અત્યારે હોસ્ટેલ મા લાઈટ ગઈ છે. હું, નીશીત અને અમિત જાગીએ છીએ. હમણા જ
અમે ચા અને ગાઠીયા ખાય ને આવ્યા. હોસ્ટેલ માં પરીક્ષાઓ વખતે રાત્રે ચા
અને નાસ્તો વહેંચાય છે. અમારે ૬થી બીજી ઇન્ટરનલ પરીક્ષા શરુ થાય છે. આજથી
કોલેજ જવાનું બંધ કર્યું, વાંચવા માટે. રૂમ માં અત્યારે ભમરી ફરી રહી છે
અને નીશીત એને ભગાડવા ક્યારનો મથે છે પણ જડતી નથી અને જડે તો એ પકડે એ
પેહલા ભાગી જાય છે. અને વાંચવાનું ઘણું બાકી છે પણ લાઈટ વગર અમે ટાઈમપાસ
કરીએ છે.

Comments