- ધ્રુવ ભટ્ટની 'ન ઇતિ' વાંચવાની ખરેખર મજા આવી. આજકાલ ધ્રુવ ભટ્ટ મારા પ્રિય લેખક થઇ ગયા છે. એમને લખેલા ગીત પણ સાંભળવાની અને ખાસ તો અનુભવવાની ખુબ મજા આવે છે. યુટ્યુબ પર એમને લખેલા ગીત ઘણા લોકોએ ગાયા છે. ધ્રુવ ભટ્ટનું 'અકૂપાર' પછી 'ન ઇતિ' બીજું પુસ્તક છે જે મેં વાંચ્યું હોય.
- હાલમાં બેન કાર્સન નું 'ગીફ્ટેડ હેન્ડ્સ' વાંચી રહ્યો છે. અમેરિકાના ખ્યાતનામ સર્જન પરનું પુસ્તક છે. આ જ નામ પરથી મૂવી પણ છે.
- બહાર ઓફીસ સિવાય જવાનું ટાળું છું - આમને આમ ૪ મહિના થઇ ગયા આ કોરોના કેર ને. પણ અકન્દેરે સારું છે કે બધા ઘરમાં રહેવા ટેવાય ગયા છે અને ખાસ તો વગર કારણે બહાર જવું, બહારનું ખાવું-પીવું, વગેરે બધું બંધ થઇ ગયું છે. પૈસાની બચત અને સ્વાસ્થ્ય પણ બહારનું ખાવાનું બંધ થતાં સારું રહે છે.
- હા, પણ વજન વધ્યું છે, ખાસ તો પેટ અને એને હવે થોડું ઓછું કરવું જોઈએ એવું લાગી રહ્યું છે. જે કઈ શારીરિક કસરત થાય છે એ બધી ઘર પરની અગાસીમાં જ થાય છે. પણ મજા આવે છે.
- ઘરે રહેવા અને અગાસી ઉપર રમવા રીવાંશી ટેવાય ગઈ છે પણ ગઈ કાલે થોડી વાર માટે એને નીચે એની સાયકલ પર લઇ ગયો'તો પણ પછી તો એ ઘરે આવા માનતી જ નો'તી. એટલે પછી નક્કી કર્યું કે અગાસી હમણાં ભલી એને રમવા માટે.
- ઓફિસમાં પણ ૩-૪ જણને કોરોના થયો છે. એક તો અમારા ગ્રુપમાં જ આવ્યો છે. એટલે અમારે પણ ગયા અઠવાડિયે ટેસ્ટીંગ કરાવું પડ્યું.
- રીવાંશીને ૨-૩ શબ્દો વાળા નાના વાક્યો હવે બોલતા આવડી ગયું છે. એ એનું પોતાનું નામ રીવાંશીને બદલે "હાનશી" બોલે છે :-). અને રાત્રે એને હવે મારી પાસે વાર્તા (એની ભાષામાં "ટોરી" (સ્ટોરી)) સાંભળવી ગમે છે અને એના વગર અમને સુવા નથી દેતી. અને ગમે તેટલી વાર્તાઓ કહીએ, પેલી "મંકી" વાળી ૨ વાર્તાઓ કહેવાની જ : ૧) વાંદરા અને મગર વાળી ૨) વાંદરા અને ટોપીના ફેરિયા વાળી.
- કોઈ વાર મને ઉંઘ આવે તો પછી કિરણને કહે કે વાર્તા કહો.
- આજકાલ એને ગાય બહું ગમતી થઇ ગઈ છે અને રોજ એને રોટલી આપવા માટે નીચે જવાનું કહે છે.
- ફૂલછોડને પાણી પીવડાવાનું પણ એને બહું ગમે છે.
- અને હા, એને મારી જેમ ગરોળીની જરાય બીક લાગતી નથી ;-)
Sunday, August 23, 2020
નવાજુની - 14
Monday, August 3, 2020
નવાજુની - 13
- પેલી કૃષ્ણાયન વાંચીને પછી રાહુલ પંડિતાની 'Our Moon Has Blood Clots' વાંચી. આ પુસ્તકના અમુક કિસ્સાઓ વાંચીને હચમચી જવાયું. કાશ્મીરી પંડિતો સાથે જે કઈ દુર્વ્યવહાર થયો એ ખરેખર શરમજનક છે અને દુઃખદાયી પણ. થોડા વખત પહેલાં મેં આવું જ એક પુસ્તક વાંચેલું - 'Curfewed Nights' જેના લેખક છે બશરત પીર. એ પુસ્તક કાશ્મીરી મુસ્લીમોની જિંદગી પર હતું.
- હવે ધ્રુવ ભટ્ટનું પુસ્તક 'ન ઇતિ' વાંચવામાં આવશે.
- કોરોના વાયરસ હવે ખુબ નજીક આવી ગયો છે. નજીકના ૧-૨ ઘરો માં અને ઓફીસમાં પણ ૨-૩ જણને લાગુ પડ્યો છે. નસીબજોગે આપણે ખાસ કઈ એમના સંપર્કમાં નથી આવ્યા એટલું સારું છે.
Friday, July 3, 2020
નવાજુની - 12
- કોરોનાનો કેર ધીરે ધીરે હવે બેંગ્લોરમાં પણ વધી રહ્યો છે. શરૂઆત ખુબ જ સારી રહી હતી - ત્યાં સુધી કે બીજા મોટા શહેરો કરતાં અહિયાં દૈનિક આંક ઘણો જ ઓછો હતો. પણ હવે જ્યારથી આ lockdown પૂરું થયું અને unlock 1 ચાલું થયું ત્યારથી તો માઝા મૂકી છે.
- વરસાદ દર ૧-૨ દિવસી પડી જાય છે અને ઠંડક સારી રહે છે.
- પુસ્તકો વાંચવાનું મંથર ગતિએ ચાલે છે - પેલી કૃષ્ણાયન હજી અધુરી છે.
- અકૂપાર વાંચ્યા પછી ધ્રુવ ભટ્ટની 'ન ઇતિ' મંગાવવામાં આવી છે જે આજ-કાલ માં આવી જશે.
- રીવાંશીને હવે ઘરમાં રહેવાનું અને રમવાનું ફાવી ગયું લાગે છે - બાકી મને બીક હતી કે આટલો બધો વખત એ કઈ રીતે ઘરમાં રહેશે. કિરણનો પણ આભાર માનવો જોઈએ કે એણે રીવાંશીને 'બિઝી' રાખી.
- આ વર્ષે એને પ્લે સ્કૂમાં મુકવાનો વિચાર હતો પણ હવે આ કોરોનાને કારને એ વિચાર પડતો મુકવામાં આવ્યો છે.
- બાકી તો નવું ટેકનીકલ શીખવાની અને ખાસ તો જુનું ભૂલી ન જવાય એના માટે એને ફરી પાછું "રીવાયઝ" કરવાનું ચાલે છે.
- અને હા, કોઈ પણ જાતની શારીરિક કસરત નથી થતી કે ખુબ જ ખરાબ કહેવાય. વજન વધ્યું છે.
Sunday, May 31, 2020
નવાજુની - 11
- ગઈ નવાજુની પોસ્ટ પ્રમાણે અમીશની "રાવણ" વાંચીને પૂરી કરી. મજા આવી અને ખાસ કરીને એ જાણીને નવાઈ લાગી કે રાવણ જેવા ઘાતકી અને ક્રૂર માણસને પણ પ્રેમ થયેલો અને એ એક તરફી પ્રેમ એને આખી જિંદગી યાદ રહ્યો. સાથે સાથે એનો સંગીત અને વાંચનના શોખ વિષે જાણીને નવાઈ લાગી. પુસ્તકમાં મને કુમ્ભકર્ણનું પાત્ર પણ ગમ્યું - એક માસૂમ બાળક જેવું - નિર્દોષ અને મહદઅંશે ધર્મને પ્રેમ કરનારો. ભલે કદાચ પુસ્તકમાં ઘણી ખરી વાતો કાલ્પનિક હશે, પણ વાંચવાની મજા આવી અને હવે આ રામ ચંદ્ર સીરીઝનો આગળનો ભાગ આવે એની રાહ જોવામાં આવશે.
- અહિયાં બેંગ્લોરમાં લોકો પોતાના પાળતું પ્રાણીઓ (મહદઅંશે કુતરાઓ) વિષે ઘણા પઝેસીવ જોવા મળ્યા. હજી થોડાક દિવસ પહેલાં જ અમે અહિયાં નજીકમાં જ આંટો મારી રહ્યા હતા ત્યારે રીવાંશીએ એક પાળેલા કુતરાને (એની ભાષામાં ડોગ્ગી ) "હાય" કહેવા ઉભા રહ્યા તો એ બહેન જે કુતરાને લઈને નીકડા હતા એમને એ કુતરાનું કઈક નામ કીધું (રામ જાણે શું નામ હતું - આપણને તો યાદ રહ્યું નથી). પણ એમને જે રીતે એ કુતરાનું નામ લીધું એ જોઇને એવું લાગ્યું જાણે કે એમને વટ્ટથી એમના દીકરાનું નામ લીધું હોય!!! અમને થોડી નવાઈ લાગી - કદાચ એવું બને કે અમને બહું એવું પ્રાણી પાળવાનો શોખ નથી એટલે અમે કદાચ એ વાતમાં બહુ ઈંટરેસ્ટ ન દાખવ્યો કારણ કે અમારા માટે તો કુતરું એ કુતરું - નામ ગમે તે હોય. બીજું અહી એ પણ અમને નવાઈ લાગેલી કે અહિયાં ઘણા લોકો પ્રાણીઓ પાળે છે - ખાસ કરીને કુતરાઓ.
- આ ઉદાસીન અને પેન્ડેમિક વાતાવરણમાં કોઈને થોડું પોઝીટીવ વાંચવાની ઈચ્છા હોય તો ઓમ માલિકની આ પોસ્ટ વાંચવા જેવી છે.
- હવે પછી કાજળ ઓઝા વૈધની "કૃષ્ણાયન" વાંચવાનો વિચાર છે.
Monday, May 25, 2020
નવાજુની - 10
ઘણાં સમય પછી પાછી આ નવાજુની વાળી પોસ્ટ આવી.
- કોરોનાવાયરસ નો કેર હજી ચાલું જ છે. સદભાગ્યે અહિયાં બેંગ્લોરમાં એનો વ્યાપ ઓછો છે.
- આ કોરોના-કાળ માં વગર કામનું બહાર જવાનું બંધ થયું હોવાથી વજન વધ્યું હોય એવું લાગે છે.
- વાંચવાનું ઠીકઠાક ચાલે છે, તે છતાં જોઈએ એવું નહિ. છેલ્લે જણાવ્યા મુજબ "લવ ઈન ધ ટાઈમ ઓફ કૉલેરા - ગેબ્રિઅલ ગાર્સીયા માર્કેઝ" વાંચી અને એ પછી રામ મોરીની "મહોતું" અને ખલીલ ધનતેજવીની "સોગંદનામું" વાંચી. અને હાલમાં અમીશની "રાવણ" વંચાય રહી છે.
- બેંગ્લોરમાં ઉનાળા જેવું ખાસ કઈ લાગતું જ નથી. કોઈ વાર બહું ગરમી જેવું લાગે તો સાંજ સુધીમાં તો વરસાદ પડી જાય. હજી ગઈકાલે જ ધોધમાર વરસાદ પડ્યો.
- ૩ મહીને આજે વાળ કાપવાનો મેળ પડ્યો.
- હજી દસેક દિવસ પહેલાં જ મારા સ્પોર્ટ્સ શૂઝનું એ શૂઝ અને રીવાંશીના સેન્ડલમાં નું એક સેન્ડલ રાત્રે કોઈ કુતરું લઇ ગયું - અને જોવાની વાત એ છે કે એ રાતે જ અમે જમીને બહાર ઉભા હતા ત્યારે રીવાંશીએ નીચે શેરીમાં રહેતા કુતરાઓને ઘણું "હટ હટ" કર્યું હતું. "ઈંટ કા જવાબ પથ્થર સે". એના નવા સેન્ડલનો તો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે પણ મારા શૂઝનું હવે જોઈએ ક્યારે મેળ પડે છે.
બાકી તો "ઘરમાં રહો, સુરક્ષિત રહો".
Friday, April 3, 2020
મારા વહાલાં બાળકોને - ૩
ડીયર રુદ્રરાજ અને રીવાંશી,
જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ અને આશીર્વાદ.
જોતજોતામાં તમે બંને ૨ વર્ષના થઇ ગયા !
કોરોના વાયરસના કારણે જે લોકડાઉન થયું છે એના કારણે આ વર્ષે તમારા બંનેનો જન્મદિવસ અલગ અલગ જગ્યાએ ઉજવવો પડશે - રીવાંશી તારો અહિયાં બેંગ્લોરમાં અને રુદ્રરાજ તારો ભરૂચમાં. જો આ લોકડાઉન ના હોત તો અત્યારે તો બધા ભરૂચ પહોચી ગયા હોત !
પણ હવે આ બધી વાત છોડીને આપણે તમારી વાત કરીએ.
રીવાંશી:
- તને જ્યારથી ચાલતાં-દોડતા આવડી ગયું છે ત્યારથી તું ખુબ ભાગાભાગી કરે છે. માંડ એક ઠેકાણે બેસી રહે.
- તને હવે થોડું થોડું બોલતા આવડી ગયું છે અને તારા એ કાલી-કાલી ભાષાના શબ્દો અમને સાંભળવાની ખુબ મજા આવે છે.
- થોડું ઘણું ડાન્સ કરતા પણ આવડી ગયું છે.
- ફલાઇટમાં જયારે તું અહીંયા બેંગ્લોર આવી ત્યારે મને એ બીક હતી કે તું ક્યાંક ફલાઇટમાં બધાને હેરાન ન કરે, પણ નસીબ જોગે વાંધો નથી આવ્યો.
- તને નોટબુકમાં લીટા કરતા દીવાલ પર પેન-પેન્સિલ લઈને લીટા કરવાનું વધું ગમે છે.
- કોઈ પણ સ્વિગ્ગી-ઝોમટો ડિલિવરીવાળા ભાઈને જોઈને તને "પિત્ઝા" યાદ આવી જાય છે.
- તને પણ મારી જેમ લોક સંગીત સાંભળવાનું ગમતું હોય એવું અત્યારે અમને લાગે છે.
- દિવસે દિવસે તારી મસ્તી અને નખરા વધતા જાય છે.
- તું પુસ્તકો વાંચવા કરતા એને ફાડે છે વધું.
- તારી "બૂક્સ" કરતા તને હું જે બુક વાંચતો હોય એ લેવાની અને એના પાનાં ફેરવવાની વધારે મજા આવે છે.
- તને પણ મારી જેમ "ચીઝ" વધું ભાવે છે. અને ભાવતી વસ્તું ખાતી વખતે તને "યમ્મી" બોલતાં આવડી ગયું છે.
- તું ખરી શીંગને "છીંગ" કહે છે અને તને ખુબ ભાવે છે.
- રમકડામાં તને ઢીંગલીઓ વધું ગમે છે. રમકડાંની દુકાનમાં જઈએ ત્યારે તું એક પછી એક ઢીંગલીઓ લીધા કરે અને એને રમાડ્યા કરે અને અમને પૂછ્યા કરે "આ આ" (લેવી) છે ?
- તને મારી સાથે સંતાકુકડી રમવાની બહું મજા આવે છે.
- તું તારી "મમ્મા" વગર સ્હેજ પણ રહી નથી શક્તિ. હું ગમે તેટલું તને રમાડું, પણ થોડી વાર થાય એટલે તારે "મમ્મા" તો જોઈએ જ.
- તું 5 ને "હાય" બોલે છે.
- અને તારું 1,2,3 સીધું 2 થી જ ચાલું થાય છે. 2, હાય, 9 ....
- તને કુતરાઓ અને ગાય ગમે છે પણ પછી એની નજીક જતાં બીક લાગે છે. ગાંધીનગર હતાં ત્યારે એક વાત સારી હતી કે ઘર પાસે ઘણી ગાયો આવતી. અહીંયા બેંગ્લોરમાં એ તકલીફ છે, પણ અહીંયા ઘરે ઘરે પાળેલા કુતરાઓ ઘણાં છે.
- પશું-પક્ષીઓના નામ તને ઘણાં આવડી ગયા છે.
- તને ફોન પર વાતો કરવી નથી ગમતી પણ તું તારો રમકડાંનો ફોન લઈને ઘણી વાર કોઈની સાથે વાતો કરવાનો ઢોંગ કરતી હોય છે.
- તને ગમે ત્યાં કૂદકા મારવામાં જરાય બીક નથી લાગતી - એ ઘરે સોફા પર હોય કે પછી ગાર્ડનમાં - જે અમને ઘણીવાર ચિંતા કરાવે છે.
- બેંગ્લોરમાં આવીને તને બીજા બાળકો સાથે ઍડ્જસ્ટ થવામાં થોડી તકલીફ પડે છે કારણ કે અહીંયાની ભાષા તને સમજાતી નથી. હિન્દી હવે તું થોડું થોડું સમજતા શીખી હોય એવું લાગે છે.
- તને A for Apple, B for Ball એવું G for Giraffe સુધી આવડી ગયું છે.
- તને ડુંગળી બોવ ભાવે છે અને તું એકલી ડુંગળી પણ ખાય શકે છે.
- અમે મોબાઈલ જોતા હોય કે બુક વાંચતા હોય ત્યારે તને કંટાળો આવતો હોય તો તું અમને "No, No" કહીને અને આંગળીથી ના પાડીને અમને મોબાઈલ કે બુક મુકાવી દે છે.
- સવારે નાસ્તમાં તને તારી "મમ્મા" ભાખરીના અલગ અલગ shape કરીને જમાડે છે જેમ કે moon shape, fish shape, triangle shape, etc.
આ લોકડાઉનમાં બધું બંધ હોવા છતાં તારી "મમ્મા"એ ઘરે કેક બનાવી અને તને ખુબ ભાવી એ જોઇને અમે ઘણાં રાજી થયા. કેક જોઇને તું ખુશ થઇ ગઈ હતી.
રુદ્રરાજ:
- તું હવે ધીમે ધીમે ઍક્ટિવ થઇ રહ્યો છે અને પહેલાં કરતા તારી તકલીફો પણ ઓછી થઇ છે.
- કોઈનો વિડિઓ કૉલ આવે ત્યારે તને ફોન સામે જોતા અને સ્માઈલ કરતા આવડી ગયું છે.
- બોટલ મૂકીને હવે તું થોડું-ઘણું ચમચીથી લીકવીડ પિતા થયો છે.
- બૅડ પર હવે તને આળોટતા આવડી ગયું છે અને એમાં તને મજા આવે છે.
- વજન અને બાકી બધું ડેવેલપમેન્ટ તારું ઘણું ઓછું છે પણ પહેલાં કરતાં સારું છે.
- તને સૉલ્ટેડ (ખારા) બિસ્કિટ બોવ ભાવે છે.
ફરીથી તમને બંનેને હૅપ્પી બર્થડે અને ખુબ ખુબ આશીર્વાદ.
ગયા વર્ષોની પોસ્ટ :
Wednesday, April 1, 2020
બેંગ્લોર
એમતો બેંગ્લોર (બેંગલુરુ પણ આપણને હજી બેંગાલુરુની ટેવ નથી પડી એટલે ત્યાં સુધી બેંગ્લોર) આવ્યે 6 મહિના (સેપ્ટેમ્બર એન્ડ માં અહીંયા આપણે પધરામણી કરી) થઇ ગયા પણ આળસને કારણે બ્લોગ પર કઈ અપડેટ થયું નથી એટલે કદાચ વાંચકો માટે આ નવું હશે.
શરૂઆત તો બેંગ્લોરમાં સહેજ પણ ના ગમ્યું કારણ કે એક તો એકલો આવ્યો હતો - એટલે ઘર અને પરિવાર મિસ થાય. ઉપરાંત આવીને 15 દિવસ હોટલમાં રોકાયો એ પછી રૂમ મળવાની મુશ્કેલી. એ ઉપરાંત અહીંની મોંઘવારી - ખાલી સાઉથ ઇન્ડિયન જમવાનું સસ્તું મળે બાકી બધું જ મોંઘુ. એમાં વળી પાછો હું શરૂઆતના દિવસોમાં બીમાર પડેલો એટલે વધારે ના ગમ્યું. તદુપરાંત અહીંયાનો ટ્રાફિક અને ઠેક-ઠેકાણે ગંદકી અને આપણી ગુજરાતની નર્મદાની કેનાલ જેટલી મોટી, ખુલ્લી ગટરો મેં પેહલી વાર જોઈ.
પણ પછી એકાદ મહિનામાં બધું થાળે પડ્યું ખરું અને પછી ડિસેમ્બરમાં તો કિરણ અને રીવાંશી પણ અહીંયા આવી ગયા એટલે પછી મજા જ મજા.
બેંગ્લોરનું વાતાવરણ તો બધાને ગમે એવું છે. બધી સીઝનમાં ટેમ્પરેચર સરખું જ લાગે - ન વધારે ગરમી કે ન તો વધારે ઠંડી.
ફેબ્રુઆરીમાં મદુરાઈ-રામેશ્વરમ-ઉટી પણ ફરી આવ્યા.
બાકી પુસ્તકો વાંચવાનું ધીમે ધીમે પણ ચાલું છે. અહીંયા આવ્યા પછી 3 પુસ્તકો વાંચ્યા :
1. ધ અધર સાઈડ ઓફ મી - સિડની શેલ્ડન
2. દુખિયારાં - વિકટર હ્યુગો (જે લે મિઝરેબલનું ગુજરાતી અનુવાદ છે - અનુવાદક : મૂળશંકર મો. ભટ્ટ)
3. ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઈન થઈ વર્લ્ડ - ઑગ મંડીનો
અને હાલમાં કોરોના વાયરસે જયારે કાળો કેર વરસાવ્યો છે આખી દુનિયામાં અને આપણે ભારતમાં પણ જયારે મોદી સરકારે 21 દિવસનું લોકડાઉંન કર્યું છે ત્યારે હું વાંચી રહ્યો છું : લવ ઈન ધ ટાઈમ ઓફ કૉલેરા - ગેબ્રિઅલ ગાર્સીયા માર્કેઝ
લૉકડાઉન દરમિયાન પણ અમારે સરકારી બૅન્કને 50% સ્ટાફથી ચાલું રાખવાની હોવાથી અઠવાડિયામાં 3-4 દિવસ ઑફિસ જવું પડે છે અને બાકીના દિવસોમાં વર્ક ફ્રોમ હોમ - જે મારા માટે પહેલી વારનું છે અને નવું છે. એમ સારું લાગે પણ ઘરે રીવાંશી ની ઉંમરના બાળકો હોય તો થોડું અઘરું પડે.
બાકી તો એવું છે કે ચાલવાનું-દોડવાનું કે બીજી કોઈ જાતની કસરતથી આપણે ઘણા દૂર થઇ ગયા છે જે ખુબ જ ખરાબ કહેવાય અને ફરી પાછું કંઈક નિયમિત થાય એવી આશા સાથે આ પોસ્ટ પુરી કરું છું.
P.S. 1. બેંગ્લોરમાં આવીને ઠેક-ઠેકાણે નૉન-વેજ અને દારૂની દુકાનો જોઈને ઘણી નવાઈ લાગેલી.
2. પાંચ વર્ષથી વપરાતા iPhone ને આરામ આપી 10-12 દિવસ પહેલાં ફરી પાછા એન્ડ્રોઇડ પર આપણે આવી ગયા છીએ અને રિયલમી 6 પ્રો ફૉન લેવામાં આવ્યો છે.
શરૂઆત તો બેંગ્લોરમાં સહેજ પણ ના ગમ્યું કારણ કે એક તો એકલો આવ્યો હતો - એટલે ઘર અને પરિવાર મિસ થાય. ઉપરાંત આવીને 15 દિવસ હોટલમાં રોકાયો એ પછી રૂમ મળવાની મુશ્કેલી. એ ઉપરાંત અહીંની મોંઘવારી - ખાલી સાઉથ ઇન્ડિયન જમવાનું સસ્તું મળે બાકી બધું જ મોંઘુ. એમાં વળી પાછો હું શરૂઆતના દિવસોમાં બીમાર પડેલો એટલે વધારે ના ગમ્યું. તદુપરાંત અહીંયાનો ટ્રાફિક અને ઠેક-ઠેકાણે ગંદકી અને આપણી ગુજરાતની નર્મદાની કેનાલ જેટલી મોટી, ખુલ્લી ગટરો મેં પેહલી વાર જોઈ.
પણ પછી એકાદ મહિનામાં બધું થાળે પડ્યું ખરું અને પછી ડિસેમ્બરમાં તો કિરણ અને રીવાંશી પણ અહીંયા આવી ગયા એટલે પછી મજા જ મજા.
બેંગ્લોરનું વાતાવરણ તો બધાને ગમે એવું છે. બધી સીઝનમાં ટેમ્પરેચર સરખું જ લાગે - ન વધારે ગરમી કે ન તો વધારે ઠંડી.
ફેબ્રુઆરીમાં મદુરાઈ-રામેશ્વરમ-ઉટી પણ ફરી આવ્યા.
બાકી પુસ્તકો વાંચવાનું ધીમે ધીમે પણ ચાલું છે. અહીંયા આવ્યા પછી 3 પુસ્તકો વાંચ્યા :
1. ધ અધર સાઈડ ઓફ મી - સિડની શેલ્ડન
2. દુખિયારાં - વિકટર હ્યુગો (જે લે મિઝરેબલનું ગુજરાતી અનુવાદ છે - અનુવાદક : મૂળશંકર મો. ભટ્ટ)
3. ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઈન થઈ વર્લ્ડ - ઑગ મંડીનો
અને હાલમાં કોરોના વાયરસે જયારે કાળો કેર વરસાવ્યો છે આખી દુનિયામાં અને આપણે ભારતમાં પણ જયારે મોદી સરકારે 21 દિવસનું લોકડાઉંન કર્યું છે ત્યારે હું વાંચી રહ્યો છું : લવ ઈન ધ ટાઈમ ઓફ કૉલેરા - ગેબ્રિઅલ ગાર્સીયા માર્કેઝ
લૉકડાઉન દરમિયાન પણ અમારે સરકારી બૅન્કને 50% સ્ટાફથી ચાલું રાખવાની હોવાથી અઠવાડિયામાં 3-4 દિવસ ઑફિસ જવું પડે છે અને બાકીના દિવસોમાં વર્ક ફ્રોમ હોમ - જે મારા માટે પહેલી વારનું છે અને નવું છે. એમ સારું લાગે પણ ઘરે રીવાંશી ની ઉંમરના બાળકો હોય તો થોડું અઘરું પડે.
બાકી તો એવું છે કે ચાલવાનું-દોડવાનું કે બીજી કોઈ જાતની કસરતથી આપણે ઘણા દૂર થઇ ગયા છે જે ખુબ જ ખરાબ કહેવાય અને ફરી પાછું કંઈક નિયમિત થાય એવી આશા સાથે આ પોસ્ટ પુરી કરું છું.
P.S. 1. બેંગ્લોરમાં આવીને ઠેક-ઠેકાણે નૉન-વેજ અને દારૂની દુકાનો જોઈને ઘણી નવાઈ લાગેલી.
2. પાંચ વર્ષથી વપરાતા iPhone ને આરામ આપી 10-12 દિવસ પહેલાં ફરી પાછા એન્ડ્રોઇડ પર આપણે આવી ગયા છીએ અને રિયલમી 6 પ્રો ફૉન લેવામાં આવ્યો છે.
Subscribe to:
Posts (Atom)
મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા બ્લૉગ પર મેં December, 2010 (M.Tech 1st Sem) માં લખેલી આ પોસ્ટ ગઈકાલે રાત્રે યાદ આવી ગઈ. મારી ૪ વર્ષની દીકરીને પણ આવી જ કંઈક ઈર્ષા કૂ...
-
Ok guys here is another song by zeest for all the financial fcuked ups & broken hearted people.. So lets hit it nice & blue… Kabhi...
-
"મજા આવે છે નવી નવી ભાષાઓ સાંભળવાની અને બોલતી વખતે મૂર્ખ ભૂલો કરતા રહેવાની. ભાષા શીખવાનો એક જ સ્વર્ણ નિયમ છે: ભૂલો કરતા રહેવાની હિંમત હ...