It's April 30th. It's summer here in India. But my nose is still running. I don't know why I am suffering from common cold in the hot season. Nose gets blocked every now and then. Eyes get watery. It irritates me. Ears get numb. And I feel sleepy most of the time during the day. Huh. :-(
The laptop backpack that I am using presently has worn out. Need a more sturdy backpack as I carry it everyday to college. નવી લેપટોપ બેગ લેવી પડશે. હાલ માં જે બેગ વાપરું છું એ ફાટી ગઈ છે. હવે મારે એક મજબૂત બેકપેક બેગ લેવી છે કારણ કે રોજ જે રોજબરોજ નું ટ્રાવેલિંગ સહન કરી શકે અને લેપટોપ ને સાચવી શકે.
ગઈ કાલ સવારનું વાતાવરણ વાદળછાયું હતું. ગઈ કાલ રાતના ૨ વાગ્યે વરસાદ ના છાંટા પડ્યા. અને આજ સવારથી ફરી પાછા છાંટા ચાલુ થયા છે. વાતાવરણ ખૂબ જ ખુશનુમા છે. ગરમી માં રાહત છે. :-)
પુરુષોએ સમજવા જેવી વાત : એક સ્ત્રી પાસે શરીર સિવાય બીજું ઘણું આપવા લાયક હોય છે. એક પુરુષ જ્યારે આ વાત સમજશે ત્યાં સુધી માં એની જીંદગી ના ઘણાં વર્ષો નીકળી ગયા હશે. અને પછી એ પુરુષ ને સમજાય છે કે આખી જીંદગી એણે ફક્ત સ્ત્રીઓ નું રૂપ જ જોયું છે અને માણ્યું છે. બીજા બધા ગુણો ને એણે અણદેખ્યા કર્યા છે. પુરુષો સ્ત્રીઓ ના શરીર ના ગુલામ હોય છે. પુરુષો જો સ્ત્રીઓ ની ઈચ્છાઓ અને લાગણીઓ ને સમજવાની કોશિશ કરે તો ખબર પડે કે એક સ્ત્રી કે જે એની પત્ની છે એણે શું જોઈએ છે. એની શું ઈચ્છાઓ છે. એની શું લાગણીઓ છે. ફક્ત શરીર એક થવા થી પતિ-પત્ની નો રીશ્તો નથી બનતો. આજ વાત એક ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ના સંબંધ ને લાગુ પડે છે. જે દિવસે એક પુરુષ સ્ત્રીઓ ની લાગણીઓ ને સમજશે અને વર્તશે એ દિવસથી સ્ત્રીઓ નું ઘરેલું શોષણ થતું અટકશે. સ્ત્રી ને ભુખ હોય છે પ્રેમ ની અને પુરુષ ને ભુખ હોય છે શરીર ની પણ આ વાત એક પુરુષ સમજે ત્યાં સુધી માં એ સ્ત્રીનું શરીર ચુથાય ગયું હોય છે અને એની લાગણીઓ અને ઈચ્છાઓ ના ફુરચે ફૂરચા ઉડી ગયા હોય છે. એક સ્ત્રી પાસે એના શરીર સિવાય ઘણું આપવા લાયક હોય છે. એક સ્ત્રી જેટલી પ્રેમ માં સમર્પિત
ગાંધીનગર આવીને ચા પીવાની ઘણી ટેવ પડી ગઈ છે. ચા વગર ચાલતું નથી. ઘરે હતો ત્યારે કે એમ.ટેક ના ફર્સ્ટ યર માં દિવસ ની બે વાર જ ચા થતી'તી. પણ હવે તો ઓછા માં ઓછી ૩ થાય છે. એમાં પણ આજે સવારે મોડું થઇ જવાથી ચા નો'તી પીવાઈ. એટલે આજે માથું ચડ્યું છે.
દિવસે દિવસે ગરમી વધી રહી છે. હજું તો આજથી એપ્રિલ મહિનો શરુ થયો. એપ્રિલ અને મે માં શું હાલત થશે ખબર નહિ. ૪૧-૪૨ ડીગ્રી અત્યારથી જ તાપમાન પહોચી ગયું છે. સાલું ગરમી નું કશું કરવું પડશે. ગરમી માં માથા ના વાળ મને ટૂંકા જ ગમે. સવારે જલ્પેશ જતો હતો તો હું પણ એની જોડે વધેલા વાળ અને દાઢી કપાવી ને આવ્યો. એવું લાગે છે કે જાણે ૧૦૦ ગ્રામ વજન ઘટી ગયું વાળ કપાવાથી. :-)