Monday, March 29, 2010

Santa wantd to become a great man like Newton. After long research, He
made Newton's 4th law of motion.

"Loose motion can never b done in slow motion"

Sunday, March 28, 2010

એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…

એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…

ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો
હવે કોફી પીતો થઈ ગયો…

ગઈકાલનો જીન્સ – ટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો…

ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો…

રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો છોકરો
પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો…

ગઈકાલનો હોન્ડા પર ફરતો છોકરો
આજે ટ્રેનમાં અપડાઉન કરતો થઈ ગયો….

અને તો પણ લોકો કે છે કે-
"વાહ તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો…!"

- અનામી – UNKNOWN


Source : http://gujaratigazal.wordpress.com/


Wednesday, March 24, 2010

Letter to Shri Ram

શ્રી રામ ભગવાન,
જન્મદિન ની શુભેચાઓ. આશા રાખું છું કે તમારે ત્યાં સ્વર્ગ માં બધું કુશળ-મંગળ હશે.. વર્ષો પેહલા આજે તમારો જન્મ થયો હતો, અયોધ્યા માં. પણ હજું રામ જન્મભૂમિ નો પ્રશ્ન આપણા મહાન, લોક લાડીલા, ભ્રષ્ટ નેતાઓ ઉકેલી નથી શક્યા અને ભોળા લોકો ના વોટ મળે તે માટે રામ અને રહીમ ને લઈને વગર કારણ વિવાદો ઉભા કરે છે. ખેર, છોડો એ બધી નક્કામી વાતો ને. આજે તમારા જન્મદિવસ પર મારે તમને આવી નક્કામી વાતો કરીને bore નથી કરવા. અને આમ પણ તમને આ બધી વાતો તો ખબર જ હશે.
આજે ઘણાં લોકોએ ઉપવાસ કર્યો હશે. પણ તમને તો ખબર જ છે કે મને ઉપવાસ કરવા નથી ગમતા એટલે હું તો બંને વખત સરસ જમી લેવાનો છું. તમે પણ સ્વર્ગ માં બધા દેવો ને આજે પાર્ટી આપી હશે. ચાલો ત્યારે, આજે તમને બીજા ઘણાં ભક્તો ના પત્રો, ફોન, મેસેજ આવ્યા હશે અને આખો દિવસ આવતા રેહશે એટલે થોડા તમે કંટાળી ગયા હશો. હું પણ મારો આ પત્ર ટૂંક માં પતાવું છું. ફરી એક વાર જન્મદિવસ ની શુભેચ્છાઓ. સીતા માતા, લક્ષ્મણજી અને હનુમાનજી ને મારા પ્રણામ કેહજો.
લી. - યશપાલસિંહ જાડેજા

Tuesday, March 23, 2010

Poor Enter Key!

Why do we hit hard (unnecessarily) the Enter Key on the keyboard?

Monday, March 22, 2010

જોતો જ રહ્યો બસ હું તમને...

જોતો જ રહ્યો બસ હું તમને, નિર્દોષ તમન્ના જાગી ગઇ
મન પ્રેમનું ડામાડોળ થયું ને રૂપની ચર્ચા જાગી ગઇ

અરમાનોએ લીધી અંગડાઇ અને ઉંઘતી આશા જાગી ગઇ
સંભળાયો તમારો રણકો ત્યાં સંગીતની દુનિયા જાગી ગઇ

જોઇને તમારા તેવરને સંસાર ઉપર દિવસ ઉગ્યો
વિખરાઇ તમારી ઝુલ્ફો તો રજનીની મહત્તા જાગી ગઇ

ઊર્મીનાં ગુલાબો ખીલી ઉઠ્યાં, આવી ગઇ ખુશ્બુ જીવનમાં
સ્વપ્નું તો નથી જીવન મારું એવી મને શંકા જાગી ગઇ

જ્યાં આંખ અચાનક ઉઘડી ગઇ જોયું આતો સ્વપ્ન હતુ
પોઢી ગઇ જાગેલી આશા, જીવંત નિરાશા જાગી ગઇ.


//Source : http://gujaratigazal.wordpress.com/2010/03/21/joto-j-rahyo-bas-hu-tamne/

Sunday, March 21, 2010

The problem with "Bukaanis"

Never give smile to a girl wearing "bukaani" even though you are damn sure that you know that girl because all girls look alike when wearing a "bukaani". The probability of giving smile to some another girl is much higher. 

બુકાની પેહ્રેલી કોઈ પણ છોકરી ને સ્માઈલ નાં આપવી જોઈએ, ભલેને પછી તમે એ છોકરી ને ઓળખતા હોવ તો પણ, કારણ કે બધીજ છોકરીઓ બુકાની માં સરખીજ દેખાતી હોય છે. ખોટો નંબર લાગવાની સંભાવના ઘણીજ વધારે હોય છે.

Thursday, March 18, 2010

Temperature is rising day by day

It's still March and the weather has become so hot. It's around 40 degrees !!! Don't know how much it will be in April-May.
હજી તો માર્ચ મહિનો ચાલે છે અને આટલી બધી ગરમી થાય છે. આજનું તાપમાન ૪૦ ડીગ્રી ની આસપાસ હતું !!! ખબર નહિ, એપ્રિલ - મેં મહિનાઓ કેવી ગરમી હશે.

એ તો કેવી અજબ જેવી વાત છે!

નાની મારી આંખ, એ જોતી કાંક કાંક
……….. એ તો કેવી અજબ જેવી વાત છે!

નાક મારું નાનું એ સુંઘે ફૂલ મઝાનું
……….. એ તો કેવી અજબ જેવી વાત છે!

નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

નાના મારા હાથ, એ તાળી પાડે સાથ
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

પગ મારા નાના, એ ચાલે છાનામાના,
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

-  ઉપેન્દ્રાચાર્ય 

मेरे दिल के किसी कोने में एक मासूम सा बच्चा,
बड़ों की देखकर दुनिया बड़ा होने से डरता हे !
- राजेश रेड्डी 
દરેક પુરુષ ને સીતા જેવી પત્ની જોઈતી હોય છે અને દરેક સ્ત્રી ને રામ જેવા પતિ જોઈતા હોય છે, પણ એજ પુરુષ પોતે રામ જેવો થવા નથી માંગતો અને એજ સ્ત્રી સીતા જેવી થવા નથી માંગતી.

Friday, March 12, 2010

સદા આ જિંદગી માટે અમે મૃગજળ ઊછેર્યાં છે
અને આ આંખના આકાશમાં વાદળ ઉછેર્યાં છે
તમોને તો મુબારક હો વસંતી વાયરા મીઠા
અમે તો પ્રેમથી આ આંગણે બાવળ ઉછેર્યાં છે

- પ્રફુલ્લા વોરા


from http://layastaro.com/

જ્યારે વિધાતા એ ઘડી દીકરી

વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
                    કસબી હાથેથી એણે કરી કમાલ !
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
                    ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
                   અને મધરાતે માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી
                   અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર.

સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
                  તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
                  જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
                   વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
                   હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ.

- મકરન્દ દવે


(ખાંત=ઉત્સાહ, નખેતર=નક્ષત્ર,  હાસ=હાસ્ય,  હુલાસ=ઉલ્લાસ)


From http://layastaro.com/

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

- કિરણકુમાર ચૌહાણ

From http://layastaro.com/


Friday, March 5, 2010

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો - નાઝીર દેખૈયા

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે 'નાઝીર'
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

- નાઝીર દેખૈયા


//ભગવાન ને પ્રેમ થી ગાળો આપતી આ ગઝલ મેં મનહર ઉધાસ ના કંઠે જ્યારે પેહલી વાર સાંભળી'તી ત્યારે જ મને ગમી ગઈ'તી. 

Tuesday, March 2, 2010

Where's the joy of getting married if your parents won't smile on your
wedding day? @ChetanBhagat in his book "2 States - the story of my
marriage"

A Ghost and Genelia D'Souza - both in my dreams, simultaneously

Last night I had a dreadful dream. I cried when a ghost was going to eat me live. Even my uncle, sleeping in the same room waked up due to my crying. I cried only for a second or two, but ya, I heard my crying and I waked up. Uncle asked me what happened and I said, "Nothing. Saw a ghost in my dream."

The dream :

I was in a room, don't remember what I was doing, but most probably I was studying and talking with two other fellows in my room - One was Genelia D'Souza, and another was a boy, whom I don't know, nor do I know his name or remember his face. But ya, I know that one boy was there in the same room. So it was quite late in night and we 3 decided to close the main door of our room and sleep. So I went near the door to close it. Just a few meters outside the room where I was staying, there was a wall of height of around a 2 storey building. A lady, wearing a green sari was sitting in a small window in the wall. When I was going to close the door, I saw her. She too saw me and kept her eyes down, without saying a word to me. Even Genelia and the other boy saw her. As soon as I was going to close the door, the lady stretched her body like rubber as in the English movie Fantastic Four. Her legs were still resting on the window and her mouth became so wide and long that she could gulp me down live, while I was standing. For a moment I remembered the event of Ramayan where Hanumaanji had to go into the Rakhshasi's mouth. I thought as if I was Hanumanji and the lady was that Rakshasi who wanted to eat me. Her mouth wide open and of my height so that she can gulp me down whole, while I was standing still and watching all these. As soon as her mouth reached near me, almost a centimeter away, I started crying. At that time Genelia and the boy shouted and told me to take the name of Hanumanji. I did it and as soon as I recited God's name she took a U-turn and ran away, her body still being stretched. And then I closed the door and my sleep broke. And uncle asked me what happened.


ગઈ રાત્રે મને એક ભયાનક સપનું આવ્યું. સપનામાં હું રડી પડ્યો જ્યારે એક ભૂત મને ખાવા માટે આવ્યું. અંકલ રૂમમાજ સુતા હતા તો એ પણ જાગી ગયા મારો રડવાનો અવાજ સાંભળી ને. હું જોકે એક કે બે સેકંડ માટે જ રડ્યો તો, પણ હા, મારો રડવાનો અવાજ મેં પણ સાંભળ્યો તો અને હું જાગી ગયો. અંકલે પૂછ્યું, "શું થયું?" અને મેં કીધું, "કઈ નહિ, સપના માં મેં ભૂત જોયું."

સપનું :

હું એક રૂમ માં હતો, યાદ નથી શું કરતો'તો પણ કદાચ તો હું વાંચતો'તો અને રૂમ માં બીજા બે લોકો હતા - એક હતી જેનેલિયા ડી'સોઝા અને બીજો એક છોકરો હતો જેને હું ઓળખતો નો'તો અને મને એનો ચેહરો કે નામ પણ યાદ નથી. પણ હા, એટલું ખબર છે કે રૂમ માં એક છોકરો હતો. રાત ઘણી વીતી ગઈ'તી એટલે અમે ત્રણેય એ નક્કી કર્યું કે હવે સુઈ જઈએ. એટલે હું દરવાજા નજીક ગયો બંધ કરવાં માટે. રૂમ ના દરવાજા થી થોડે જ દૂર, એક મોટી, લાંબી, ઊંચી દીવાલ હતી. એમાં એક બારી જેવું હતું. એ બારી માં મેં એક લીલા રંગ ની સાદી પેહરેલી એક બાઈ ને જોઈ. એની ઉંમર લગભગ ૨૫ થી ૩૦ ની વચ્ચે હશે. મેં એને જોઈ. એને પણ મારી સામું જોયું અને પછી નજર  નીચે ઢાળી દીધી. આ બાઈ ને જેનેલિયા અને પેલા છોકરા એ પણ જોઈ. હું જેવો રૂમ નો દરવાજો બંધ કરવાં ગયો, તેવી જ એ બાઈએ પોતાનું શરીર રબ્બર ની જેમ લાંબુ કર્યું (જેમ પેલા અંગ્રેજી મૂવી "Fantastic Four" માં આવે છે એવું) અને એનું મોઢું મારી ઊચાઇ જેટલું લાંબુ અને એની અડધી લંબાઈ જેટલું પોહ્ળું કર્યું. મને એ વખતે રામાયણ તો પ્રસંગ યાદ આવી ગયો કે જેમ હનુમાનજી લંકા તરફ જાય છે ત્યારે દરિયા માં એક રાક્ષસી આવી જ રીતે મોઢું ફાડી ને એમને ખાવા માટે આવે છે. મને એવો ભાસ થયો કે જાણે હું જ એ વખતે હનુમાનજી છું અને પેલી રાક્ષસી મને ખાવા માટે આવી છે. જેવું એનું મોઢું મારા થી એકાદ સે.મી. દૂર પોહોચ્યું હશે, ત્યારે હું ડરી ગયો અને રડવા લાગ્યો. અને એજ વખતે જેનેલિયા અને પેલા છોકરાએ બૂમ પાડી ને મને કીધું કે જલ્દી હનુંમાજી નું નામ લે. અને જેવું મેં ભગવાન નું નામ લીધું, તેવું જ એ તરત પાછુ વળી ગયું. એનું શરીર હજી ખેચાયેલા રબ્બર જેવુજ હતું. અને મેં દરવાજો બંધ કરી દીધો અને હું જાગી ગયો. અને અંકલે મને પૂછ્યું કે શું થયું.મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...