મારા વહાલાં બાળકોને - ૩
ડીયર રુદ્રરાજ અને રીવાંશી, જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ અને આશીર્વાદ. જોતજોતામાં તમે બંને ૨ વર્ષના થઇ ગયા ! કોરોના વાયરસના કારણે જે લોકડાઉન થયું છે એના કારણે આ વર્ષે તમારા બંનેનો જન્મદિવસ અલગ અલગ જગ્યાએ ઉજવવો પડશે - રીવાંશી તારો અહિયાં બેંગ્લોરમાં અને રુદ્રરાજ તારો ભરૂચમાં. જો આ લોકડાઉન ના હોત તો અત્યારે તો બધા ભરૂચ પહોચી ગયા હોત ! પણ હવે આ બધી વાત છોડીને આપણે તમારી વાત કરીએ. રીવાંશી: તને જ્યારથી ચાલતાં-દોડતા આવડી ગયું છે ત્યારથી તું ખુબ ભાગાભાગી કરે છે. માંડ એક ઠેકાણે બેસી રહે. તને હવે થોડું થોડું બોલતા આવડી ગયું છે અને તારા એ કાલી-કાલી ભાષાના શબ્દો અમને સાંભળવાની ખુબ મજા આવે છે. થોડું ઘણું ડાન્સ કરતા પણ આવડી ગયું છે. ફલાઇટમાં જયારે તું અહીંયા બેંગ્લોર આવી ત્યારે મને એ બીક હતી કે તું ક્યાંક ફલાઇટમાં બધાને હેરાન ન કરે, પણ નસીબ જોગે વાંધો નથી આવ્યો. તને નોટબુકમાં લીટા કરતા દીવાલ પર પેન-પેન્સિલ લઈને લીટા કરવાનું વધું ગમે છે. કોઈ પણ સ્વિગ્ગી-ઝોમટો ડિલિવરીવાળા ભાઈને જોઈને તને "પિત્ઝા" યાદ આવી જાય છે. તને પણ મારી જેમ લોક સંગીત સાંભળવાનું ગમતું