Monday, December 29, 2014

Thursday, December 25, 2014

ફૂડ પોઈઝનીંગ

2 દિવસથી ફૂડ પોઈઝનીંગને લીધે બીમાર પડ્યો છું. પરમદિવસ સવારથી આના લક્ષણ ચાલું થયા. શરૂઆત ઉબકા-ઉલટીથી થઇ અને પછી ઠંડી લાગવી અને ત્યારબાદ સખત તાવ આવ્યો. પરમદિવસે કૉલેજ પૂરી થાય એ પહેલાં ઘરે આવી જવું પડ્યું.

ખબર નથી પડતી કે કયા કીટાણુંએ મારા પેટ અને આંતરડામાં હલચલ મચાવી.  ગઈકાલે કૉલેજમાંથી રજા લઈને આરામ કર્યો અને આજે પણ ક્રિસમસની રજાને લીધે આરામ થશે. હજી કઈ પણ કઈ જમ્યા પછી પેટમાં ઠીક નથી લાગતું.

હું નસીબદાર છું કે પત્ની તરીકે મને કિરણ મળી છે. એ મારું ખુબ જ ધ્યાન રાખે છે, જેમ લગ્ન પહેલાં મમ્મી રાખતી હતી. કિરણની કાળજીને લીધે ઘણું સારું ફીલ થાય છે.

Monday, December 22, 2014

નવાજુની - 4

  • કિરણ, સમીના અને વિપુલ જોડે સાબરમતી રિવર ફ્રન્ટ પર ગયા.
  • કિરણ જોડે સાબરમતી નદીમાં સ્પીડ-બોટની મજા માણી. 
  • તુષાર અને પ્રાચી આલ્ફા વન મોલમાં મળ્યા અને પછી ત્યાં જ સીનેપોલીસમાં નવું આવેલ મુવી પી.કે. જોયું.
  • મુવી પછી મિતાલી પણ મળી અને એને મળી ને અમે UVPCE, Ganpat University ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં (alumni meet) ગયા.
  •  ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનની પોસ્ટ મારા અંગ્રેજી બ્લોગ પર છે.

Monday, December 15, 2014

નવાજુની - 3

  • ગઈ કાલે પરીક્ષાના બહાને અમે ઘણાં મિત્રો અમદાવાદમાં મળ્યા. પરીક્ષા હતી GPSC દ્વારા લેવામાં આવતી ગુજરાતની Engineering/Polytechnic Colleges માં IT Lecturer માટે ની ભરતીની. 
  • ઘણાં સમય પછી હું વિમલ, રવિ, શ્રીકાંત અને આદેશને (RSA) મળ્યો. તુષાર, વિપુલ, કિરણ અને આનંદભાઈ પણ હતા. 
  • પરીક્ષા પછી અમે બધા આશ્રમ રોડ પર એક રેસ્ટોરાંમાં જમ્યા અને પછી મુવી (Exodus) જોવાનું ગોઠવ્યું. મુવી નો શો 3:30 નો હોવાથી અમે લોકો જમ્યા પછી સાબરમતી રીવર-ફ્રન્ટ ગયા અને as usual - ફોટો પાડ્યા.
  • હું, તુષાર, શ્રીકાંત અને રવિ સ્પીડ બોટ માં પણ બેઠા. સરસ અનુભવ. 
  • મુવી પછી અમે બધાને આવજો કરી ને ગાંધીનગર આવ્યા.
  • અને હા, બધાને "ટાઢ મુબારક".

Thursday, November 20, 2014

નવાજુની - 2

  • આજકાલ મેં અને કિરણે મોબાઈલમાં કેન્ડી ક્રશ સાગા ગેમ રમવાનું શરું કર્યું છે. ખુબ જ સરસ ગેમ છે.
  • પાણી ભરેલી ડોલ માં પડ્યા પછી મારો મોબાઈલ થોડો બગડી ગયો છે. અમુક વાર ઇયર-પીસ બરાબર ચાલે અને અમુક વાર મારે સ્પીકર પર વાત કરવી પડે. 
  • ચેતન ભગતની નોવેલ હાલ્ફ ગર્લફ્રેન્ડ પતાવી.
  • રોબીન શર્માની મેગાલીવિંગ વાંચવાની ચાલુ કરી છે.

Sunday, August 31, 2014

આજે રાત્રે જમવાનું શું બનાવું?

"આજે રાત્રે જમવાનું શું બનાવું?" - રોજ આ પ્રશ્ન નો જવાબ આપવા કરતાં એન્જીનીયરીંગ ના વાઇવા આપવા સહેલા છે. ;-) 

Wednesday, May 14, 2014

નવાજુની, અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪

નવાજુની
  • ઘણાં દિવસોથી લખવાનું બાકી છે. આખરે ઘણી મહેનત પછી ગાંધીનગરમાં ઘર ભાડે મળ્યું. મકાનમાલિક પણ સારા છે. 
  • ઘરે activa લેવામાં આવ્યું છે.
  • કૉલેજમાંથી આ વખતે એક મહિના જેટલું વેકેશન મળ્યું છે. 
અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪
  • આ વખતે બૂક ફેર મારા માટે ખુબ જ મજેદાર રહ્યો.
  • મારા ગમતા લેખકો - જય વસાવડા અને ડૉ. શરદ ઠાકરને મળવાનો મોકો મળ્યો. એમની સાથે ફોટો પણ પડાવ્યો અને એમના હસ્તાક્ષર વાળા પુસ્તકો પણ ખરીદ્યા.
  • બૂક ફેર ની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. જેમાં આ વખતે મને પાર્થિવ ગોહિલ નો લાઈવ શો માણવા મળ્યો અને આપણા લોકલાડીલા એવા હાસ્યકલાકાર સાંઈરામ દવે ને માણવાનો અને સાથે ફોટો પડાવવાનો પણ મોકો મળ્યો.

Tuesday, May 13, 2014

કૉપી બિલાડીઓ થી સાવધાન

હમણાં જ હું મારી લખેલી અમુક કવિતાઓ અને બ્લોગ પોસ્ટ્સ (જે મેં આ બ્લોગ પર મુકેલી) ને ગૂગલમાં સર્ચ કરતો હતો - જે થી ખબર પડે કે કૉપી-બિલાડીઓ/બિલાડાઓ "copycats" કોણ કોણ છે. અને મેં જોયું કે મારી લખેલી ઘણી પોસ્ટ્સ અને ખાસ તો કવિતાઓ કોઈ પણ જાતના reference આપ્યા વગર કૉપી થઇ છે.

મેં લખેલી કવિતાઓ સૌથી વધુ કૉપી થયેલ છે. અમુક જાણીતી વેબસાઈટ્સ/બ્લોગ્સ એ પણ કોઈ પણ જાત ની તપાસ કર્યા વગર કે ક્રેડીટ આપ્યા વગર મારી કવિતાઓ કૉપી કરી છે. એ સાઈટ્સનું નામ નથી આપતો અને આ વાત ને પોઝીટીવલી લઈને હું મારી જાતને બિરદાવું છું કે મારા જેવા મોબાઈલ કવિ (કારણ કે હું મારી ઘણી ખરી કવિતાઓ સ્ફુરે ત્યારે મોબાઈલમાં જ લખું છું) ને લોકો નો આટલો પ્રેમ મળ્યો.

પણ જે લોકો નિયમિત પણે કવિતા કે વાર્તા જેવું કંઈક creative લખે છે, એમને આવી કૉપી બિલાડીઓ થી ચેતવું જોઈએ. બાકી એ દિવસ દૂર નથી કે જ્યારે તમારી જ કવિતા કે વાર્તા કે પછી for that matter, anything of your own, લોકો તમને જ સંભળાવી જાય.

આવી સાહિત્યિક ચોરી માટે અંગ્રેજીમાં એક સરસ શબ્દ છે : Plagiarism

P.S. : આ Plagiarism ની પોસ્ટ પણ કૉપી થાય તો નવાઈ નહિ ;-)

Saturday, April 26, 2014

ચાલો, ફરી પાછાં બ્લોગીંગ કરતા થઇ જઈએ

ઘણાં વખત થી બ્લોગ પર કઈ લખાયું નથી. હવે ફરી એક વાર ચાલું કરવું છે.

હમણાં તો નવાજુની માં એવું છે કે 2જી ફેબ્રુઆરી 2014 ના રોજ મારું relationship status અપરણિત માંથી પરણિત થઇ ગયું છે. ;-)

Monday, January 20, 2014

ऐ हमसफ़र अब कुछ इस कदर थाम ले हाथ मेरा

बोहोत लोग आये इस ज़िन्दगी में,
कुछ को हमने छोड़ा कुछ हमें छोड़कर चल दिए,
ऐ हमसफ़र अब कुछ इस कदर थाम ले हाथ मेरा,
चाह कर भी खुदा हमें जुदा न कर सके जीवनभर के लिए।

- यशपालसिंह जडेजा
(Written on 19/01/2014 12:10am)

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...