Showing posts with label મિત્રો. Show all posts
Showing posts with label મિત્રો. Show all posts

Thursday, April 28, 2016

બીલેટેડ હેપ્પી બર્થડે

ગઈ કાલે જીવનના 30 વર્ષ પુરા કર્યા. સાંજ સુધી તો દિવસ સામાન્ય રહ્યો. આખો દિવસ ઓફીસના કામમાં અને બધાં મિત્રોના કૉલ અને મેસેજીસના જવાબો આપવામાં ગયો.

પછી સાંજે ઘરે આવ્યા પછી હું અને કિરણ બહાર ફરવા ગયા - અગોરા મોલ. ઘરની થોડી ચીજ-વસ્તુઓ લીધી.

ઘરે આવીને હું ફરી મોબાઈલ પર વ્યસ્ત થઇ ગયો. એ દરમિયાન કિરણ રસોડામાં ગઈ અને મારી જાણ બહાર એને ડાઈનીંગ ટેબલ પર મીણબત્તીઓ મૂકી ને શણગારી. અને પછી મને ડાઈનીંગ રૂમમાં બોલાવી અને અમે કેન્ડલ-લાઈટ ડીનર કર્યું.

જમ્યા પછી એને મને એક પુસ્તક આપ્યું ગીફ્ટમાં - "યુ આર ધ પાસવર્ડ તો માય લાઈફ". સુદીપ નાગરક્ર દ્વારા લિખિત આ પુસ્તક નું નામ મેં પેહલી વખત સાંભળ્યું. પણ મને એનું ટાઈટલ ગમી ગયું. કિરણએ પણ ટાઈટલ જોઇને જ ખરીદ્યું.

અને પછી થોડી વારમાં ઘરે મહેશ અને ચેતન કેક લઈને આવ્યા. :-)

કિરણ અને બાકી બધા મિત્રોનો ખુબ ખુબ આભાર. બીજી સરપ્રાઈઝ આજે મળી. નૂપુરે પણ આજે કેક મોકલાવી. 12 કલ્લાકમાં 2 કેક. ;-)

Friday, July 3, 2015

શ્યામ તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ

ગઈ કાલે કૉલેજથી ઘરે પોહોચ્યો અને મમ્મીએ કીધું કે તારા માટે કોઈ એક પુસ્તક આવ્યું છે. પાર્સલ જોયું તો એ amazon.in પરથી આવ્યું હતું. પાર્સલ પર નામ મારું લખેલું હતું પણ કોને મોકલ્યું છે એ ખબર ના પડી. અંદરથી પુસ્તક કાઢ્યું. એમાં પણ કોઈ મેસેજ લખેલ ના જણાયો. અંતે ફરી પાછું પાર્સલ પરનું એડ્રેસ અને એની નીચે લખેલો ફોન નંબર પર મારું ધ્યાન ગયું. નંબર બીજા કોઈનો હતો. એ નંબરને મારા ફોનમાં તપાસતાં જણાયું કે આ તો મારા મિત્ર શ્યામ કોટેચાનો નંબર છે.


શ્યામને તરત ફોન કરીને આભાર માન્યો.


શ્યામને હું પહેલીવાર BITS Edu Campus ના ઈન્ટરવ્યું વખતે મળ્યો હતો. એ પછી જયારે મેં એ કૉલેજ જોઈન કરી ત્યારે હું એને મળ્યો અને થોડાક જ દિવસોમાં અમે ખુબ સારા મિત્રો બની ગયા. એ ખુબ જ હોશિયાર છે અને ખાસ તો એની સચ્ચાઈ મને સ્પર્શી ગઈ. એની પેહલી નોકરી હોવાથી એ થોડો એકલો પડતો હતો. મને મારી પેહલી નોકરીના દિવસો યાદ આવી ગયા. હું પણ એની જેમ ખુબ જ અનુભવી લોકોની વચ્ચે બીનઅનુભવી અને એકલો હતો. એ વખતે મારા મિત્ર લલિત પંડ્યાએ ખુબ મદદ કરેલી. એ જ રીતે મેં પણ મારા થોડા વર્ષોના અનુભવમાં જે કઈ શીખ્યું એ શ્યામ સાથે share કરવાની કોશિશ કરી. અને મને પણ એની સાથે મજા આવતી હતી. નસીબ જોગે મારે ટૂંક સમયમાં જ એ કૉલેજ છોડવી પડી અને શ્યામ જેવો એક સારો મિત્ર પણ.

ગૂડ લક શ્યામ.

Monday, January 19, 2015

SVMIT ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન 2K15

UVPCE ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન પછી ગઈ કાલે SVMIT, ભરૂચ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં જઈને આવ્યો. ઘણી મજા પડી. વિગતવાર પોસ્ટ મારા અંગ્રેજી બ્લોગ પર છે.

Monday, December 22, 2014

નવાજુની - 4

  • કિરણ, સમીના અને વિપુલ જોડે સાબરમતી રિવર ફ્રન્ટ પર ગયા.
  • કિરણ જોડે સાબરમતી નદીમાં સ્પીડ-બોટની મજા માણી. 
  • તુષાર અને પ્રાચી આલ્ફા વન મોલમાં મળ્યા અને પછી ત્યાં જ સીનેપોલીસમાં નવું આવેલ મુવી પી.કે. જોયું.
  • મુવી પછી મિતાલી પણ મળી અને એને મળી ને અમે UVPCE, Ganpat University ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં (alumni meet) ગયા.
  •  ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનની પોસ્ટ મારા અંગ્રેજી બ્લોગ પર છે.

Monday, December 15, 2014

નવાજુની - 3

  • ગઈ કાલે પરીક્ષાના બહાને અમે ઘણાં મિત્રો અમદાવાદમાં મળ્યા. પરીક્ષા હતી GPSC દ્વારા લેવામાં આવતી ગુજરાતની Engineering/Polytechnic Colleges માં IT Lecturer માટે ની ભરતીની. 
  • ઘણાં સમય પછી હું વિમલ, રવિ, શ્રીકાંત અને આદેશને (RSA) મળ્યો. તુષાર, વિપુલ, કિરણ અને આનંદભાઈ પણ હતા. 
  • પરીક્ષા પછી અમે બધા આશ્રમ રોડ પર એક રેસ્ટોરાંમાં જમ્યા અને પછી મુવી (Exodus) જોવાનું ગોઠવ્યું. મુવી નો શો 3:30 નો હોવાથી અમે લોકો જમ્યા પછી સાબરમતી રીવર-ફ્રન્ટ ગયા અને as usual - ફોટો પાડ્યા.
  • હું, તુષાર, શ્રીકાંત અને રવિ સ્પીડ બોટ માં પણ બેઠા. સરસ અનુભવ. 
  • મુવી પછી અમે બધાને આવજો કરી ને ગાંધીનગર આવ્યા.
  • અને હા, બધાને "ટાઢ મુબારક".

Sunday, August 4, 2013

ફ્રેન્ડશિપ ડે પર કોઈ એસ.એમ.એસ નહી. ફક્ત વ્હોટ્સએપ

સહુંથી પહેલાં બધાં જ ભાઈબંધો અને બહેનપણીઓ ને "હેપ્પી ફ્રેન્ડશિપ ડે".

એક જમાનો હતો કે ફ્રેન્ડશિપ ડે ના દિવસે સવાર સવારમાંમોબાઈલમાં એસ.એમ.એસ નો ધોધમાર વરસાદ પડતો. અને હવે એજ એસ.એમ.એસ ને બધાં ભૂલી ગયા છે અને હવે બધાં વ્હોટ્સએપ પર વરસાદ વરસાવે છે.

વિગતવાર પોસ્ટ વાંચો મારા ટેકનોલોજી બ્લોગ પર - ટેકનોલોજીકલ નોટ્સ.

Tuesday, June 25, 2013

એક નાનો મેળાવડો

મારા એન્જીનીયરીંગ સમય ના મિત્રો સાથેની ઘણા વખતથી લંબાયેલ મુલાકાત ગયા શનિવારે હું જ્યારે વેકેશન માટે ભરૂચ ગયો હતો ત્યારે પૂરી કરવામાં આવી.

WhatsApp પર અને કોલ કરી કરી ને ઘણી લાંબી ચર્ચાઓ ને અંતે અમે વડોદરામાં મળવાનું નક્કી કર્યું. મળનારા હતાં - રાહુલ અને સોનિયા, હેમલ, સંધ્યા અને હું. અપૂર્વ અને સ્વાતી કોઈ કારણોસર નો'તા આવી શક્ય. કિંજલ પણ.

અમે બપોર પછી મળવાનું રાખ્યું હતું, એટલે બપોરે જમીને પછી હું ભરૂચ થી વડોદરા ની બસ માં બેઠો. સપ્રથમ, અમે હેમલ ના નવા ઘરે ગયા જે પશાભાઇ પાર્ક માં આવેલું છે. ત્યાં થોડો નાસ્તો અને ઘણી બધી વાતો પછી અમે એના ઘરે થી થોડે જ દૂર આવેલા આઈનોક્સ થીએટર પર ગયા અને ત્યાં નવી આવેલી ફિલ્મ, રાનજ્હણા જોઈ.

ફિલ્મ તો કઈ ખાસ ગમી નહિ પણ એ.આર. રેહમાન નું સંગીત ગમ્યું.

ફિલ્મ જોયા પછી અમે આઈનોક્સ ની બાજુંમાં આવેલા લેન્ડમાર્ક બુકસ્ટોરમાં ગયા પણ ત્યાં વધારે પડતી ગરમી લાગતા (એ.સી. ના ચાલતું હોવાથી) અને ભૂખ્યા થયા હોવાથી અમે જમવા જવાનું નક્કી કર્યું. શાનીવ્વાર હોવાથી મોટાભાગના રેસ્ટોરાંવાળા ને ત્યાં લાંબી લાંબી લાઈનો હતી અને અમારે રાહ જોવી પડે તેમ હતી. આખરે સંકલ્પમાં જગ્યા મળી અને અમે સાઉથ ઇન્ડિયન જમ્યા.

ટૂંકમાં દિવસ ખુબ મજાનો રહ્યો અને અમે અમારા ઘણા મિત્રો વિષે વાતો કરી અને બધાને મિસ કર્યા.

રાહુલ નો ઘણો આભાર કે એની ગાડી હતી એટલે એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવામાં અમને સહાયતા રહી.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...