Posts

Showing posts from 2019

બાપ-દીકરી નો સંબંધ

ઑફિસમાં  જમવા  બેસીયે  ત્યારે  અમારી  બાજું  ના ટેબલ પર 4-5 છોકરીઓ બેસે છે. સાથે જમવા બેસે એટલે અમારે એમની સાથે વાટકી-વ્યવહાર ખરો (વાટકી વ્યવહાર કરતાં વાનગી-વ્યવહાર વધું— દાળ-ભાત-શાક-રોટલી તો બધા પાસે હોય એટલે વાનગી વ્યવહાર વધારે). એ 4-5 છોકરીઓમાં થી આજે જમતી વખતે એક ના પપ્પાનો ફોન આવ્યો. નેટવર્ક કવરેજ બરાબર ન હોવાથી એને પપ્પા સાથે બરાબર વાત ન થઇ. એટલે એ જમી-નજમી અને ઉતાવળ કરીને એની બહેનપણીઓ જમી લે એની રાહ જોયા વગર એ જતી રહી - એના વાહલાં પપ્પાને કૉલ કરવા. અને મને તરત વિચાર આવ્યો કે જલ્દી જલ્દી જમીને પપ્પાને કૉલ કરવા જતું રેહવું એ   એક દીકરી જ કરી શકે. બાકી અમને છોકરાઓને તો પપ્પાનો ફોન આવે એટલે બીક જ લાગતી હોય (જો કે મારે પપ્પા સાથે એવું નથી-આ તો એક જનરલ વાત છે પપ્પા અને દીકરા ના સંબંધોની :-) ) પેલી છોકરીની એના પપ્પા પ્રત્યેની આ નાની એવી કાળજીની વાત મને લાગણીસભર બનાવી ગઈ અને હવે તો હું પણ એક દીકરીનો પિતા થઇ ગયો છું એટલે મને તરત મારી દીકરી યાદ આવી ગઈ. હજું 2 દિવસ પહેલાંની જ વાત કરું તો રીવાંશી જમવા બેસે એટલે એને જ્યારથી ગાંધીનગર આવી છે ત્યારથી એ જમે ત્યાં સુધી હું એની સાથે જ હોઉ

જોત-જોતામાં જો ફરી પાછી સવાર થઇ ગઈ

આમ ને આમ રાત આજે ફરી ઢળી ગઈ, સુખ ની શોધમાં જિંદગી એક પાંદડું ખેરવતી ગઈ, મૃગજળ જેવી જિંદગીનો ટેસડો લઇ લો ઍ દોસ્તો ! બાકી જોત-જોતામાં જો ફરી પાછી સવાર થઇ ગઈ. - યશપાલસિંહ જાડેજા   ગઈકાલે ગાંધીનગરથી ભરૂચ આવતો હતો ત્યારે ઉપરની પંક્તિઓ લખી. મનમાં આ વિચાર 2-3 દિવસથી આવી રહ્યો હતો. અમુકવાર આપણે ખોટા ધમપછાડા કરીયે છીએ એમ લાગ્યું. બધાં સુખની શોધમાં પોતાની આજ દુઃખી બનાવી ફરતા હોય છે. અને આપણને એમ લાગે કે "આટલું કામ થઇ જાય એટલે સુખી / આ વસ્તું મળી જાય એટલે સુખી" પણ ખરેખર સુખ તો પોતે મૃગજળ જેવું છે. જીવનની ભાગદૌડમાં અને સુખની ઘેલછામાં "સવાર" ક્યારે પડી જશે એ ખબર પણ નહિ પડે. હમણાં જ વોટ્સએપ પર 2 પંક્તિઓ વાંચી : मुझे अंजाम मालूम है कहानी का क्या होना है, मगर फिर भी मुझे आखिर के पन्ने देखने होंगे। - फैज़

Not વિધાઉટ My ડૉટર

Image
    આજે ક્રોસવર્ડમાંથી આ પુસ્તક લીધા પછી એના પાના ફેરવતી વખતે મને અચાનક એક જૂની કવિતા યાદ આવી. જયંત પાઠક એ લખેલી "મારી દીકરી ક્યાં ?" આખરે ઉજાગરાનો અંત આવ્યો: લગન ઊકલી ગયાં. મા હવે ઘરની ચીજવસ્તુઓ ગણે છે સંભારી સંભારી મેળવે છે સંભાળી સંભાળી ગોઠ્વે છે: થાળી, વાડકા, ગ્લાસ, ડિશ- બધું બરાબર છે ક્યાંય કશુંય ખોવાયું નથી કશુંય ગયું નથી- પણ અચાનક કંઈક યાદ આવતાં એ ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે આંખોમાંથી ટપકું ટપકું થાય છે ખારો ખારો પ્રશ્ન : ‘મારી દીકરી ક્યાં ?’

મારા વહાલાં બાળકોને - ૨

ડીયર રુદ્રરાજ અને રીવાંશી, જન્મદિવસની ખુબ ખુબશુભેચ્છા અને માફી ચાહું છું કે આ પત્ર હું તમને તમારા બર્થડે પર ન લખી શક્યો. તમને આ દુનિયામાં આવ્યે એક વર્ષ થઇ ગયું એ હજી મને માન્યામાં આવતું નથી. અને સાથે એ પણ વિચાર આવે છે કે સમય કેટલો જલ્દી પસાર થઇ જાય છે. મને હજી એ બધી જ ક્ષણો યાદ છે જે તમારા જન્મ સમયે અને જન્મ પછી અનુભવેલી. એ દિવસો ખુબ જ અઘરા પણ હતાં અને તનાવભર્યા પણ. પણ હું આજે પણ તમારી એ હિમંત અને જિજીવિષાને દાદ આપું છું. જે રીતે તમે એ શરૂઆતના એક મહિનામાં ફાઈટ આપી છે એના માટે તમને સલામ. તમારા જન્મ પછી હું પણ થોડો પરિપક્વ થયો છું અને ખાસ તો બાળકોના ઉછેર માટે જે ધીરજ અંદ સહશીલતા જોઈએ એ હું મારામાં કેળવી રહ્યો છું. હવે આ બધી બોરિંગ ફિલોસોફીની વાતો છોડીને હું તમારી વાતો કરું. રીવાંશી : તું ખુબ જ સમજું છે, સાથે સાથે ખુબ જ એક્ટીવ. જ્યારથી બેસતાં શીખી છે ત્યારથી તું કંઈકને કંઈક કાર્ય કરતી જ હોય છે. અને હવે તો ભાંખડીએ ચાલતા શીખી છે એટલે અમારે ખુબ ધ્યાન રાખવું પડે છે.   તને walker  ના સહારે પણ ચાલતા આવડી ગયું છે. તને હવે અલગ અલગ પ્રાણીઓને ઓળખતાં આવી ગયું છે અને તું એમના ફોટો

મને નહિ ગમે

તારું કારણ વિના રૂઠી જવું, મને નહિ ગમે, ભલેને હો એ પછી નટખટ પ્રેમ, મને નહિ ગમે.  તું અડધે રસ્તે આવ, બાકીનો અડધો હું આવીશ, તારું સાવ આમ છેડે ઉભા રેહવું, મને નહિ ગમે.  સામે મળીશ તો ઝગડી લઈશું, ભેટી લઈશું, તારું આમ સામે આવી મોઢું ફેરવી લેવું, મને નહિ ગમે. એ જિંદગી! જરા મને પૉરૉ ખાઈ લેવા દે, બાર સાંધું ત્યાં તેર તૂટે, એ મને નહિ ગમે. - યશપાલસિંહ જાડેજા  તા. 25/03/2019