Monday, May 7, 2012

ઓ રી ચીરૈયા – સત્યમેવ જયતે

ગઈ કાલે સત્યમેવ જયતે નો પહેલો એપિસોડ જોયો. ભારત માં થતી સ્ત્રી ભ્રૂણહત્યા ને ચમકાવવામાં આવી હતી. મને બાળકીઓ પ્રત્યે ની સૂગ અને દીકરાઓ પ્રત્યે ની ચાહ રાખતા લોકો પ્રત્યે પહેલેથી જ નફરત છે.
એપિસોડ જોતા પહેલા મને એવું હતું કે સ્ત્રી ભ્રૂણહત્યા ફક્ત ગામડાઓ માં અને અભણ લોકો દ્વારા થતી હોઈ છે. પણ એપિસોડ જોયા પછી મને ખબર પડી કે ભણેલા-ગણેલો લોકો માં પણ આ પાપ એટલું જ પ્રસરેલું છે જેટલું કે અભણ લોકોમાં. શો માં બતાવેલો એક કિસ્સો, કે જેમાં એક ઓર્થોપેડીક ડોક્ટરે એની ખુદની ડોક્ટર પત્ની સાથે (બે બાળકીઓ ના જન્મ પછી) કેવો વ્યવહાર કરેલો એ જોયા પછી ઘણાં ખરા લોકો ની આંખો ખુલી ગઈ કે જેઓ એવું માનતા હતા કે સ્ત્રી ભ્રૂણહત્યા ફક્ત અભણ અને ગામડાઓ માં જ થાય છે.

મને એ ડોક્ટરો પ્રત્યે તો ખુબ જ નફરત છે જે નાની બાળકીઓ ની હત્યાઓ કરે છે. ૨ રિપોર્ટરો દ્વારા ૭ વર્ષ પહેલા રાજસ્થાન માં થયેલા  સ્ટીંગ ઓપરેશન ની પણ ક્લીપ બતાવામાં આવેલી કે જેમાં પેટ માં ઉછરેલી દીકરી ને મારવા ના આ નાલાયક ડોક્ટરો ફક્ત રૂ. ૨૦૦૦ લેતા હતા. 

આ શો માં હર્યાણા ના   અમુક વાંઢાઓ ની વ્યથા પણ દેખાડવામાં આવી હતી. આ યુવાનો ની સમસ્યા એ હતી કે ૩૫ વર્ષ ના થવા છતાં દીકરીઓ ની કમી ને લીધે એ લોકો હજું પણ કુંવારા જ છે. પણ હદ તો ત્યારે થાય છે કે જ્યારે આવા વાંઢા ને માટે કર્ણાટક, ઓરિસ્સા, બિહાર અને બીજા રાજ્યોમાંથી દીકરીઓ ને લાવી ને વેચવામાં આવે છે. અરે અમુક દીકરીઓ તો એના જીવનકાળ માં ઘણી વખત વેચાય છે અને અમુક વાર તો ૩-૪ વાંઢાઓ વચ્ચે વહેચાય પણ છે. આવી દીકરીઓ નું સામાજિક સ્તરે કોઈ જ માન રહેતું નથી.

શો દરમિયાન એક સારી વાત એ પણ જાણવા મળી કે પંજાબ ના એક વિસ્તાર ના ડેપ્યુટી કમિશનર શ્રી કિશન કુમારે ૭૧ પોઈન્ટ થી દીકરીઓ ની સંખ્યા માં વધારો કર્યો. 

શો ને અંતે અમીર ખાન (શો નો હોસ્ટ) એ ખુદ લોકો ને અપીલ કરી કે એ રાજસ્થાન સરકાર ને પત્ર લખી ને કહેશે કે પેલા પત્રકારો દ્વારા થયેલા સ્ટીંગ ઓપરેશન ના કેસ ને ફાસ્ટ ટ્રેક કોર્ટ માં લે અને જલ્દી થી જલ્દી એ ડોક્ટરો ને સજા આપે.

દર અઠવાડિયે આ શો માં અલગ અલગ એન.જી.ઓ. ને પસંદ કરી ને જે ટોપીક ડિસ્કસ થયો હોય એમાં મદદ કરવા માટે અરજી કરી છે. આ અઠવાડિયા નું એન.જી.ઓ હતું "સ્નેહાલય". તમે આ એન.જી.ઓ ને રૂપિયા ડોનેટ કરી શકો છો. ઈ સાથે સાથે દરેક શો ને અંતે અમીર એક સવાલ પૂછે છે અને એ સવાલ ના જવાબ આપવા તમે એસ.એમ.એસ કરી શકો છો. દરેક એસ.એમ.એસ નો એક રૂપિયો થાય છે. આ એસ.એમ.એસ ની જમા થયેલી રકમ (ટેક્સ ને બાદ કરતાં) એ એન.જી.ઓ માં ડોનેટ થશે. 

અને છેલ્લે હું "ઓ રી ચીરૈયા" ગીત જે સ્વાનંદ કિરકિરે એ ગાયેલું અને રામ સંપથ એ સંગીત આપેલું એ ગીત નો વીડીઓ મૂકી ને આજની પોસ્ટ પૂર્ણ કરું છુ.


મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...