મારા વહાલાં બાળકોને - ૪
ડીયર રુદ્રરાજ અને રીવાંશી, બીલેટેડ હેપ્પી બર્થડે! જોતજોતામાં તમે બંને ૩ વર્ષના થઇ ગયા! કોરોના વાયરસે જે કાળોકેર વર્તાવ્યો છે એ જોતા આ વર્ષે પણ તમારો જન્મદિવસ અલગ અલગ જગ્યાએ ઉજવવો પડશે. જો કે વચ્ચે દિવાળીમાં તમે બંને એ થોડો સમય સાથે વિતાવ્યો. ચાલો તો હવે તમારી વાતો કરીએ. રુદ્રરાજ : હવે તું ઘણો એક્ટીવ થઇ ગયો છે અને ઘરે બધાંને ઘણી દોડાદોડી કરાવે છે. તને હવે ટેબલ કે બેડ પકડીને ઉભા થતાં પણ આવડી ગયું છે. તને ઘૂંટણીએ ચાલતા આવડી ગયું છે જેમાં ઘરે બધાને ખુબ ધ્યાન રાખવું પડે તારું. તને ટી.વી જોવું ગમે છે અને તે જોવામાં તું તલ્લીન થઇ જાય છે. તને એ.સી. વગર ચાલતું નથી. ગરમીમાં રાતે તું સુતો નથી. તારા માટે તરત એ.સી ફિટ કરાવવું પડ્યું કારણકે જી.એન.એફ.સી ટાઉનશીપ જાન્યુઆરીમાં છોડ્યા પછી ગીતાકુન્જમાં તરત એ.સી. નોતું બેસાડ્યું અને ગરમી વધતા તે રાતે જાગવાનું અને જગાડવાનું ચાલું કર્યું'તું. ફોન પર વિડીયો કૉલ પર તને રીવાંશી અને ઉદિતરાજને જોવા ગમે છે અને એમને જોઇને તું સ્માઈલ આપે છે. રીવાંશી : તને હવે ઘણું બધું બોલતા આવડી ગયું છે એટલે આખો દિવસ તારી કાલીઘેલી વાતો સાંભળ્યા સિવાય અમારી પાસે છૂટકો નથ