Showing posts with label વરસાદ. Show all posts
Showing posts with label વરસાદ. Show all posts

Friday, July 3, 2020

નવાજુની - 12


  • કોરોનાનો કેર ધીરે ધીરે હવે બેંગ્લોરમાં પણ વધી રહ્યો છે. શરૂઆત ખુબ જ સારી રહી હતી - ત્યાં સુધી કે બીજા મોટા શહેરો કરતાં અહિયાં દૈનિક આંક ઘણો જ ઓછો હતો. પણ હવે જ્યારથી આ lockdown પૂરું થયું અને unlock 1 ચાલું થયું ત્યારથી તો માઝા મૂકી છે.
  • વરસાદ દર ૧-૨ દિવસી પડી જાય છે અને ઠંડક સારી રહે છે. 
  • પુસ્તકો વાંચવાનું મંથર ગતિએ ચાલે છે - પેલી કૃષ્ણાયન હજી અધુરી છે
  • અકૂપાર વાંચ્યા પછી ધ્રુવ ભટ્ટની 'ન ઇતિ' મંગાવવામાં આવી છે જે આજ-કાલ માં આવી જશે. 
  • રીવાંશીને હવે ઘરમાં રહેવાનું અને રમવાનું ફાવી ગયું લાગે છે - બાકી મને બીક હતી કે આટલો બધો વખત એ કઈ રીતે ઘરમાં રહેશે. કિરણનો પણ આભાર માનવો જોઈએ કે એણે રીવાંશીને 'બિઝી' રાખી.
  • આ વર્ષે એને પ્લે સ્કૂમાં મુકવાનો વિચાર હતો પણ હવે આ કોરોનાને કારને એ વિચાર પડતો મુકવામાં આવ્યો છે. 
  • બાકી તો નવું ટેકનીકલ શીખવાની અને ખાસ તો જુનું ભૂલી ન જવાય એના માટે એને ફરી પાછું "રીવાયઝ" કરવાનું ચાલે છે. 
  • અને હા, કોઈ પણ જાતની શારીરિક કસરત નથી થતી કે ખુબ જ ખરાબ કહેવાય. વજન વધ્યું છે. 

Friday, September 15, 2017

તું ફરી પાછો આવ્યો, એ મને ગમ્યું

ઘણાં દિવસો પછી આજે ફરી વરસાદ વરસ્યો અને મને તરત નીચેની પંક્તિઓ સ્ફૂરી.

તું ફરી પાછો આવ્યો, એ મને ગમ્યું.
મનમુકીને વરસ્યો, એ મને ગમ્યું.

રેઈનકોટ અને છત્રી અભેરાઈ પર મુક્યા પછી,
આજે તું મને પલાળી ગયો, એ મને ગમ્યું.

વાદળોય ગરજ્યા અને મોરલાય ટહુક્યા,
પણ આજ તું ધરતી ઠારી ગયો, એ મને ગમ્યું.

હે ઈશ્વર! ક્યાંક કોઈની દુઆ સાંભળી,
તું આજ પીગળી ગયો, એ મને ગમ્યું.

તું ફરી પાછો આવ્યો! એ મને ગમ્યું.
ગાજવીજ સાથે આવ્યો, એ મને ગમ્યું.

- યશપાલસિંહ જાડેજા

Friday, May 20, 2016

ઉનાળાએ ભારે કરી

આ વર્ષે ઉનાળો ખુબ જ આગ ઝરતો રહ્યો. તાપમાન 49 ડીગ્રી સે. સુધી પહોચ્યું અને હજુ આવનારા દિવસોમાં 50 વાતે તો નવાઈ નહિ. નસીબજોગે ઓફિસમાં એ.સી. છે એટલે બપોરનો સમય આરામપૂર્વક નીકળી જાય છે પણ રાત્રે સુતી વખતે ખુબ જ ગરમી લાગે છે.
ગરમી થી બચવા ગઈ કાલે વોટર કૂલર લઇ આવ્યો.

આશા રાખીએ આ વખતે વરસાદ વહેલો આવે અને પુષ્કળ આવે.

Monday, May 2, 2016

અમદાવાદ ઐર શો અને પુસ્તક મેળો

ગઈ કાલે અમે અમદાવાદની મુલાકાત લીધી. ઐર શો જોયો અને પછી પુસ્તક મેળામાં પણ ગયા. મજા આવી.

અમદાબાદ પહોચ્યાં બપોરના 2 વાગે. પહેલા રાણીપમાં આવેલ નેશનલ હેન્ડલૂમની મુલાકાત લીધી. ત્યાંથી પછી અમે પેપરમાં વાંચ્યા મુજબ ઐર શો નો ટાઈમ 4 વાગ્યાનો હતો એટલે 3:45 એ સાબરમતી રીવરફ્રન્ટ પોહોચ્યા. ત્યાં જઈને ખબર પડી કે ઐર શો નો ટાઈમતો 5:30 નો છે. ગરમી એટલી હતી કે સાબરમતી રીવરફ્રન્ટ પર 5:30 સુધી બેસાય તેમ નો'તું. એટલે આશ્રમ રોડ પર આવેલ મેક-ડોનાલ્ડસ માં ગયા અને આરામ થી બેઠા.

શોના ટાઈમ પેહલા પહોચ્યા ને શો જોયો. મજા આવી.

પછી મને ગમતા પુસ્તક મેળામાં ગયા. ત્યાં બધા હોલ એ.સી. હોવાથી ઘણી રાહત થઇ. રાજા હોવાને કારણે ઘણી ભીડ હતી એટલે અમે બધા સ્ટોલ ફક્ત ઉપરછલ્લા જોયા અને નક્કી કર્યું કે સમય લઈને 7 તારીખ સુધીમાં આવશું.

જય વસાવડાના લેક્ચર્સ ની એક ડી.વી.ડી. લીધી - "વાંચન દ્વારા વિકાસ". પણ લેપટોપમાં ડી.વી.ડી. પ્લેયર ન હોવાથી સંભાળવા માટે થોડી રાહ જોવી પડશે.

એકંદરે ખુબ સારો દિવસ રહ્યો.

આજ સવારથી થોડું વાદળછાયું વાતાવરણ હતું અને સાંજે હું કમ્પની પરથી ઘરે આવવા નીકળ્યો ત્યારે જ વરસાદ પડ્યો અને ઘરે પોહોચ્યો એટલે બંધ થઇ ગયો. :-(

Thursday, January 1, 2015

હેપ્પી ન્યુ યર

મારા વાહલાં બ્લોગ વાચકોને હેપ્પી ન્યુ યર. આજે નવા વર્ષની ખુબ જ સુંદર શરુઆત થઇ છે. સવારે થોડા વહેલાં ઉઠીને કસરત કરી. જલ્દી થાક પણ લાગી ગયો. પણ સરવાળે મજા આવી. સાંજે કૉલેજ પરથી આવ્યા બાદ હું અને કિરણ સેક્ટર 1 માં આવેલા ગાયત્રી મંદિર ગયા અને ત્યાંના શાંત, પવિત્ર વાતાવરણનો આનંદ માણ્યો. એ પછી બાજુ માં આવેલા મહાદેવના મંદિરે ગયા અને ત્યાં આરતી ચાલુ થઇ. ઘણાં દિવસે કોઈ મંદિરમાં આરતીમાં હાજરી આપી. સારું લાગ્યું.

મંદિરેથી પાછાં આવતા વરસાદના થોડા છાંટા પડ્યા. વાતાવરણ વધારે ઠંડુ થયું.

એકંદરે ખુબજ સારી શરૂઆત થઇ નવા વર્ષની. આશા રાખું છું કે દરેક દિવસ વધુને વધુ બહેતર થાય.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...