નવાજુની, અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪
નવાજુની ઘણાં દિવસોથી લખવાનું બાકી છે. આખરે ઘણી મહેનત પછી ગાંધીનગરમાં ઘર ભાડે મળ્યું. મકાનમાલિક પણ સારા છે. ઘરે activa લેવામાં આવ્યું છે. કૉલેજમાંથી આ વખતે એક મહિના જેટલું વેકેશન મળ્યું છે. અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪ આ વખતે બૂક ફેર મારા માટે ખુબ જ મજેદાર રહ્યો. મારા ગમતા લેખકો - જય વસાવડા અને ડૉ. શરદ ઠાકરને મળવાનો મોકો મળ્યો. એમની સાથે ફોટો પણ પડાવ્યો અને એમના હસ્તાક્ષર વાળા પુસ્તકો પણ ખરીદ્યા. બૂક ફેર ની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. જેમાં આ વખતે મને પાર્થિવ ગોહિલ નો લાઈવ શો માણવા મળ્યો અને આપણા લોકલાડીલા એવા હાસ્યકલાકાર સાંઈરામ દવે ને માણવાનો અને સાથે ફોટો પડાવવાનો પણ મોકો મળ્યો.