Celebrated Principal Sir's birthday.(one day in advance as tomorrow its holiday)
Posts
Showing posts from December, 2010
પધારો શ્રી વિમલ પામ્ભર.
- Get link
- Other Apps
આજથી અમારા રૂમ માં, મારો classmate વિમલ પામ્ભર રેહવા આવ્યો. અમારા રૂમમાં ૪ students રહી શકે એવો રૂમ છે પણ અત્યાર સુધી અમે ત્રણ જ રેહતા'તા. વિમલ અત્યાર સુધી ખેરવા ગામમાં રેહ્તો'તો. આજથી એ હોસ્ટેલ માં રેહવા આવી ગયો. વિમલ મૂળ રાજકોટ પાસે આવેલ મેઘપર ગામનો છે. એને BVM (Birla Vishwakarma Mahavidyalay), વલ્લભ વિદ્યાનગર થી B.E. કર્યું છે.
ખારી ચા, મા-બાપ ને ભૂલશો નહિ અને PIPO
- Get link
- Other Apps
ખારી ચા :- આજે કોલેજમાં principal સાહેબ (શ્રી વી.કે.પાંડે), જે અમને CNS subject ભણાવે છે, એમનો લેક્ચર હતો. એમને વાત વાત માં એક નવી recipe try કરવાની કીધી. એમને કીધું કે ચા માં ખાંડ ને બદલે મીઠું નાખી ને પીવી, રોજ નહિ તો અઠવાડિયા માં એક વાર. આવી ચા પીવાથી ગુસ્સો નો આવે. ભલે સાહેબ, એક વાર અખતરો કરી જોઇશ. મા-બાપ ને ભૂલશો નહિ :- આજે સાહેબે બીજી પણ એક સરસ વાત કીધી જેનો સારાંશ એ હતો કે તમારા મા-બાપ ને ભૂલશો નહિ અને મા-બાપ એકલા નહિ તમારા ઘર માં જે પણ કોઈ મોટા હોઈ, દાદા-દાદી વગેરે એ બધાને ભૂલશો નહિ, અવગણશો નહિ કારણ કે એક વાર એ દુનિયામાંથી વિદાય થશે પછી કોઈ તમને ટોકશે નહિ કે સારા-ખોટા નું ભાન નહિ કરાવે. એમને એમની વાત કરી કે એ જયારે બી.ટેક અને એમ.ટેક માં ભણતા'તા ત્યારે એ એમના દાદા સાથે રેહતા હતા કારણ કે એમના પપ્પા ની જોબ બીજા કોઈ શેહેર માં હતી. એમના દાદા એમને રોજ બધું પૂછ્યા કરતા જેમ કે - જામ્યો કે નહિ ?, ભણવાનું કેવું ચાલે છે ?, વગેરે વગેરે, અને ઘણી વાર મારતા પણ ખરા. પણ જ્યારે એમની વિદાય થઇ ત્યારે સાહેબ ને એમના દાદા ની ખુબ યાદ આવી. અને આ વાત ને લઈને એમને અમને પણ સલાહ આપી કે તમારે પણ તમારા વ
ચોરી કરવી હોઇતો સોના ની કરવી - શ્રી શ્રીકાંત પટેલ
- Get link
- Other Apps
આજે અમે કોલેજ માં આમજ વાતો કરતા'તા ત્યારે કાઇક ચોરી ની વાતો નીકળી'તી ત્યારે શ્રીકાંતનું એવું માનવું છે કે જો કોઈએ ચોરી કરવી હોઇતો પૈસા ની ચોરી કે બીજા માલ-સામાન ની ચોરી કરવા કરતા સોના ના ઘરેણાં ની ચોરી કરવી જોઈએ કારણ કે સોના ના ઘરેણાને તરત ચોરી કરીને ઓગાળી નાખવાના એટલે કોઈ સબૂત ના રહે. શ્રીકાંત જહાંપનાહ, તુસ્સી ગ્રેટ હો...
એક ગલુડીયા ની ઈર્ષ્યા.
- Get link
- Other Apps

આજે કોલેજ ની સામે આવેલા garden ની પાસે આવેલા foot-path પર મેં આ નાના ગલુડીયા ને આરામ થી સુતા જોયું. મને ગમી ગયું અને મેં એનો ફોટો પાડી લીધો. અને પછી મને વિચાર આવ્યો કે આની ઝીંદગી કેટલી મસ્ત છે. નથી એને ATN ના submission ની ચિંતા કે નથી એને DC ના practical submit કરવાની ચિંતા. નથી એને java ના code સમજવાની માથાકૂટ કે નથી એને OpenGL માં CG ના programs કરવાની ઉતાવળ. એને તો બસ સવાર માં ઉઠી ને એના પેટ ની ચિંતા કરવાની, એની મા જે ખવડાવે એ ખાઈ લેવાનું અને બાકીનો time આરામ કરવાનો, college ના students ને ભણતર તો ભાર ઉચકતા જોવાના અને રમ્યા કરવાનું. ભગવાને આટલા બધા પ્રાણીઓ બનાવ્યા એમાં માણસ એમનું સહુથી કાબેલ પ્રાણી છે કારણ કે એની પાસે વિચારવાની શક્તિ છે. પણ આજે મને એવું થયું કે એ વિચારવાની શક્તિ ને લીધે આપણે આટલી બધી માથાકૂટ કરવી પડે છે. No doubt, ભગવાને જે આપ્યું છે એ ખુબજ સારું છે અને આપણે એનો આભાર માનવો જોઈએ, પણ તોય આજે મને આ ગલુડીયા ની ઝીંદગી વધુ સારી લાગી.
Who's a girl ?
- Get link
- Other Apps
A girl is like a bird, God's most prettiest creation in the world. The childhood of girls is their gold age. After that, the world keeps them into a beautiful cage. This innocent creature, looks like a fairy, Who loses her feather when she marries... She leads all her life in serving others. She also has a heart, but no one bothers. A dress of happiness and pleasure she wears. But in every corner you find a girl shedding tears. Moral: Try to give girls the due respect that they deserve. Forward to all boys to make them realise a girls importance and to all girls to make them feel how special they are. Above message was sent to me by my friend ND. Thank you ND.
પૈસા ની લેવડ-દેવડ...
- Get link
- Other Apps

બુધવારે અમારા મહેસાણા પ્રવાસ માં થયેલા ખર્ચા ની આજે અમે લેવડ-દેવડ પતાવી. દરેકે આદેશ ને રૂ.૧૫, રવિ ને રૂ.૧૦ અને શ્રીકાંત ને રૂ.૫ આપવાના થયા. આ બધી લેવડ-દેવડ થઇ આજે કેન્ટીન મા. જોવા જેવો નઝારો હતો. મેં થોડાં ફોટા પાડ્યા છે. જુઓ. બીજી વાત માં એ કે ગઈ કાલે કોલેજ કેમ્પસ માં આમળા વહેચવા આવ્યા'તા. તો શ્રીકાંતે અમારા માટે આમળા લીધા અને લેબ પછી અમે ખાધા. અને પછી આજે કેન્ટીન માં મેં બધાને ઠંડું-મીઠું પાન ખવડાવ્યું.
કોલેજ બસ નો એક્સીડન્ટ, મહેસાણા નો પ્રવાસ...
- Get link
- Other Apps
આજે સવારે ઉતાવળે કોલેજ પોહોચ્યો પણ ત્યાં જઈ ને જોયું તો કોઈ હાજર નોહ્તું. ક્લાસ પણ બંધ હતો. ક્લાસ બહાર મારી ક્લાસમેટ ઉભી હતી. એને મેં પૂછ્યું કે "ક્યા છે બધા ?" તો એને કીધું કે "કોઈ હજી આવ્યું નથી." મેં મારા ક્લાસમેટ વિમલ ને ફોન કરીને પૂછ્યું તો એને કીધું કે અમે બધા કોલેજ બહાર આવેલા ગાર્ડન માં ઉભા છીએ. (શિયાળામાં સુર્ય ના કૂંણા તાપ માં ઉભા રેહવાની મજા જ કૈક અલગ હોઈ છે). હું પણ ત્યાં પોહોચ્યો. પછી અમે વિચાર્યું કે હવે એક વાર ક્લાસ બાજુ આંટો મારવો જોઈએ. પણ જોયું તો ક્લાસ માં કોઈ હતું નહિ અને કોઈ ફેકલ્ટી પણ નો'તી દેખાતી. અમે ૨ મીનીટ ક્લાસ બહાર ઉભા રહીને વાતો કરતા'તા ત્યાં કોઈએ અંકુર ના મોબાઈલ પર ફોન કરીને કીધું કે ગોઝારીયા પાસે ગણપત વિદ્યાનગર ની બસ નું એક્સીડન્ટ થયું છે. એટલે અમે બહાર ગયા. શ્રીકાંત ને ફોન કરીને પૂછ્યું કે એ બરાબર છે કે નહિ, કારણ કે એ અમદાવાદથી બસ મા આવે છે. એ તો બરાબર હતો, પણ બીજા ઘણાં વિદ્યાર્થીઓ અને અમુક ફેકલ્ટી ને થોડું-ઘણું વાગ્યું'તું. એમને મહેસાણા અને ગોઝારીયા ની સરકારી હોસ્પિટલો માં લઇ જવામાં આવ્યા. આનંદ, અંકુર, આદેશ અને તુષાર બાઈક લ
- Get link
- Other Apps
અત્યારે હોસ્ટેલ મા લાઈટ ગઈ છે. હું, નીશીત અને અમિત જાગીએ છીએ. હમણા જ અમે ચા અને ગાઠીયા ખાય ને આવ્યા. હોસ્ટેલ માં પરીક્ષાઓ વખતે રાત્રે ચા અને નાસ્તો વહેંચાય છે. અમારે ૬થી બીજી ઇન્ટરનલ પરીક્ષા શરુ થાય છે. આજથી કોલેજ જવાનું બંધ કર્યું, વાંચવા માટે. રૂમ માં અત્યારે ભમરી ફરી રહી છે અને નીશીત એને ભગાડવા ક્યારનો મથે છે પણ જડતી નથી અને જડે તો એ પકડે એ પેહલા ભાગી જાય છે. અને વાંચવાનું ઘણું બાકી છે પણ લાઈટ વગર અમે ટાઈમપાસ કરીએ છે.