મારા વહાલાં બાળકોને - ૪
ડીયર રુદ્રરાજ અને રીવાંશી,
બીલેટેડ હેપ્પી બર્થડે!
જોતજોતામાં તમે બંને ૩ વર્ષના થઇ ગયા!
કોરોના વાયરસે જે કાળોકેર વર્તાવ્યો છે એ જોતા આ વર્ષે પણ તમારો જન્મદિવસ અલગ અલગ જગ્યાએ ઉજવવો પડશે. જો કે વચ્ચે દિવાળીમાં તમે બંને એ થોડો સમય સાથે વિતાવ્યો.
ચાલો તો હવે તમારી વાતો કરીએ.
રુદ્રરાજ :
- હવે તું ઘણો એક્ટીવ થઇ ગયો છે અને ઘરે બધાંને ઘણી દોડાદોડી કરાવે છે. તને હવે ટેબલ કે બેડ પકડીને ઉભા થતાં પણ આવડી ગયું છે.
- તને ઘૂંટણીએ ચાલતા આવડી ગયું છે જેમાં ઘરે બધાને ખુબ ધ્યાન રાખવું પડે તારું.
- તને ટી.વી જોવું ગમે છે અને તે જોવામાં તું તલ્લીન થઇ જાય છે.
- તને એ.સી. વગર ચાલતું નથી. ગરમીમાં રાતે તું સુતો નથી. તારા માટે તરત એ.સી ફિટ કરાવવું પડ્યું કારણકે જી.એન.એફ.સી ટાઉનશીપ જાન્યુઆરીમાં છોડ્યા પછી ગીતાકુન્જમાં તરત એ.સી. નોતું બેસાડ્યું અને ગરમી વધતા તે રાતે જાગવાનું અને જગાડવાનું ચાલું કર્યું'તું.
- ફોન પર વિડીયો કૉલ પર તને રીવાંશી અને ઉદિતરાજને જોવા ગમે છે અને એમને જોઇને તું સ્માઈલ આપે છે.
રીવાંશી :
- તને હવે ઘણું બધું બોલતા આવડી ગયું છે એટલે આખો દિવસ તારી કાલીઘેલી વાતો સાંભળ્યા સિવાય અમારી પાસે છૂટકો નથી.
- ઉપરાંત હવે તને થોડું હિન્દી પણ આવડી ગયું છે (થેન્ક્સ તો સામે રહેતા પરિવારને - એમના દીકરા શીવીન સાથે રમીને તને ઘણું હિન્દી આવડ્યું) એટલે તું અમુક વાર અમારી સાથે હિન્દીમાં પણ વાત કરે છે.
- અમને ઘણીવાર એવું લાગે છે કે તું મોટી થઈને સ્પોર્ટ્સમાં આગળ વધીશ કારણકે તને દોડાદોડી કરવી, ફૂટબાલ રમવું, જમ્પિંગ કરવું, ફાયટ કરવું બહું જ ગમે છે અને ગજબની શક્તિ છે તારામાં (કે પછી અમારી નબળાઈ ?)
- ઓનલાઈન ક્લાસ પણ તારા શરું કર્યા છે. જેમાં તું કોઈ વાર સરખું ધ્યાન આપીને મેડમ સાથે વાતો કરે છે અને બાકીનો ટાઈમ રમત કરવામાં. તે છતાં તું ઘણું શીખી છે એનો મને સંતોષ છે.
- તને હજી અડધો 'સ' બોલતા નથી આવડતો. એટલે તું smell ને 'મેલ', story ને 'ટોરી' અને small ને 'મોલ' કહે છે.
- તને હજી ફોન પર કોઈની સાથે વાતો કરવી નથી ગમતી અને જો વિડીઓ કૉલ આવે તો તને હવે કટ કરતાં પણ આવડી ગયું છે એટલે તરત તું ફોન કટ કરી નાખે છે.
- ફરી પાછું કોરોનાએ માથું ઉચક્યું છે એટલે ફરી તને અગાસી પર રમવા લઇ જવા સિવાય અમારી પાસે કોઈ ઓપ્શન નથી.
- તારા બર્થડે અગાઉ તને સાયકલ ગીફ્ટમાં આપી. બર્થડે પર જ આપવાની હતી પણ તારી જૂની સાયકલ તું ગાર્ડનમાં રમવા લઇ ગઈ હતી મમ્મી સાથે ત્યારે કોઈએ એનું એક ટાયર તોડી નાખ્યું એટલે બર્થડે પહેલાં જ નવી સાયકલ લેવી પડી.
- તને પેપ્પા પિગ કાર્ટૂન જોવું બહુ ગમે છે અને એટલે જ તારા બર્થડે પર અમે પેપ્પા પિગ ફેમીલીવાળી કેક મંગાવી હતી જે તને ખુબ ગમી હતી. સાથે સાથે બાજુમાં રહેતા ૨-૩ પરિવારના નાના બાળકોને પણ (ગાયત્રી, યુકતા) પણ બોલાવેલા જે તારા માટે ગીફ્ટ લઈને આવેલા એટલે તને ઘણું ગમ્યું હતું. (મારી ફ્રેન્ડ સંધ્યા પણ એની દીકરી અનીકાને લઈને આવેલી).
- તને સ્વીમીંગમાં જવાની ઘણી ઈચ્છા છે પણ આ કોરોનાને કારણે ઘણી જગ્યાએ સ્વીમીંગ બંધ છે (અને જવું હિતાવહ પણ નથી). આવતા વર્ષે તને લઇ જવાની ઈચ્છા છે.
ફરીથી તમને બંનેને હેપ્પી બર્થડે અને ખુબ ખુબ આશીર્વાદ.
ગયા વર્ષોની પોસ્ટ :
Comments
Post a Comment