- ધ્રુવ ભટ્ટની 'ન ઇતિ' વાંચવાની ખરેખર મજા આવી. આજકાલ ધ્રુવ ભટ્ટ મારા પ્રિય લેખક થઇ ગયા છે. એમને લખેલા ગીત પણ સાંભળવાની અને ખાસ તો અનુભવવાની ખુબ મજા આવે છે. યુટ્યુબ પર એમને લખેલા ગીત ઘણા લોકોએ ગાયા છે. ધ્રુવ ભટ્ટનું 'અકૂપાર' પછી 'ન ઇતિ' બીજું પુસ્તક છે જે મેં વાંચ્યું હોય.
- હાલમાં બેન કાર્સન નું 'ગીફ્ટેડ હેન્ડ્સ' વાંચી રહ્યો છે. અમેરિકાના ખ્યાતનામ સર્જન પરનું પુસ્તક છે. આ જ નામ પરથી મૂવી પણ છે.
- બહાર ઓફીસ સિવાય જવાનું ટાળું છું - આમને આમ ૪ મહિના થઇ ગયા આ કોરોના કેર ને. પણ અકન્દેરે સારું છે કે બધા ઘરમાં રહેવા ટેવાય ગયા છે અને ખાસ તો વગર કારણે બહાર જવું, બહારનું ખાવું-પીવું, વગેરે બધું બંધ થઇ ગયું છે. પૈસાની બચત અને સ્વાસ્થ્ય પણ બહારનું ખાવાનું બંધ થતાં સારું રહે છે.
- હા, પણ વજન વધ્યું છે, ખાસ તો પેટ અને એને હવે થોડું ઓછું કરવું જોઈએ એવું લાગી રહ્યું છે. જે કઈ શારીરિક કસરત થાય છે એ બધી ઘર પરની અગાસીમાં જ થાય છે. પણ મજા આવે છે.
- ઘરે રહેવા અને અગાસી ઉપર રમવા રીવાંશી ટેવાય ગઈ છે પણ ગઈ કાલે થોડી વાર માટે એને નીચે એની સાયકલ પર લઇ ગયો'તો પણ પછી તો એ ઘરે આવા માનતી જ નો'તી. એટલે પછી નક્કી કર્યું કે અગાસી હમણાં ભલી એને રમવા માટે.
- ઓફિસમાં પણ ૩-૪ જણને કોરોના થયો છે. એક તો અમારા ગ્રુપમાં જ આવ્યો છે. એટલે અમારે પણ ગયા અઠવાડિયે ટેસ્ટીંગ કરાવું પડ્યું.
- રીવાંશીને ૨-૩ શબ્દો વાળા નાના વાક્યો હવે બોલતા આવડી ગયું છે. એ એનું પોતાનું નામ રીવાંશીને બદલે "હાનશી" બોલે છે :-). અને રાત્રે એને હવે મારી પાસે વાર્તા (એની ભાષામાં "ટોરી" (સ્ટોરી)) સાંભળવી ગમે છે અને એના વગર અમને સુવા નથી દેતી. અને ગમે તેટલી વાર્તાઓ કહીએ, પેલી "મંકી" વાળી ૨ વાર્તાઓ કહેવાની જ : ૧) વાંદરા અને મગર વાળી ૨) વાંદરા અને ટોપીના ફેરિયા વાળી.
- કોઈ વાર મને ઉંઘ આવે તો પછી કિરણને કહે કે વાર્તા કહો.
- આજકાલ એને ગાય બહું ગમતી થઇ ગઈ છે અને રોજ એને રોટલી આપવા માટે નીચે જવાનું કહે છે.
- ફૂલછોડને પાણી પીવડાવાનું પણ એને બહું ગમે છે.
- અને હા, એને મારી જેમ ગરોળીની જરાય બીક લાગતી નથી ;-)
Showing posts with label નવાજુની. Show all posts
Showing posts with label નવાજુની. Show all posts
Sunday, August 23, 2020
નવાજુની - 14
Monday, August 3, 2020
નવાજુની - 13
- પેલી કૃષ્ણાયન વાંચીને પછી રાહુલ પંડિતાની 'Our Moon Has Blood Clots' વાંચી. આ પુસ્તકના અમુક કિસ્સાઓ વાંચીને હચમચી જવાયું. કાશ્મીરી પંડિતો સાથે જે કઈ દુર્વ્યવહાર થયો એ ખરેખર શરમજનક છે અને દુઃખદાયી પણ. થોડા વખત પહેલાં મેં આવું જ એક પુસ્તક વાંચેલું - 'Curfewed Nights' જેના લેખક છે બશરત પીર. એ પુસ્તક કાશ્મીરી મુસ્લીમોની જિંદગી પર હતું.
- હવે ધ્રુવ ભટ્ટનું પુસ્તક 'ન ઇતિ' વાંચવામાં આવશે.
- કોરોના વાયરસ હવે ખુબ નજીક આવી ગયો છે. નજીકના ૧-૨ ઘરો માં અને ઓફીસમાં પણ ૨-૩ જણને લાગુ પડ્યો છે. નસીબજોગે આપણે ખાસ કઈ એમના સંપર્કમાં નથી આવ્યા એટલું સારું છે.
Friday, July 3, 2020
નવાજુની - 12
- કોરોનાનો કેર ધીરે ધીરે હવે બેંગ્લોરમાં પણ વધી રહ્યો છે. શરૂઆત ખુબ જ સારી રહી હતી - ત્યાં સુધી કે બીજા મોટા શહેરો કરતાં અહિયાં દૈનિક આંક ઘણો જ ઓછો હતો. પણ હવે જ્યારથી આ lockdown પૂરું થયું અને unlock 1 ચાલું થયું ત્યારથી તો માઝા મૂકી છે.
- વરસાદ દર ૧-૨ દિવસી પડી જાય છે અને ઠંડક સારી રહે છે.
- પુસ્તકો વાંચવાનું મંથર ગતિએ ચાલે છે - પેલી કૃષ્ણાયન હજી અધુરી છે.
- અકૂપાર વાંચ્યા પછી ધ્રુવ ભટ્ટની 'ન ઇતિ' મંગાવવામાં આવી છે જે આજ-કાલ માં આવી જશે.
- રીવાંશીને હવે ઘરમાં રહેવાનું અને રમવાનું ફાવી ગયું લાગે છે - બાકી મને બીક હતી કે આટલો બધો વખત એ કઈ રીતે ઘરમાં રહેશે. કિરણનો પણ આભાર માનવો જોઈએ કે એણે રીવાંશીને 'બિઝી' રાખી.
- આ વર્ષે એને પ્લે સ્કૂમાં મુકવાનો વિચાર હતો પણ હવે આ કોરોનાને કારને એ વિચાર પડતો મુકવામાં આવ્યો છે.
- બાકી તો નવું ટેકનીકલ શીખવાની અને ખાસ તો જુનું ભૂલી ન જવાય એના માટે એને ફરી પાછું "રીવાયઝ" કરવાનું ચાલે છે.
- અને હા, કોઈ પણ જાતની શારીરિક કસરત નથી થતી કે ખુબ જ ખરાબ કહેવાય. વજન વધ્યું છે.
Sunday, May 31, 2020
નવાજુની - 11
- ગઈ નવાજુની પોસ્ટ પ્રમાણે અમીશની "રાવણ" વાંચીને પૂરી કરી. મજા આવી અને ખાસ કરીને એ જાણીને નવાઈ લાગી કે રાવણ જેવા ઘાતકી અને ક્રૂર માણસને પણ પ્રેમ થયેલો અને એ એક તરફી પ્રેમ એને આખી જિંદગી યાદ રહ્યો. સાથે સાથે એનો સંગીત અને વાંચનના શોખ વિષે જાણીને નવાઈ લાગી. પુસ્તકમાં મને કુમ્ભકર્ણનું પાત્ર પણ ગમ્યું - એક માસૂમ બાળક જેવું - નિર્દોષ અને મહદઅંશે ધર્મને પ્રેમ કરનારો. ભલે કદાચ પુસ્તકમાં ઘણી ખરી વાતો કાલ્પનિક હશે, પણ વાંચવાની મજા આવી અને હવે આ રામ ચંદ્ર સીરીઝનો આગળનો ભાગ આવે એની રાહ જોવામાં આવશે.
- અહિયાં બેંગ્લોરમાં લોકો પોતાના પાળતું પ્રાણીઓ (મહદઅંશે કુતરાઓ) વિષે ઘણા પઝેસીવ જોવા મળ્યા. હજી થોડાક દિવસ પહેલાં જ અમે અહિયાં નજીકમાં જ આંટો મારી રહ્યા હતા ત્યારે રીવાંશીએ એક પાળેલા કુતરાને (એની ભાષામાં ડોગ્ગી ) "હાય" કહેવા ઉભા રહ્યા તો એ બહેન જે કુતરાને લઈને નીકડા હતા એમને એ કુતરાનું કઈક નામ કીધું (રામ જાણે શું નામ હતું - આપણને તો યાદ રહ્યું નથી). પણ એમને જે રીતે એ કુતરાનું નામ લીધું એ જોઇને એવું લાગ્યું જાણે કે એમને વટ્ટથી એમના દીકરાનું નામ લીધું હોય!!! અમને થોડી નવાઈ લાગી - કદાચ એવું બને કે અમને બહું એવું પ્રાણી પાળવાનો શોખ નથી એટલે અમે કદાચ એ વાતમાં બહુ ઈંટરેસ્ટ ન દાખવ્યો કારણ કે અમારા માટે તો કુતરું એ કુતરું - નામ ગમે તે હોય. બીજું અહી એ પણ અમને નવાઈ લાગેલી કે અહિયાં ઘણા લોકો પ્રાણીઓ પાળે છે - ખાસ કરીને કુતરાઓ.
- આ ઉદાસીન અને પેન્ડેમિક વાતાવરણમાં કોઈને થોડું પોઝીટીવ વાંચવાની ઈચ્છા હોય તો ઓમ માલિકની આ પોસ્ટ વાંચવા જેવી છે.
- હવે પછી કાજળ ઓઝા વૈધની "કૃષ્ણાયન" વાંચવાનો વિચાર છે.
Monday, May 25, 2020
નવાજુની - 10
ઘણાં સમય પછી પાછી આ નવાજુની વાળી પોસ્ટ આવી.
- કોરોનાવાયરસ નો કેર હજી ચાલું જ છે. સદભાગ્યે અહિયાં બેંગ્લોરમાં એનો વ્યાપ ઓછો છે.
- આ કોરોના-કાળ માં વગર કામનું બહાર જવાનું બંધ થયું હોવાથી વજન વધ્યું હોય એવું લાગે છે.
- વાંચવાનું ઠીકઠાક ચાલે છે, તે છતાં જોઈએ એવું નહિ. છેલ્લે જણાવ્યા મુજબ "લવ ઈન ધ ટાઈમ ઓફ કૉલેરા - ગેબ્રિઅલ ગાર્સીયા માર્કેઝ" વાંચી અને એ પછી રામ મોરીની "મહોતું" અને ખલીલ ધનતેજવીની "સોગંદનામું" વાંચી. અને હાલમાં અમીશની "રાવણ" વંચાય રહી છે.
- બેંગ્લોરમાં ઉનાળા જેવું ખાસ કઈ લાગતું જ નથી. કોઈ વાર બહું ગરમી જેવું લાગે તો સાંજ સુધીમાં તો વરસાદ પડી જાય. હજી ગઈકાલે જ ધોધમાર વરસાદ પડ્યો.
- ૩ મહીને આજે વાળ કાપવાનો મેળ પડ્યો.
- હજી દસેક દિવસ પહેલાં જ મારા સ્પોર્ટ્સ શૂઝનું એ શૂઝ અને રીવાંશીના સેન્ડલમાં નું એક સેન્ડલ રાત્રે કોઈ કુતરું લઇ ગયું - અને જોવાની વાત એ છે કે એ રાતે જ અમે જમીને બહાર ઉભા હતા ત્યારે રીવાંશીએ નીચે શેરીમાં રહેતા કુતરાઓને ઘણું "હટ હટ" કર્યું હતું. "ઈંટ કા જવાબ પથ્થર સે". એના નવા સેન્ડલનો તો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે પણ મારા શૂઝનું હવે જોઈએ ક્યારે મેળ પડે છે.
બાકી તો "ઘરમાં રહો, સુરક્ષિત રહો".
Saturday, December 29, 2018
નવાજુની - 9
- છેલ્લાં પંદરેક દિવસથી દોડવાનું સાવ બંધ છે. (વૅરી બેડ)
- અને છેલ્લે અકૂપાર વાંચ્યા પછી વાંચવાનું સાવ જ બંધ છે. (જે ખુબ જ ખરાબ કહેવાય - વૅરી વૅરી બેડ)
- અમદાવાદ નેશનલ બુક ફેરનું મુલાકાત લેવામાં આવેલી. પણ હવે પહેલાં જેવો ચાર્મ નથી રહ્યો. ખુબ જ કંટ્રોલ કરીને એક પણ પુસ્તક ખરીદવામાં આવ્યું નથી. કારણ - ઘરેથી પહેલાં જ કહીદેવામાં આવેલું કે પહેલા જે ઘરે પુસ્તકો પડ્યા છે એ વાંચો પછી બીજા લાવજો. :-(
- અને આ ટાઢ એ ભારે કરી આ વખતે.
Wednesday, November 14, 2018
નવાજુની - 8
- ઘણાં વખત પછી નવાજુની વાળી પોસ્ટ આજે લખી રહ્યો છું.
- શિયાળો ચાલું થઇ ગયો છે. અને દર શિયાળે જેમ ફિટ (fit) રેહવાનું અમને શુરાતન ઉપડે છે એમ આ વર્ષે પણ ઉપડ્યું છે. જોકે એમ તો શ્રાવણ-ભાદરવાથી જ આ શુરાતન ની શરૂઆત થઇ ગઈ હતી.
- પરિણામે દોડવાનું ચાલું કર્યું છે. (એ વાત અલગ છે કે દોડવાને બદલે ચાલવાનું વધારે બને છે. કારણ: સિમ્પલ, હાંફી જવાય છે. ;-)
- સાથે સાથે થોડી સ્ટ્રેચિંગ અને બીજી કસરતો પણ શરુ કરી છે.
- ગોલ (goal) છે કે 5 km દોડી શકાય એટલે હાલ પૂરતા ગંગા નાહ્યા.
- બાકી વાંચવામાં તો એવું છે કે ત્રણેક મહિના થી આપણે ગાંધીનગર ની સરકારી લાયબ્રેરીના આજીવન સભ્ય બન્યા છીએ અને 2-3 પુસ્તકો ઘરે લાવી વાંચ્યા છે. (૧. The Palace of Illusions ૨. Curfewed Night ૩. અકૂપાર (હાલ વાંચી રહ્યો છું.))
- એમાં પાછી વચ્ચે આપણે ચેતન ભગતની The Girl in Room 105 પણ વાંચી નાખી.પેલું કહે છેને :નવરા બેઠા નખ્ખોદ વાળે
- બાળકો હમણાં અહિયાં સાથે નથી એટલે વાંચવાનો અને દોડવા જવાનો સમય મળી રહે છે. અહિયાં આવે પછી જોઈએ કેટલે પહોચી વળાય છે.
- અમદાવાદ નેશનલ બૂક ફેર આવી રહ્યો છે - ૨૪ નવેમ્બરથી. આ વર્ષે મે (May) મહિના ને બદલે શિયાળામાં રાખ્યો છે. કારણ: વીજળીનું બીલ ઓછું આવે (આવું મેં FM રેડીઓ પર સાંભળેલું)
- અને હા, સાલ-મુબારક
Tuesday, June 28, 2016
નવાજુની - 7
આજે મને જાણવા મળ્યું કે મારી સાથે નોકરી કરતા આલાપ મેહતા ના ફુવા એટલે 'પ્રિયજન' નવલકથાના લેખક શ્રી વિનેશ અંતાણી.
વાત એમ હતી કે રાકેશએ એવું કીધું કે હું કવિતાઓ લખું છું. એટલે જુહીએ પૂછ્યું કે ક્યાં છે તમારી કવિતાઓ ?
એટલે મેં આ બ્લોગની વાત કરી. અને એ બધાં (આલાપ, જુહી, નીરવ) આ બ્લોગ ખોલીને બેસી ગયા અને મારી કવિતાઓ વાંચવા લાગ્યા.
એ સમયે આલાપે કીધું કે મારા ફુવા વિનેશ અંતાણી પણ લખે છે. એ જાણીને મને સુખદ આશ્ચર્ય થયું અને મેં આલાપને કહ્યું કે જો શક્ય હોઈ તો મને એમની સાથે મુલાકાત કરાવી આપે.
મેં સહુથી પહેલા વિનેશ અંતાણીને દિવ્યભાસ્કરની રવિપૂર્તિમાં વાંચેલા. અને મને એ લેખમાં એક નવો શબ્દ જાણવા મળેલો એ મને હજી યાદ છે. શબ્દ હતો 'માલીપા'. માલીપા શબ્દનો નજીકનો અર્થ થાય - within.
એ પછીમે એમની લેખન યાત્રા વિશે "લખવું એટલે કે..."માં વાંચી.
અને ત્યારબાદ 'પ્રિયજન' નવલકથામાં. પ્રિયજન મને ખૂબ જ ગમેલી.
મને લેખકો-કવિઓને મળવાનું ગમે છે. કારણ કે મળીને મને પણ લખવાની પ્રેરણા મળે છે.
જોઈએ હવે વિનેશ સાહેબને ક્યારે મળાય છે.
વાત એમ હતી કે રાકેશએ એવું કીધું કે હું કવિતાઓ લખું છું. એટલે જુહીએ પૂછ્યું કે ક્યાં છે તમારી કવિતાઓ ?
એટલે મેં આ બ્લોગની વાત કરી. અને એ બધાં (આલાપ, જુહી, નીરવ) આ બ્લોગ ખોલીને બેસી ગયા અને મારી કવિતાઓ વાંચવા લાગ્યા.
એ સમયે આલાપે કીધું કે મારા ફુવા વિનેશ અંતાણી પણ લખે છે. એ જાણીને મને સુખદ આશ્ચર્ય થયું અને મેં આલાપને કહ્યું કે જો શક્ય હોઈ તો મને એમની સાથે મુલાકાત કરાવી આપે.
મેં સહુથી પહેલા વિનેશ અંતાણીને દિવ્યભાસ્કરની રવિપૂર્તિમાં વાંચેલા. અને મને એ લેખમાં એક નવો શબ્દ જાણવા મળેલો એ મને હજી યાદ છે. શબ્દ હતો 'માલીપા'. માલીપા શબ્દનો નજીકનો અર્થ થાય - within.
એ પછીમે એમની લેખન યાત્રા વિશે "લખવું એટલે કે..."માં વાંચી.
અને ત્યારબાદ 'પ્રિયજન' નવલકથામાં. પ્રિયજન મને ખૂબ જ ગમેલી.
મને લેખકો-કવિઓને મળવાનું ગમે છે. કારણ કે મળીને મને પણ લખવાની પ્રેરણા મળે છે.
જોઈએ હવે વિનેશ સાહેબને ક્યારે મળાય છે.
Tuesday, February 3, 2015
નવાજુની - 6
- આખરે નવા ઘરમાં શિફ્ટ થયા.
- ટી. વી. નું કનેક્શન હજી નથી થયું. એટલે હાલ શાંતિ છે. કોઈ ટી. વી. શો કે ન્યુઝ ચેનલ નહિ જોવા મળે.
- એલ.પી.જી કનેક્શન હજી આવ્યું નથી. એટલે હાલ પુરતો મહેશ નો સીલીન્ડર અને સ્ટવ વાપરીએ છીએ.
- ઘર શિફ્ટ કરવું એ કપરું કામ છે.
- બેડ ખોલીને ફીટ કરતાં આવડી ગયું છે.
- મમ્મી, મામીસાહેબ, કિરણ અને પ્રદીપનો ઘણો આભાર. મારે ઘણી શાંતિ રહી.
Sunday, January 11, 2015
નવાજુની - 5
- ગઈકાલે નવી આવેલ મૂવી 'તેવર' જોવામાં આવી. 'તેવર' પોતાના તેવર બતાવવામાં નિષ્ફળ રહી. ઘણી લાંબી ફિલ્મ હતી. થાક લાગે એટલી લાંબી. જૂની વાર્તા જેવી હતી. મનોજ બાજપાઈની એક્ટિંગ સારી હતી. બાકી ચીલા-ચાલુ ફિલ્મ.
- હાલ નવું ઘર શોધવાનું ચાલું છે.
- વાઈબ્રન્ટ ગુજરાત સમિત - 2015 આજ થી શરું થયું. એને લીધે ઘણાં રોડ બંધ કરવામાં આવ્યા છે. સરવાળે આમ-આદમી ને પરેશાની.
Monday, December 22, 2014
નવાજુની - 4
- કિરણ, સમીના અને વિપુલ જોડે સાબરમતી રિવર ફ્રન્ટ પર ગયા.
- કિરણ જોડે સાબરમતી નદીમાં સ્પીડ-બોટની મજા માણી.
- તુષાર અને પ્રાચી આલ્ફા વન મોલમાં મળ્યા અને પછી ત્યાં જ સીનેપોલીસમાં નવું આવેલ મુવી પી.કે. જોયું.
- મુવી પછી મિતાલી પણ મળી અને એને મળી ને અમે UVPCE, Ganpat University ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં (alumni meet) ગયા.
- ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનની પોસ્ટ મારા અંગ્રેજી બ્લોગ પર છે.
Monday, December 15, 2014
નવાજુની - 3
- ગઈ કાલે પરીક્ષાના બહાને અમે ઘણાં મિત્રો અમદાવાદમાં મળ્યા. પરીક્ષા હતી GPSC દ્વારા લેવામાં આવતી ગુજરાતની Engineering/Polytechnic Colleges માં IT Lecturer માટે ની ભરતીની.
- ઘણાં સમય પછી હું વિમલ, રવિ, શ્રીકાંત અને આદેશને (RSA) મળ્યો. તુષાર, વિપુલ, કિરણ અને આનંદભાઈ પણ હતા.
- પરીક્ષા પછી અમે બધા આશ્રમ રોડ પર એક રેસ્ટોરાંમાં જમ્યા અને પછી મુવી (Exodus) જોવાનું ગોઠવ્યું. મુવી નો શો 3:30 નો હોવાથી અમે લોકો જમ્યા પછી સાબરમતી રીવર-ફ્રન્ટ ગયા અને as usual - ફોટો પાડ્યા.
- હું, તુષાર, શ્રીકાંત અને રવિ સ્પીડ બોટ માં પણ બેઠા. સરસ અનુભવ.
- મુવી પછી અમે બધાને આવજો કરી ને ગાંધીનગર આવ્યા.
- અને હા, બધાને "ટાઢ મુબારક".
Thursday, November 20, 2014
નવાજુની - 2
- આજકાલ મેં અને કિરણે મોબાઈલમાં કેન્ડી ક્રશ સાગા ગેમ રમવાનું શરું કર્યું છે. ખુબ જ સરસ ગેમ છે.
- પાણી ભરેલી ડોલ માં પડ્યા પછી મારો મોબાઈલ થોડો બગડી ગયો છે. અમુક વાર ઇયર-પીસ બરાબર ચાલે અને અમુક વાર મારે સ્પીકર પર વાત કરવી પડે.
- ચેતન ભગતની નોવેલ હાલ્ફ ગર્લફ્રેન્ડ પતાવી.
- રોબીન શર્માની મેગાલીવિંગ વાંચવાની ચાલુ કરી છે.
Wednesday, May 14, 2014
નવાજુની, અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪
નવાજુની
- ઘણાં દિવસોથી લખવાનું બાકી છે. આખરે ઘણી મહેનત પછી ગાંધીનગરમાં ઘર ભાડે મળ્યું. મકાનમાલિક પણ સારા છે.
- ઘરે activa લેવામાં આવ્યું છે.
- કૉલેજમાંથી આ વખતે એક મહિના જેટલું વેકેશન મળ્યું છે.
અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪
- આ વખતે બૂક ફેર મારા માટે ખુબ જ મજેદાર રહ્યો.
- મારા ગમતા લેખકો - જય વસાવડા અને ડૉ. શરદ ઠાકરને મળવાનો મોકો મળ્યો. એમની સાથે ફોટો પણ પડાવ્યો અને એમના હસ્તાક્ષર વાળા પુસ્તકો પણ ખરીદ્યા.
- બૂક ફેર ની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. જેમાં આ વખતે મને પાર્થિવ ગોહિલ નો લાઈવ શો માણવા મળ્યો અને આપણા લોકલાડીલા એવા હાસ્યકલાકાર સાંઈરામ દવે ને માણવાનો અને સાથે ફોટો પડાવવાનો પણ મોકો મળ્યો.
Tuesday, August 6, 2013
નવાજુની - 1
- 2 દિવસથી ગળામાં ઇન્ફેકશન છે.
- નાક વહે છે.
- વિકનેસ લાગી રહી છે.
- કામ ઘણું રહે છે.
- વાંચવાનું ઘણું છે.
- આશા રાખીએ તબિયતમાં જલ્દી સુધારો થાય. :-)
Monday, May 7, 2012
ઓ રી ચીરૈયા – સત્યમેવ જયતે
ગઈ કાલે સત્યમેવ જયતે નો પહેલો એપિસોડ જોયો. ભારત માં થતી સ્ત્રી ભ્રૂણહત્યા ને ચમકાવવામાં આવી હતી. મને બાળકીઓ પ્રત્યે ની સૂગ અને દીકરાઓ પ્રત્યે ની ચાહ રાખતા લોકો પ્રત્યે પહેલેથી જ નફરત છે.
એપિસોડ જોતા પહેલા મને એવું હતું કે સ્ત્રી ભ્રૂણહત્યા ફક્ત ગામડાઓ માં અને અભણ લોકો દ્વારા થતી હોઈ છે. પણ એપિસોડ જોયા પછી મને ખબર પડી કે ભણેલા-ગણેલો લોકો માં પણ આ પાપ એટલું જ પ્રસરેલું છે જેટલું કે અભણ લોકોમાં. શો માં બતાવેલો એક કિસ્સો, કે જેમાં એક ઓર્થોપેડીક ડોક્ટરે એની ખુદની ડોક્ટર પત્ની સાથે (બે બાળકીઓ ના જન્મ પછી) કેવો વ્યવહાર કરેલો એ જોયા પછી ઘણાં ખરા લોકો ની આંખો ખુલી ગઈ કે જેઓ એવું માનતા હતા કે સ્ત્રી ભ્રૂણહત્યા ફક્ત અભણ અને ગામડાઓ માં જ થાય છે.
મને એ ડોક્ટરો પ્રત્યે તો ખુબ જ નફરત છે જે નાની બાળકીઓ ની હત્યાઓ કરે છે. ૨ રિપોર્ટરો દ્વારા ૭ વર્ષ પહેલા રાજસ્થાન માં થયેલા સ્ટીંગ ઓપરેશન ની પણ ક્લીપ બતાવામાં આવેલી કે જેમાં પેટ માં ઉછરેલી દીકરી ને મારવા ના આ નાલાયક ડોક્ટરો ફક્ત રૂ. ૨૦૦૦ લેતા હતા.
આ શો માં હર્યાણા ના અમુક વાંઢાઓ ની વ્યથા પણ દેખાડવામાં આવી હતી. આ યુવાનો ની સમસ્યા એ હતી કે ૩૫ વર્ષ ના થવા છતાં દીકરીઓ ની કમી ને લીધે એ લોકો હજું પણ કુંવારા જ છે. પણ હદ તો ત્યારે થાય છે કે જ્યારે આવા વાંઢા ને માટે કર્ણાટક, ઓરિસ્સા, બિહાર અને બીજા રાજ્યોમાંથી દીકરીઓ ને લાવી ને વેચવામાં આવે છે. અરે અમુક દીકરીઓ તો એના જીવનકાળ માં ઘણી વખત વેચાય છે અને અમુક વાર તો ૩-૪ વાંઢાઓ વચ્ચે વહેચાય પણ છે. આવી દીકરીઓ નું સામાજિક સ્તરે કોઈ જ માન રહેતું નથી.
શો દરમિયાન એક સારી વાત એ પણ જાણવા મળી કે પંજાબ ના એક વિસ્તાર ના ડેપ્યુટી કમિશનર શ્રી કિશન કુમારે ૭૧ પોઈન્ટ થી દીકરીઓ ની સંખ્યા માં વધારો કર્યો.
શો ને અંતે અમીર ખાન (શો નો હોસ્ટ) એ ખુદ લોકો ને અપીલ કરી કે એ રાજસ્થાન સરકાર ને પત્ર લખી ને કહેશે કે પેલા પત્રકારો દ્વારા થયેલા સ્ટીંગ ઓપરેશન ના કેસ ને ફાસ્ટ ટ્રેક કોર્ટ માં લે અને જલ્દી થી જલ્દી એ ડોક્ટરો ને સજા આપે.
દર અઠવાડિયે આ શો માં અલગ અલગ એન.જી.ઓ. ને પસંદ કરી ને જે ટોપીક ડિસ્કસ થયો હોય એમાં મદદ કરવા માટે અરજી કરી છે. આ અઠવાડિયા નું એન.જી.ઓ હતું "સ્નેહાલય". તમે આ એન.જી.ઓ ને રૂપિયા ડોનેટ કરી શકો છો. ઈ સાથે સાથે દરેક શો ને અંતે અમીર એક સવાલ પૂછે છે અને એ સવાલ ના જવાબ આપવા તમે એસ.એમ.એસ કરી શકો છો. દરેક એસ.એમ.એસ નો એક રૂપિયો થાય છે. આ એસ.એમ.એસ ની જમા થયેલી રકમ (ટેક્સ ને બાદ કરતાં) એ એન.જી.ઓ માં ડોનેટ થશે.
અને છેલ્લે હું "ઓ રી ચીરૈયા" ગીત જે સ્વાનંદ કિરકિરે એ ગાયેલું અને રામ સંપથ એ સંગીત આપેલું એ ગીત નો વીડીઓ મૂકી ને આજની પોસ્ટ પૂર્ણ કરું છુ.
Subscribe to:
Posts (Atom)
મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...
-
જ્યારે મનુષ્ય બહુભાષી થઈ જાય છે, મહાનગર કે નગરમાં કાન થી બે, ત્રણ, ચાર ભાષાઓ બોલતો-સમજતો થઈ જાય છે (લખતો નહીં!) ત્યારે તેની માતૃભાષાનું વ્યા...