Showing posts with label My Poems. Show all posts
Showing posts with label My Poems. Show all posts

Sunday, May 19, 2019

જોત-જોતામાં જો ફરી પાછી સવાર થઇ ગઈ

આમ ને આમ રાત આજે ફરી ઢળી ગઈ,
સુખ ની શોધમાં જિંદગી એક પાંદડું ખેરવતી ગઈ,
મૃગજળ જેવી જિંદગીનો ટેસડો લઇ લો ઍ દોસ્તો !
બાકી જોત-જોતામાં જો ફરી પાછી સવાર થઇ ગઈ.

- યશપાલસિંહ જાડેજા  

ગઈકાલે ગાંધીનગરથી ભરૂચ આવતો હતો ત્યારે ઉપરની પંક્તિઓ લખી. મનમાં આ વિચાર 2-3 દિવસથી આવી રહ્યો હતો. અમુકવાર આપણે ખોટા ધમપછાડા કરીયે છીએ એમ લાગ્યું. બધાં સુખની શોધમાં પોતાની આજ દુઃખી બનાવી ફરતા હોય છે. અને આપણને એમ લાગે કે "આટલું કામ થઇ જાય એટલે સુખી / આ વસ્તું મળી જાય એટલે સુખી" પણ ખરેખર સુખ તો પોતે મૃગજળ જેવું છે. જીવનની ભાગદૌડમાં અને સુખની ઘેલછામાં "સવાર" ક્યારે પડી જશે એ ખબર પણ નહિ પડે.

હમણાં જ વોટ્સએપ પર 2 પંક્તિઓ વાંચી :

मुझे अंजाम मालूम है कहानी का क्या होना है,
मगर फिर भी मुझे आखिर के पन्ने देखने होंगे।

- फैज़

Monday, March 25, 2019

મને નહિ ગમે

તારું કારણ વિના રૂઠી જવું, મને નહિ ગમે,
ભલેને હો એ પછી નટખટ પ્રેમ, મને નહિ ગમે. 

તું અડધે રસ્તે આવ, બાકીનો અડધો હું આવીશ,
તારું સાવ આમ છેડે ઉભા રેહવું, મને નહિ ગમે. 

સામે મળીશ તો ઝગડી લઈશું, ભેટી લઈશું,
તારું આમ સામે આવી મોઢું ફેરવી લેવું, મને નહિ ગમે.

એ જિંદગી! જરા મને પૉરૉ ખાઈ લેવા દે,
બાર સાંધું ત્યાં તેર તૂટે, એ મને નહિ ગમે.

- યશપાલસિંહ જાડેજા 
તા. 25/03/2019 

Tuesday, October 17, 2017

એ દિવાળી ક્યાં ગઈ?

ગઈ કાલે રાતે ઉંઘ નો'તી આવતી, એટલે લાઈટ ચાલું કરી કઈક વાંચવા બેઠો. પણ પછી વાંચવાનું પડતું મૂકી, 2-3 દિવસ પહેલાં દિવાળી પર કવિતા લખવાનું વિચારેલું એ લખવા બેઠો.

મૌજ-મસ્તી ને ઉલ્લાસવાળી એ દિવાળી ક્યાં ગઈ?
જેની વર્ષભર રાહ જોવાતી, એ દિવાળી ક્યાં ગઈ?

અગિયારસથી પડતું વેકેશન, છે.....ક દેવ-દિવાળી સુધી ચાલતું, 
એ રજાઓની મજા વાળી એ દિવાળી ક્યાં ગઈ?

થેલો ભરીને ફટાકડા અને ડબ્બો ભરીને મીઠાઈ,
ધડાકા-ભડાકાની ઝાકમઝોળ અને કાજુ-કતરીની લિજ્જત વાળી એ દિવાળી ક્યાં ગઈ?

રૉકેટ ને બૉમ્બ, કોઠી ને ચક્કર, ને 
હવામાં તારામંડળથી પોતાનું નામ લખતાં, એ દિવાળી ક્યાં ગઈ?

મમ્મીનો પાલવ પકડી કકળાટ નાખવા જવું,
અને વળતા પાછું વળી ન જોવું એવું મમ્મી કહેતી, એ દિવાળી ક્યાં ગઈ?

વર્ષમાં એક વાર લેવાતા નવા કપડાં પહેરી,
હર્ષ સાથે હળતા-મળતા એ દિવાળી ક્યાં ગઈ?

વડીલોના આશીર્વાદ અને સાથે મળતાં સિક્કા,
એ સિક્કાનો ઢગલો કરી સાંજ પડે ગણતાં, એ દિવાળી ક્યાં ગઈ?

કોણ જાણે કેમ, આપણે બદલાયા કે દિવાળી બદલાય ગઈ,
અમાસના અંધકારને તેજોમય બનાવનારી એ દિવાળી ક્યાં ગઈ

- યશપાલસિંહ જાડેજા

Wednesday, September 20, 2017

ये चोंटे भी ना, गज़ब की होती हैं

2 ઓગસ્ટ, ૨૦૧૭ ના સવારમાં નાસ્તો કરતી વખતે મને આવેલ વિચાર. વિચાર હિન્દીમાં આવેલ એટલે હિન્દીમાં લખ્યો છે.

ये चोंटे भी ना, गज़ब की होती हैं. बचपन की हो, तो बड़े हो कर हँसा जाती हैं और बड़प्पन की हो तो ज़िन्दगी भर रुला जाती हैं. 

- यशपालसिंह जडेजा

Friday, September 15, 2017

તું ફરી પાછો આવ્યો, એ મને ગમ્યું

ઘણાં દિવસો પછી આજે ફરી વરસાદ વરસ્યો અને મને તરત નીચેની પંક્તિઓ સ્ફૂરી.

તું ફરી પાછો આવ્યો, એ મને ગમ્યું.
મનમુકીને વરસ્યો, એ મને ગમ્યું.

રેઈનકોટ અને છત્રી અભેરાઈ પર મુક્યા પછી,
આજે તું મને પલાળી ગયો, એ મને ગમ્યું.

વાદળોય ગરજ્યા અને મોરલાય ટહુક્યા,
પણ આજ તું ધરતી ઠારી ગયો, એ મને ગમ્યું.

હે ઈશ્વર! ક્યાંક કોઈની દુઆ સાંભળી,
તું આજ પીગળી ગયો, એ મને ગમ્યું.

તું ફરી પાછો આવ્યો! એ મને ગમ્યું.
ગાજવીજ સાથે આવ્યો, એ મને ગમ્યું.

- યશપાલસિંહ જાડેજા

Wednesday, December 7, 2016

અંતે પ્રેમ મારોય છે, તમારોય છે.

ગઈ કાલે રાત્રે ઊંઘ નો'તી આવતી. એમ તો ૨-૩ દિવસથી તબિયત નરમ-ગરમ હતી એટલે વધારે ઊંઘ ખરાબ થઇ. સ્હેજ તાવ પણ હતો.

તાવ આવ એટલે મારું મગજ ખુબ વિચાર્યા કરે. એવાજ કંઈક વિચારોમાં ખોવાયેલો હતો અને બાજુંમાં સુતેલી કિરણને આરામથી આરોળતાં જોઈ અને મને નીચેની પંક્તિઓ લખવાની પ્રેરણા મળી.

એમ શાને એકલા આળોટો છો?
આ બિસ્તર મારોય છે, તમારોય છે.

એમ શાને એકલા રડો છો?
હવે આ ગમ મારુંય છે,તમારુંય છે.

નથી રહી મંઝિલ મારા એકલાની,
એમાં પરિશ્રમ મારોય છે, તમારોય છે.

મુશ્કિલ જરૂર છે આ જીવન,
પણ એમાં સાથ મારોય છે, તમારોય છે.

કોઈ વાર રાહ તમે જોજો, કોઈ વાર હું જોઇશ,
આ ઇંતેજાર મારોય છે, તમારોય છે.

ખટપટ, ખટરાગ અને રીસામણા-મનામણા,
અંતે પ્રેમ મારોય છે, તમારોય છે.

- યશપાલસિંહ જાડેજા

Sunday, July 31, 2016

હાથેથી લખવું

વર્ષો પહેલાં જયારે સ્કુલ-કૉલેજમાં હતો ત્યારે હોમવર્ક કરવાનો ભારે કંટાળો આવતો. ખાસ તો એટલા માટે કે હોમવર્ક લખીને કરવું પડતું.

પણ હવે એ દિવસો યાદ આવે છે.

હવે હાથેથી લખવાનું નહિવત થયું છે. પણ હજું મારા હાથ ઘણીવાર લખવા માટે તલપાપડ થાય છે અને મને એ જુના દિવસો યાદ આવે છે.

કોમ્પ્યુટર્સ આવી જતા બધું લખવાનું કોમ્પ્યુટરના કીબોર્ડ પર જ થતું હોવાથી હાથેથી લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે.

હમણાં થોડા દિવસો પહેલાં કમ્પનીમાં ટ્રેનિંગ હતી. ટ્રેનિંગને અંતે અમારે એક લેખિત પરીક્ષા આપવાની હતી. ઘણા વર્ષો પછી આ રીતે પરીક્ષા આપી. લખવું ઘણું હતું, પણ અફસોસ, પ્રેક્ટિસ ન હોવાથી વારે ઘડીયે હાથ દુઃખી જતો હતો. અને ઘણી વાર એવું પણ બન્યું કે મગજના વિચારો અને હાથ ના લખાણ વચ્ચે જે સિન્ક્રોનાઇઝેશન હોવું જોઈએ એમાં હાથ પાછળ રહી જતો હતો.

સ્કૂલ-કોલેજના હોમવર્કને બાદ કરતાં મને પેનથી પેપર પર લખવાનું ગમતું. મને મજા આવતી મારા વિચારોને પેપર પાર ઉતારવાની. મારી ઘણી બધી કવિતાઓ અને જૂની બ્લોગ પોસ્ટ્સ મેં હાથ વડે લખીને પછી જ કોમ્પ્યુટર પર ઉતારી છે. પણ હવે બહુ ઓછું લખાય છે.

પેન-પેપર થી લખવાનો બીજો ખાસ ફાયદો એ થાય છે કે તમે ઓછા ડિસ્ટર્બ થાવ છો અને તમારા મગજમાં ચાલતા વિચારો તમે જલ્દી કાગળ પર ઉતારી શકો છો.

હવે નક્કી કર્યું છે કે દિવસમાં એકાદ પાનું તો હાથેથી લખવું.

Wednesday, January 6, 2016

आप कुछ वक्त और रुक जाते पापा

પઠાણકોટ એયર-બેઇઝ પર થયેલા આતંકવાદી હમલામાં શહીદ થયેલા આપણા જવાનોને સલામ અને ભગવાન એમના પરીવાર જનોને શક્તિ આપે એવી પ્રાર્થના. પઠાણકોટમાં શહીદ થયેલા જવાનોમાં એન.એસ.જી ના કમાન્ડો શ્રી. નિરંજન કુમાર પણ છે. એમની નાની ૧૮ મહિનાની દીકરીનો ફોટો જોઇને મારું હૃદય દ્રવી ઉઠ્યું. અને નીચે લખેલી કવિતામાં મેં એ નાની ઢીંગલીની લાગણીઓ દર્શાવવાની કોશિશ કરી છે.

आप कुछ वक्त और रुक जाते पापा,
तो आखरी बार गले लग जाती पापा.

अभी तो मैंने सिर्फ चलना शुरू किया था,
आपकी ऊँगली पकड़ कर मुझे दौड़ना था पापा.

शाम होते ही आपकी याद आती हे,
कंधो पे बिठाकर घुमाने कौन ले जाएगा पापा ?

माँ की आखे रो-रो के हारी,
आप होते तो संभाल लेते न पापा ?

मेरी सारी जिद्द आप पूरी करते थे,
अब मेरी ख्वाहिशें कौन पूरी करेगा पापा ?

आपकी गुडिया को यु न छोड़ जाते बेसहारा,
आप कुछ वक्त और रुक जाते पापा.

- यशपालसिंह जाडेजा

Tuesday, May 13, 2014

કૉપી બિલાડીઓ થી સાવધાન

હમણાં જ હું મારી લખેલી અમુક કવિતાઓ અને બ્લોગ પોસ્ટ્સ (જે મેં આ બ્લોગ પર મુકેલી) ને ગૂગલમાં સર્ચ કરતો હતો - જે થી ખબર પડે કે કૉપી-બિલાડીઓ/બિલાડાઓ "copycats" કોણ કોણ છે. અને મેં જોયું કે મારી લખેલી ઘણી પોસ્ટ્સ અને ખાસ તો કવિતાઓ કોઈ પણ જાતના reference આપ્યા વગર કૉપી થઇ છે.

મેં લખેલી કવિતાઓ સૌથી વધુ કૉપી થયેલ છે. અમુક જાણીતી વેબસાઈટ્સ/બ્લોગ્સ એ પણ કોઈ પણ જાત ની તપાસ કર્યા વગર કે ક્રેડીટ આપ્યા વગર મારી કવિતાઓ કૉપી કરી છે. એ સાઈટ્સનું નામ નથી આપતો અને આ વાત ને પોઝીટીવલી લઈને હું મારી જાતને બિરદાવું છું કે મારા જેવા મોબાઈલ કવિ (કારણ કે હું મારી ઘણી ખરી કવિતાઓ સ્ફુરે ત્યારે મોબાઈલમાં જ લખું છું) ને લોકો નો આટલો પ્રેમ મળ્યો.

પણ જે લોકો નિયમિત પણે કવિતા કે વાર્તા જેવું કંઈક creative લખે છે, એમને આવી કૉપી બિલાડીઓ થી ચેતવું જોઈએ. બાકી એ દિવસ દૂર નથી કે જ્યારે તમારી જ કવિતા કે વાર્તા કે પછી for that matter, anything of your own, લોકો તમને જ સંભળાવી જાય.

આવી સાહિત્યિક ચોરી માટે અંગ્રેજીમાં એક સરસ શબ્દ છે : Plagiarism

P.S. : આ Plagiarism ની પોસ્ટ પણ કૉપી થાય તો નવાઈ નહિ ;-)

Monday, January 20, 2014

ऐ हमसफ़र अब कुछ इस कदर थाम ले हाथ मेरा

बोहोत लोग आये इस ज़िन्दगी में,
कुछ को हमने छोड़ा कुछ हमें छोड़कर चल दिए,
ऐ हमसफ़र अब कुछ इस कदर थाम ले हाथ मेरा,
चाह कर भी खुदा हमें जुदा न कर सके जीवनभर के लिए।

- यशपालसिंह जडेजा
(Written on 19/01/2014 12:10am)

Sunday, December 1, 2013

માણસને તો પોતાના અપલક્ષણ નડે છે.

ન તો રાહુ નડે છે, ન તો શનિ નડે છે. માણસને તો પોતાના અપલક્ષણ નડે છે.
- યશપાલસિંહ જાડેજા

Saturday, June 16, 2012

किसी और के साथ

Wrote some lines last night.

बोहोत से सपने सजा रखे थे उनके साथ,
ज़िन्दगी का हर लम्हा बिताना चाहते थे उनके साथ,
वो बस भूल ने का वादा दे कर चल दिए,
क्योकि उनको बितानी थी ज़िन्दगी किसी और के साथ.

- यशपालसिंह जडेजा

Monday, December 26, 2011

એટલા આંસુ નાં આપો કે ફરી કોઈ દિવસ રડી ના શકું

નીચે ની ચાર પંક્તિઓ મેં ૧૮ ડિસેમ્બર ૨૦૧૦ ના રોજ બપોરના ૧ વાગે અને ૩૦ મીનીટે લખેલી.

એટલું દર્દ નાં આપો કે સહન નાં કરી શકું,
એટલું રિસાય ના જાવ કે ફરી મનાવી ના શકું,
એટલી દુશ્મની ના રાખો કે નવા મિત્રો બનાવી ના શકું,
એટલા આંસુ નાં આપો કે ફરી કોઈ દિવસ રડી ના શકું. 

- યશપાલસિંહ જાડેજા

Sunday, August 14, 2011

હે ઈશ્વર મારી એક ઈચ્છા પૂરી કરી દે...

કાલે રાતે ૨ વાગ્યા સુધી ઊંઘ નો'તી આવતી તો વિચાર્યું કવિતા લખું. તો નીચે ની કવિતા લખી. 

કઈ કેટલાયે અરમાનો સાથે માનવી સંબંધો બાંધે છે,
અને સ્વાર્થ પૂરો થતા એજ સંબંધો તોડે છે,
હે ઈશ્વર મારી એક ઈચ્છા પૂરી કરી દે,
એવા સંબંધ માં મને નાં જોડીશ જે વાસ્તવિકતા મારે તોડવાનો છે.

કઈ કેટલીયે ઈચ્છાઓ લઈને માનવી ઈશ્વર પાસે ભીખ માંગે છે,
અને એ ઈશ્વર બહેરો થઈને બધું જોયા કરે છે,
હે ઈશ્વર મારી એક ઈચ્છા પૂરી કરી દે,
એવી ઈચ્છા માટે પ્રાર્થના ના કરાવતો જેને તું નકારવાનો છે.

કઈ કેટલાયે સપનાઓ માનવી સેવે છે,
અને એ નિષ્ઠુર ઉપરવાળો પલકભરમાં એને તોડે છે,
હે ઈશ્વર મારી એક ઈચ્છા પૂરી કરી દે,
એવા સપનાઓ ના બતાવીશ જે હકીકત માં તું તોડવાનો છે.

- યશપાલસિંહ જાડેજા

Friday, April 8, 2011

दोस्त

Wrote the below lines while I was preparing for my 1st exam of M.Tech - 1st paper (Advance Topics in Networks) on 17th Jan 2011. Wrote this on the evening of 16th.

आपके जैसा दोस्त और कहा मिलेगा ?
कड़ी धुप में बने छाव एसा यार कहा मिलेगा ?
जो कर दे जीना आसान इस कठिन ज़िन्दगी में,
बेगाने इस संसार में एसा साथी कहा मिलेगा ?

- यशपालसिंह जडेजा

Monday, January 10, 2011

મારું વસિયતનામું

સુરેશ જોષી ની કવિતા "કવિ નું વસિયતનામું" પરથી મેં આ મારું વસિયતનામું બનાવ્યું હતું. મેં મારા engineering ના દિવસો માં આ કવિતા લખેલી.

મારું વસિયતનામું.

કાલે જો મને મોંત આવે તો –
હે મોંત, બે ઘડી ઉભું રેહ્જે,
મારે મારું વસિયતનામું લખવાનું બાકી છે.

-------- મારું વસિયતનામું---------

કાલે જો સુરજ નીકળે તો કેહજો કે –
ઉગતા સુરજ ની સુંદરતા કરતા,
મારી ઢીંગલી વધુ સુંદર છે.

કાલે જો ચાંદ આવે તો કેહજો કે –
એની પ્રેમિકા ચાંદની કરતા,
મારી ઢીંગલી વધુ સુંદર છે.

કાલે જો પવન લેહેરાય તો કેહજો કે –
મારે પવન બનીને,
મારી ઢીંગલી ને ચૂમવાનું હજી બાકી છે.

કાલે જો ફૂલ એની ખુશ્બુ પર ગર્વ કરે
તો કેહજો કે –
મારી ઢીંગલી ના ભીના કેશ ની ખુશ્બુ એના કરતા વધારે સારી છે.

કાલે જો ઢીંગલી ને કોઈ દુઃખ આવે તો કેહજો કે –
એના માટે ભગવાન સાથે લડવાનું
મારે હજું બાકી છે.

કાલે જો એ રડે તો કેહજો કે –
એના આંખ માં આંસુ ને સૂકવવાનું
મારે હજું બાકી છે.

કાલે જો એનો મેસેજ આવે તો કેહજો કે –
મારે એના મેસેજ ને રીપ્લાય આપવાનું હજું બાકી છે.

કાલે જો એ મારા પર ગુસ્સે થાય તો કેહજો કે –
મારે મારી ઢીંગલી ને મનાવવાનું હજું બાકી છે.

કાલે જો એ મારા પર ગુસ્સે થાય તો કેહજો કે –
મારે મારી ઢીંગલી ને મનાવવા નું હજું બાકી છે.

કાલે જો એ મને યાદ કરે તો કેહજો કે –
એની યાદ માં ને યાદ માં એના ભોલુ ની
આંખો મીચાવવાનું હજી બાકી છે.

કાલે જો એ તરસ્યા હોઠ લઈને આવે તો કેહજો કે –
એના તરસ્યા થયેલા હોઠ ને ભીના કરવાનું હજી બાકી છે.

કાલે જો એ મને યાદ કરીને રડે તો કેહજો કે –
એની સાથે આવતા જનમમાં સાત ફેરા ફરવાનું વચન આપવાનું હજી બાકી છે.

કાલે જો એ મને મળવા ઘરે આવે તો કેહજો કે –
મારે હજું એને પ્રેમ થી ભેટવાનું હજું બાકી છે.

અને છેલ્લે –
કાલે જો મને મોંત આવે તો –
હે મોંત, બે ઘડી ઉભું રેહ્જે –
મારે મારી ઢીંગલી ને આવજો કેહેવાનું હજી બાકી છે.


- યશપાલસિંહ જાડેજા

Saturday, January 1, 2011

એક પરી પૂછે છે મને સવાલ અનેક...

આ કવિતા મેં ૫-૭ દિવસ પેહલા લખી. પણ પછી submission નું કામ-કાજ આવી જવાથી વધારે આગળ લંબાવી ના શક્યો અને હવે એને લંબાવવાની ઈચ્છા નથી થતી. 

એક પરી પૂછે છે મને સવાલ અનેક,
કરો છો પ્રેમ મને આટલો બધો કેમ ?
નથી મારી પાસે જવાબ એના સવાલ નો,
પણ એની ના છતાં કરું છું હું એને પ્રેમ.

પૂછે છે મારા માં એવું તો શું જોયું ?
કે કરો છો પ્રેમ મને આટલો બધો કેમ ?
કહું છું જેમ દિલ ને થયો ધડકન થી પ્રેમ,
અને મારા પ્રેમ વિશે મનમાં ના રાખતા કોઈ વ્હેમ.

- યશપાલસિંહ જાડેજા

Sunday, November 21, 2010

आपका यूँ हमसे मिलना सिर्फ इत्तेफाक नहीं

Wrote this on 16th November 2010.
मैंने आपसे मोहाब्बत की हे कोई गुनाह नहीं,
आपको समझनेकी कोशिश की हे लेकिन समझा नहीं,
प्यार करनेकी जुर्रत की हे पर कामियाब नहीं,
लबों पे आई हुई बात सिर्फ आवाज़ नहीं,
मेरे दिल से निकली इबादत सिर्फ दुआ नहीं,
और आपका यूँ हमसे मिलना सिर्फ इत्तेफाक नहीं.

- यशपालसिंह जडेजा

Wednesday, November 10, 2010

એ નશીલી આંખો નો જામ પી લેવા દો...

એ નશીલી આંખો નો જામ પી લેવા દો,
એ ઝુલ્ફો ની છાંય માં ચાલી લેવા દો,
પ્રેમ માં ડૂબવાની મજા કૈક ઓંર છે,
એ ગાલો ના ખાડા માં ડૂબી જવા દો.

સુરીલા એ કંઠ ને સાંભળી લેવા દો,
નજર નીચી રાખી એને શરમાય લેવા દો,
ઢળી જાય આંખો, હટી જાય આંખો, એ પેહલા,
નજર થી નજર મેળવી લેવા દો.

ગુલાબી એ હોઠ ને ચૂમી લેવા દો,
કાનમાં પ્રેમ કાવ્યો ગણ-ગણી લેવા દો,
કાલે મારું શરીર રહે ના રહે,
હિંચકે ઝૂલતી એક અપ્સરા ને આજે જોઈ લેવા દો.

- યશપાલસિંહ જાડેજા

Thursday, November 4, 2010

મોંત નું કફન શું કામ ઓઢાડો છો ?

Just wrote the below lines.

દિલ મારું ચોરી કરી બેદરકારી નો આરોપ શું કામ લગાવો છો ?
લૂટી ગયા સર્વસ્વ અને પછી ગરીબી નું ખિતાબ શું કામ પેહ્રાવો છો ?
ઘાયલ તો કર્યો તમે મને પ્રેમ માં પણ,
જીવું છું કે મરી ગયો એ તપાસ્યા વિના મોંત નું કફન શું કામ ઓઢાડો છો ?

- યશપાલસિંહ જાડેજા

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...