Friday, March 5, 2010

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો - નાઝીર દેખૈયા

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે 'નાઝીર'
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

- નાઝીર દેખૈયા


//ભગવાન ને પ્રેમ થી ગાળો આપતી આ ગઝલ મેં મનહર ઉધાસ ના કંઠે જ્યારે પેહલી વાર સાંભળી'તી ત્યારે જ મને ગમી ગઈ'તી. 

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...