય ઘણું આપવા લાયક હોય છે. એક સ્ત્રી જેટલી પ્રેમ માં સમર્પિત થય શકે છે એટલું પુરુષ નથી થય શકતો. એક સ્ત્રી જેટલું બીજા ની ખુશીઓ માટે ગુમાવી શકે છે, પોતાની ઇચ્છાઓની હોળી કરી શકે છે એટલું પુરુષ નથી કરી શકતો. એક સ્ત્રી જેટલું દુઃખ સહન કરી શકે છે એટલું પુરુષ નથી કરી શકતો અને આ બધી વસ્તુઓ ને અંતે એક સ્ત્રી એટલું જ ચાહે છે કે એનો પતિ એને પ્રેમ આપે, નાની નાની ખુશી આપે અને એની લાગણીઓ ને સમજે.

આમાં સાવ પુરુષો નો વાંક પણ નથી. ભગવાને એમના દિમાગ અને શરીર ની રચના જ એવી કરી છે કે આ બધું એમણે તરત સમજાતું નથી અને સમજાય તો પણ એનો અજાણ્યે અમલ થઇ શકતો નથી. આ વાત એમણે વહેલી સમજાય એટલું બંને માટે સારું છે.

નોંધ : ઘણાં દિવસો થી આ topic મન માં આવી ને અટકી ગયો’તો. ઘણાં દિવસે આજે બ્લોગ પર લખી ને મન ને હળવું કર્યું. ખૂબ જ ઉતાવળ માં લખ્યું છે એટલે આ topic ને વધારે સારી રીતે લખવાની ઈચ્છા છે પણ એ ફરી ક્યારેક, જો ઈચ્છા થશે તો.

Monday, April 9, 2012

At Dadi"Sa" restaurant, Gandhinagar with Jalpesh Vasa, Mahesh Gajera, Kiran Patel, Tushar Trambadiya, Hardik Patel and Pradish Dadhania.

Sunday, April 8, 2012

બુધવારે સાંજે ભરૂચ ગયો'તો. ૨ દિવસ રજા હતી એટલે. શનિવારે સવારે પાછો આવ્યો.

Tuesday, April 3, 2012

At Infocity, Gandhinagar with Tushar Trambadiya.

Monday, April 2, 2012

ચા

ગાંધીનગર આવીને ચા પીવાની ઘણી ટેવ પડી ગઈ છે. ચા વગર ચાલતું નથી. ઘરે હતો ત્યારે કે એમ.ટેક ના ફર્સ્ટ યર માં દિવસ ની બે વાર જ ચા થતી'તી. પણ હવે તો ઓછા માં ઓછી ૩ થાય છે. એમાં પણ આજે સવારે મોડું થઇ જવાથી ચા નો'તી પીવાઈ. એટલે આજે માથું ચડ્યું છે.

Sunday, April 1, 2012

ગરમી

દિવસે દિવસે ગરમી વધી રહી છે. હજું તો આજથી એપ્રિલ મહિનો શરુ થયો. એપ્રિલ અને મે માં શું હાલત થશે ખબર નહિ. ૪૧-૪૨ ડીગ્રી અત્યારથી જ તાપમાન પહોચી ગયું છે. સાલું ગરમી નું કશું કરવું પડશે.

ગરમી માં માથા ના વાળ મને ટૂંકા જ ગમે. સવારે જલ્પેશ જતો હતો તો હું પણ એની જોડે વધેલા વાળ અને દાઢી કપાવી ને આવ્યો. એવું લાગે છે કે જાણે ૧૦૦ ગ્રામ વજન ઘટી ગયું વાળ કપાવાથી. :-)

દાઢી વધી ગઈ છે

ઘણા દિવસ થી દાઢી નથી કરી. લાગે છે કાલે રવિવાર ની રાજા છે તો કરીશ.

Saturday, March 31, 2012

પુરણ પોળી

ગઈ કાલે અહિયાં ગાંધીનગર માં સેક્ટર ૧૬ માં આવેલા આદર્શ ભોજનાલય માં મસ્ત-મજાની પુરણ પોળી ખાધી. ઘણા વખત પછી પુરણ પોળી ખાવા મળી એટલે મજા આવી ગઈ.

Monday, March 26, 2012

Bharuch, UVPCE, Books and Gandhinagar

આજે UVPCE આવેલો છું. શુક્રવારે હું ગાંધીનગર થી ભરૂચ ગયો'તો. ૮મી ફેબ્રુઆરીએ ભરૂચ થી આવેલો તો છેક ગયા શુક્રવારે, એટલે કે ૨૩મી માર્ચ ના ઘરે ગયો. વચ્ચે હોળી ની રજાઓ માં ઘરે નો'તો ગયો કારણ કે મારે બેંક ની પરીક્ષા આપવાની હતી અમદાવાદમાં. આજે UVPCE માં ભારે checking અને security છે કારણ કે ૪-૫ દિવસ પહેલા અહિયાં પરીક્ષા ની ફી વધારા ના મામલે હોબાળો મચેલો અને students એ હડતાલ કરેલી.

સવારે હું ભરૂચ થી અમદાવાદ પૂરી-અમદાવાદ એક્ષપ્રેસ માં આવ્યો અને પછી ત્યાંથી અમદાવાદ-મહેસાણા ઇન્ટરસીટી માં મહેસાણા આવ્યો. Railway Station પર થી બે books ખરીદી : 1. The Secret by Rhonda Byrne અને 2. Every Second Counts by Lance Armstrong. ખૂબજ સસ્તા ભાવે મળી ગઈ. Second hand છે એટલે. પહેલી બૂક નું મૂળ કિંમત Flikart.com પર Rs. 454 છે અને બીજી બૂક ની કિંમત Rs. 309 છે જ્યારે મે પહેલી બૂક Rs. 150 માં ખરીદી અને બીજી Rs. 90 માં.

આજે સાંજે સર ને મળી ને પાછો ગાંધીનગર જતો રહીશ.

Wednesday, March 21, 2012

Watching Kahani At City Pulse, Gandhinagar with Jalpesh, Kiran, Tushar, Harshal and Mahesh.

Tuesday, March 20, 2012

Interview of Kanti Bhatt

મારા પ્રિય લેખક કાંતિ ભટ્ટ નો ઈન્ટરવ્યું. વાહ મજા આવી ગઈ.

અમદાવાદ, લખવું એટલે કે...

ગઈ કાલે, એટલે કે તા. ૧૮ માર્ચ ૨૦૧૨ ના રોજ રવિવારે, હું, જલ્પેશ, કીર્તીરાજ અને તુષાર અમદાવાદ ની મુલાકાતે ગયા'તા. ભૂખ લાગી હોવાથી સૌથી પહેલા અમે McDonalds માં ગયા. પેટ પૂજા કાર્ય પછી અમે Crossword માં ગયા. ત્યાં અમે ઘણો સમય પસાર કર્યો. ઘણી સારી સારી books જોઈ, પણ પછી મોંઘી લાગવાથી મૂકી દેવી પડેલી. અમારા સૌની ઈચ્છા Steve Jobs ની biography લેવાની હતી. અંગ્રેજી માં એ પુસ્તક ની કિંમત આશરે ૮૦૦ રૂપિયા ની હતી અને એ જ પુસ્તક ની ગુજરાતી આવૃત્તિ ના ભાવ આશરે ૪૦૦ રૂપિયા હતા. છેક છેલ્લી ઘડી સુધી લેવાની ઈચ્છા હતી પણ આખરે ના લેવાઈ. એવી આશા સાથે કે આ જ પુસ્તક Flipkart.com પર વધુ સારા discount સાથે ખરીદીશું.

મે Crossword પર થી એક ગુજરાતી પુસ્તક ખરીદ્યું જેનું શીર્ષક છે "લખવું એટલે કે...". સંપાદક છે કૌશિક મહેતા. આ પુસ્તક માં જાણીતા લેખકો-પત્રકારોની શબ્દયાત્રા ના સંસ્મરણો છે. મને પહેલે થી લેખેક બનવાની ઈચ્છા એટલે આ પુસ્તક મોંઘુ (રૂ. ૩૦૦) હોવા છતાં ખરીદ્યું. Flipkart.com પર નો'તું ઉપલબ્ધ. થોડાંક લેખકો, જેમ કે મારા પ્રિય લેખક કાંતિ ભટ્ટ, જ્ય વસાવડા અને ડૉ. શરદ ઠાકર ના સંસ્મરણો વાંચ્યા. બીજા લેખકો ને સમય મળતા વાંચીશ.

એ પછી અમે L.D.College ની સામે, જ્યાં હવે GTU નું building છે ત્યાં ચા પીધી. એ જગ્યા સાથે દરેક engineer ને ગજબ નો નાતો હોય છે. કારણ કે પહેલા engineering ના admission ત્યાં થી થતા, જે હવે online થઇ ગયા છે. એ પછી અમે વસ્ત્રાપુર લેક (તળાવ) ગયા જ્યાં થોડી વાર ગપ્પાબાજી કર્યા પછી મે અને કીર્તિ એ એક એવી દુકાન પસંદ કરી કે જ્યાં બેસી ને ભારત-પાકિસ્તાન નો મેચ કીર્તિ જોઈ શકે. મે cold-coffee પીધી અને કીર્તિએ લસ્સી. તુષાર અને જલ્પેશ બીજું કઈ ખાવા ગયા. Meanwhile વિક્રાંત પણ ત્યાં આવ્યો અને અમે ફરી પાછા થોડા ગપ્પા માર્યા અને પછી નક્કી કર્યું કે S.G. Highway પર વિક્રાંત એ નક્કી કરેલી જગ્યાએ બેસીને ગપ્પા મારીએ. એ દરમિયાન હેમંત પણ અમારી જોડે જોડાયો. હું, જલ્પેશ અને તુષાર સામે Lootmart માં કપડાઓ લૂટવા ગયા પણ પસંદ ના પડતા અંતે બાહાર નીકળ્યા. પછી જમવાની ઈચ્છા થઇ. ફરી પાછી કીર્તિ ની એવી ઈચ્છા હતી કે એવી કોઈ જગ્યાએ જમવા જઈએ જ્યાં મેચ દેખાડતા હોઈ. શોધતા અમે Sam's Pizza માં ગયા.

ત્યાં અમારે અલગ અલગ ટેબલ પર બેસવું પડ્યું કારણ કે અમે ૬ લોકો સમાય એટલું મોટું ટેબલ TV થી દૂર હતું. એટલે હું, વિક્રાંત, હેમંત અને કીર્તિ એક ટેબલ પર બેઠા અને તુષાર અને જલ્પેશ બીજા પર. નક્કી કરીને જ ગયા'તા કે મેચ પતે નહિ ત્યાં સુધી ઝાપટવાનું છે. જ્યારે ત્યાં ના waiter ને ઉતાવળ હતી કારણ કે રવિવાર હોવાથી ઘણા ગ્રાહકો બાહાર બેઠા હતા. Waiter સાથે થોડી ગરમાગરમી પણ થઇ હતી જેમાં કીર્તિ અને વિક્રાંતે actively participate કરેલું. :-) અંતે લોક લાગણી અને Waiter લાગણી ને માન આપી ને મેચ પૂરી થવાના જુજ સમય પહેલા અમે ઉભા થયા. ભર પેટ પિઝ્ઝા ઝાપટ્યાં. મે, તુષારે અને જલ્પેશે સલાડ માં મુકેલા તરબૂચ ઉપર સારો મારો ચલાવ્યો. અંતે બાહાર ઉભા રહી ને મેચ પૂરી કરી જે સદનસીબે ભારત જીતી ગયું. થોડા ગપ્પા માર્યા અને પછી હેમંત ઘરે ગયો. વિક્રાંત ને કઈક કામ હોવાથી એ થોડો વહેલા નીકળેલો અને પછી અમને પાછો Highcourt સામે મળ્યો. થોડી વાર ફરી પાછી informative, career oriented ગપ્પાબાજી કરી. પણ કીર્તિરાજસિંહ ને ઊંઘ આવવા થી અમે વિક્રાંત ના આગ્રહ ને વશ ના થઇ શક્યા અને અમારે ગાંધીનગર તરફ પ્રસ્થાન કરવું પડ્યું. આખરે ૧૧:૩૦ જેવું અમે ઘરે પહોચ્યા.

બીજે દિવસે સોમવાર હોવાથી મે ૧૦ દિવસ જૂની થયેલી દાઢી નો રાતે ૧૨ વાગ્યેજ સફાયો કર્યો અને સુઈ ગયો.

Monday, March 19, 2012

દૂધપાક માં મીઠું ના હોય

૨ દિવસ પહેલા રૂમ પર બેઠા બેઠા અમે લોકો ખૂબસૂરત છોકરીઓ વિષે વાતો કરતા હતા. એમાં પછી વાત વાત માં અમારા માં થી કોઈએ એવું કીધું કે અમુક છોકરીઓ ખુબસુરત હોય છે પણ એમના માં દિમાગ જેવું કઈ ખાસ હોતું નથી. એ વખતે, જલ્પેશ એ આ નવી કહેવત કીધી કે "દૂધપાક માં મીઠું ના હોય".
ઘણી ખરી સુંદર છોકરીઓ દૂધપાક જેવી હોય છે, એમાં મીઠું (એટલે કે બુદ્ધિ/દિમાગ) જેવું કઈ હોતું નથી.
અલબત્ત આ કહેવત handsome છોકરાઓ માટે પણ લાગુ પડી શકે છે. સારું છે હું handsome છોકરો નથી. At least આપણા માં મીઠું તો છે. :-)

Sunday, March 18, 2012

Funny book names I just saw at Crossword. P.I.G.S - Poor Indian Graduate Students, Now That You Are Rich - Let's Fall in Love, It's First Love... Just Like The Last One, Of Course I Love You... Till I Find Someone Better. :-)

Friday, March 16, 2012

Paan Singh Tomar



Watched the movie Paan Singh Tomar on Wednesday and came out quite impressed with the movie. After a long time I saw a really good movie. Paan Singh Tomar is based on the true story of an Indian Army employee Paan Singh Tomar who later turned athlete and then a dacoit in the Chambal Valley.

As an athlete, Paan Singh Tomar was 7 times national champion in steeplechase and he also represented India at the Asian Games in Tokyo. However, due to some land dispute in his village between him and his relatives, he became a dacoit. He had a reward of Rs. 10,000 to his head. He was killed in 1981 by the police.

In the movie, the role of Paan Singh Tomar is played by Irrfan Khan

Wednesday, March 14, 2012

Watching Paan Singh Tomar.
At City Pulse, Gandhinagar with Jalpesh Vasa, Mahesh Gajera and Harshal Kher.

ગાંધીનગર

ગાંધીનગર માં આવ્યે એક મહિના ઉપર થઇ ગયું. ગાંધીનગર માં હવે ધીમે ધીમે
ફાવી રહ્યું છે. એ સાથે સાથે ખર્ચાઓ પણ વધી રહ્યા છે. અમદાવાદ કરતા
ગાંધીનગર મોંઘુ લાગી રહ્યું છે. પણ અમદાવાદ ની સરખામણીએ ગાંધીનગર એકદમ
શાંત શહેર છે. રહેવાની મજા આવે. પણ બાઈક ન હોવાથી નાની નાની વસ્તુંઓ મને
પણ ઘણું ચાલવું પડે છે.

આ વર્ષે શિયાળો પણ ઘણો ચાલ્યો. હજું પણ રાત ના ઠંડક રહે છે. છેલ્લાં ઘણાં
વખત થી શર્દી થઇ ગઈ છે. મટતી જ નથી. વજન થોડું ઘટ્યું હોય એમ લાગે છે.

Tuesday, March 13, 2012

Recipe for Life

Received the below mail from a friend. Worth reading.

1. Take a 10-30 minute walk every day and while you walk, smile. It
is the ultimate anti-depressant.

2. Sit in silence for at least 10 minutes each day. Talk to God about
what is going on in your life. Buy a lock if you have to.

3. When you wake up in the morning complete the following statement, 'My
purpose is to__________ today. I am thankful for______________'

4. Eat more foods that grow on trees and plants and eat less food that
is manufactured in plants.

5. Drink green tea and plenty of water. Eat blueberries, wild Alaskan
salmon, broccoli, almonds & walnuts.

6. Try to make at least three people smile each day.

7. Don't waste your precious energy on gossip, energy vampires, issues
of the past, negative thoughts or things you cannot control. Instead
Invest your energy in the positive present moment.

8. Eat breakfast like a king, lunch like a prince and dinner like a
college kid with a maxed out charge card.

9. Life isn't fair, but it's still good.

10. Life is too short to waste time hating anyone.

11. Don't take yourself so seriously. No one else does.

12. You are not so important that you have to win every argument.
Agree to disagree.

13. Make peace with your past so it won't spoil the present.

14. Don't compare your life to others. You have no idea what their
journey is all about.

15. No one is in charge of your happiness except you.

16. Frame every so-called disaster with these words: 'In five years,
will this matter?'

17. Forgive everyone for everything.

18. What other people think of you is none of your business.

19. GOD heals everything - but you have to ask Him.

20. However good or bad a situation is, it will change.

21. Your job won't take care of you when you are sick. Your friends
will. Stay in touch!!!

22. Envy is a waste of time. You already have all you need.

23. Each night before you go to bed complete the following statements: I
am thankful for__________. Today I accomplished _________.

24. Remember that you are too blessed to be stressed.

25. When you are feeling down, start listing your many blessings.
You'll be smiling before you know it.


26. Resentments are the #1 offender. Make an amends when the
opportunity presents itself. (Remember what you were taught when you
were a child): It takes more courage and strength to say I'M SORRY
or that I made a mistake. You'll set yourself free in this process and
feel a big weight lifted off your shoulders.



Send this to everyone you care about

God Bless You

Monday, February 27, 2012

10 years of Godhra Massacre ગોધરા કાંડ ના ૧૦ વર્ષ

It's 27th February. 10 years have passed since the ill-fated S6 coach of Sabarmati Express was burnt. The incident triggered communal riots in Gujarat. At that time I was studying in 11th standard.

આજે ૨૭ મી ફેબ્રુઆરી છે. ગોધરામાં સાબરમતી એક્ષ્પ્રેસ ના S6 ડબ્બા ને બાળ્યા ના આજે ૧૦ વર્ષ પુરા થયા. એ પછી ગુજરાત માં કોમી રમખાણો થય'તા. એ વખતે હું ૧૧મ ધોરણ માં ભણતો'તો. 

Sunday, February 19, 2012

At Infocity, Gandhinagar with Jalpesh Vasa.
Finally Dissertation Phase 1 completed.

Monday, February 6, 2012

વસ્તુઓ ને મિસ કોલ

મારી એવી ઈચ્છા છે કે આપણે આપણી જીવન જરૂરીયાત ની બધીજ વસ્તુઓ ને "મિસ કોલ" આપી શકતા હોત. જેથી કરી ને જ્યારે પણ કોઈ વસ્તુ ખોવાય તો મારે ફક્ત મારા ફોન થી એ વસ્તુ ના નંબર પર કોલ કરવાનો અને જે દિશામાં થી રીંગ વાગે ત્યાં જઈને એ વસ્તુ મેળવી લેવી. #શેખચલ્લી વિચારો 

Giving a Missed Call to Things

I wish each and every objects that we use in our day to day life could be "miss called". It could be keys, clothes, toothbrush, books, pens, etc. It could be anything. So that whenever I couldn't find them, I can just ring them and get their whereabouts by hearing the ringtone. #Weird thought :-)

Tuesday, January 31, 2012

At hotel Pathikashram, Gandhinagar with Kirtirajsinh Zala, Jalpesh Vasa and Kiran Patel.

Friday, January 27, 2012

Nice Quote

Just read a nice quote. Don't know whose thought is it.

"I thought I wanted a career, turns out I just wanted paychecks."

Nice Quote by Friedrich Nietzsche

"I'm not upset that you lied to me, I'm upset that from now on I can't believe you" — Friedrich Nietzsche

Monday, January 23, 2012

"Dard, Dev ane Dushman kadi vadhaarva nahi." Amdavad ni AMTS bus no. 88 paa6ad lakhelu 6e.
Ek hasrat thi k aanchal ka mujhe pyaar mile,
Maine manzil ko talaasha mujhe baazaar mile.
Zindagi aur bata tera iraada kya he?
As usual, travelling in early morning train and this song from "Zindagi Aur Toofan" came to my mind.

Monday, January 16, 2012

Mild showers in Visnagar.
Me and Vimal at Ankurbhai's place, Visnagar.
Cloudy atmosphere here in Mahesana

Sunday, January 15, 2012

Had excellent Paneer Bhurji, Makaai na Rotla and Chhaas.
At hotel Rajwadi Kathiyawadi, Himmatnagar with Vimal Pambhar

Tuesday, January 10, 2012

To wake up at 3:30am in the morning and catch a train at 4:45 is a Herculean task. Saali ketli thandi.

Wednesday, January 4, 2012

I wish Chief Minister Narendra Modi visits Bharuch every 3 months. At least the roads will be carpeted regularly.

Sunday, January 1, 2012

उस ने इस नजाकत से चूमा हे होठों को मेरे

આજ ના દિવ્યભાસ્કર ની પૂર્તિ માં, ડૉ. શરદ ઠાકર ના "રણ માં ખીલ્યું ગુલાબ" માં આ શાયરી વાંચી. રચયિતા નું નામ નો'તું લખેલું.

उस ने इस नजाकत से चूमा हे  होठों को मेरे,
की रोजा भी न टूटा और इफ्तारी भी हो गई !

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...