મને નહિ ગમે
તારું કારણ વિના રૂઠી જવું, મને નહિ ગમે, ભલેને હો એ પછી નટખટ પ્રેમ, મને નહિ ગમે. તું અડધે રસ્તે આવ, બાકીનો અડધો હું આવીશ, તારું સાવ આમ છેડે ઉભા રેહવું, મને નહિ ગમે. સામે મળીશ તો ઝગડી લઈશું, ભેટી લઈશું, તારું આમ સામે આવી મોઢું ફેરવી લેવું, મને નહિ ગમે. એ જિંદગી! જરા મને પૉરૉ ખાઈ લેવા દે, બાર સાંધું ત્યાં તેર તૂટે, એ મને નહિ ગમે. - યશપાલસિંહ જાડેજા તા. 25/03/2019