Thursday, December 31, 2009

Welcome 2010

It's just few minutes for 2009 to end. Welcoming 2010. Happy New Year to all.

દીકરી જન્મ્યાનું ગીત – જતીન બારોટ

પુત્ર જન્મે ત્યારે તો લોકો ને પેંડા વેહેચતા જોયા છે અને લોકો ખૂબ ખુશ થતા હોઈ છે. પણ દીકરી જન્મ્યા નું આ ગીત મેં પેહલી વાર વાંચ્યું. ગમી ગયું. Source of the below song : www.layastaro.com

- Yashpal Jadeja


મારમાર ઉનાળે લ્હાય લ્હાય તાપમાં
.                                જડતી રે પાણીની ઠીકરી.
.                            દીકરી આવી છે મને દીકરી.

મેશનું કરું હું એને કાળું તે ટપકું ને,
.                  બોખા મોઢે એ સ્હેજ હસતી,
કોઈ દી મેં દાદાને હસતા ના જોયા,
.                એ કરતા રે ગેલ અને મસ્તી.
મોટી થઈને મને રાખશે રે એમ
.                          જેમ માળામાં બચ્ચાંને સુગરી.
.                              દીકરી આવી છે મને દીકરી.

દીકરાનો દલ્લો તો લાગ્યો ના હાથ કોઈ,
.                        એમ કહ્યું કડવી તે ફોઈએ
એવી મિરાતની શું રે વિસાત
.            મારે બદલીમાં ઈશ્વર નહીં જોઈએ
એને રમાડું હું રાત અને દી,
.                            નથી કરવી રે કોઈનીય નોકરી.
.                                  દીકરી આવી છે મને દીકરી.

- જતીન બારોટ

પુત્રજન્મનું મહાત્મ્ય હજી જ્યાં લગીરે ઓછું થયું નથી અને સ્ત્રીભ્રુણહત્યાનું પાતક સરકારી પ્રતિબંધ પછી પણ ઘટ્યું નથી એવા દીકરીના દુકાળના દેશમાં આ ગીત સ્ત્રીજન્મના રાષ્ટ્રગીત સમું સોહે છે. એક બાપની સાવ સહજોક્તિ અનાયાસ કવિતા થઈ અહીં પાંગરી છે. ધીરગંભીર દાદાના બુઢાપાની સુક્કી ડાળી પર પણ દીકરી લીલુંછમ્મ પાન બનીને મહોરી છે. દીકરીના બદલામાં સાક્ષાત્ ઈશ્વર પણ મળે તો બાપને મન એ નક્કામો. દીકરીની નોકરી કરીએ તો બીજી કઈ નોકરી રુચે?

Tuesday, December 29, 2009

I always get confused with the creams kept at wash-basin. Once I
brushed my teeth with shaving cream. And today I was going to shave
with Colgate.

Monday, December 28, 2009

મને ઉપવાસ કરવાનું નથી ગમતું.

હું ઘણા લોકો ને ઉપવાસ કરતા જોઉં છું. હું પણ નાનો હતો ત્યારે કોઈ કોઈ વાર ઉપવાસ કરતો. પણ પછી ઉપવાસ માં ભૂખ્યા રેહવાનું ફાવતું નોતું. એટલે પછી નક્કી કર્યું કે કોઈ દિવસ ઉપવાસ નહિ કરવો. મેં ઘણા લોકો ને ઉપવાસ કરીને, રોજ ખાતા હોઈ એના કરતા બમણું ખાતા જોયા છે. જાણે-અજાણે એ લોકો ઉપવાસ ના નામ પર વધુ ખાતા હોઈ છે. ઉપવાસ તો ભૂખ્યા રહી ને શરીર ને આરામ આપવા માટે હોઈ છે. અને જો કોઈ ભગવાન માટે ઉપવાસ કરતા કોઈ, કે કોઈ બાધા રાખી હોઈ તો ઉપવાસ ભગવાન ના નામ-સ્મરણ કરવા માટે હોઈ છે. પણ લોકો તો બાલાજી નો ફરાળી ચેવડો, વેફર, ફળો અને પેંડા ખાઈ ખાઈ ને પેટ ભરતા હોઈ છે. આના કરતા તો ઘરનું સાદું જમી લેવું વધારે સારું પડે. અને મારી વાત કરું તો મને તો ભૂખ્યા રહી ને ભગવાન નું નામ લેતા પણ નથી ફાવતું. પેટ માં ઉંદર દોડતા હોઈ અને ભગવાન નું નામ કઈ લીતે લઇ શકાઈ. એના કરતા તો શાંતિ થી જમી ને ભગવાન નું નામ લેવું જોઈએ તો આપણે પણ ખુશ અને ભગવાન પણ ખુશ. ભૂખ્યા રહીને આપણો આત્મા દુખી હોઈ ત્યાં આપણે પરમ-આત્મા ને કેવી રીથે ખુશ રાખી શકીશું. એટલેજ મને ઉપવાસ કરવા નથી ગમતા. ભલું કરે ભગવાન. આ વાત મને પેલા એક જુના ભજન/પ્રભાતિયા પર થી લખવાની પ્રેરણા મળી. "જુઠા દેવો મનાવે આ દુનિયા, જુઠા દેવો મનાવે. એકાદશી નું વ્રત કરીને સવા શેર પેંડા ખાવે જી, શીંગ સાકરીયા પેટ ભરી ખાય, તોય ઉપવાસી ને કહાવે આ દુનિયા, જુઠા દેવો મનાવે" 

Going to sleep. Dead tired.

Saturday, December 26, 2009

બંધ છે હોઠ છતાં દિલ માં કોઈ વાત છે. 
ઝૂકેલા નયનો ની જરૂર કોઈ ફરિયાદ છે.
ભૂલ્યા હશે તેઓ એ વીતેલા સમય ને.
અમને તો એ સમયની એક એક પળ યાદ છે. 

Friday, December 18, 2009

ઊપડતી જીભ અટકે છે...

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

- હેમંત પૂણેકર

Thursday, December 17, 2009

ડેન્ટિસ્ટ: બંટાસિંઘ તમારો દાંત કેમ વાદળી છે ભાઈ?????

બંટાસિંઘ: એ તો મેં માર્કર થી કર્યો છે

ડેન્ટિસ્ટ: કેમ????????

બંટાસિંઘ: BLUETOOTH નો જમાનો છે
Son{very hungry} - Mom, whats there to eat???
Mom - Hum eat ka jawaab paththar se denge...

Wednesday, December 16, 2009

It rained here in Bharuch for some 15 minutes of so.... Huh.... ભગવાન પણ આજકાલ ભૂલી જાય છે કે ક્યારે વરસાદ પાડવો અને ક્યારે ઠંડી. 

મારા ગધેડાઓ ક્યાંય દેખાય છે ???

ગઈ કાલ રાતે મને સપનું આવ્યું એમાં મારા ૨ ગધેડાઓ ખોવાઈ ગયા હતા. પછી હું એક તબેલા જેવી જગ્યા પર એમને શોધવા જાઉં છું. ત્યારે મારા ગધેડાઓ મને જોઇને (એમના માલિક ને જોઇને) "હોચી હોચી" કરે છે. અને મને મારા ગધેડાઓ મળી જાય છે. 

આ સપનું આવવાનું સંભવતઃ કારણ એ હોઈ શકે કે ગઈ કાલ સાંજે હું પપ્પા સાથે K J Choksi Public Library, Opposite Collector Office, Bharuch માં એક book exhibition જોવા ગયો હતો. તો ત્યાં exhibition માં મેં શાહબુદ્દીન રાઠોડ એ લખેલી book "મારો ગધેડો ક્યાંય દેખાઈ છે" જોઈ. આ book નું title મને બહુ ગમી ગયું. એટલે કદાચ સપના માં મને ગધેડાઓ આવ્યા હશે અને મારા ગધેડાઓ ખોવાઈ ગયા હશે.

Tuesday, December 15, 2009

A true lover says...

હા કેહ્શો તો સ્વીકાર કરીશ, નાં કેહ્શો તો મેહનત કરીશ. પણ જયારે તમારા લાયક બનીશ, ત્યારે ફરી offer કરીશ, પણ પ્રેમ તો તમને જ કરીશ.

An Irresistible Intruder

Marshall Mcluhan, world famous communications theorist, said way back
in 1964 that the telephone is an irresistible intruder in time and
space. There was no mobile phone in his time.

He's so true. Telephone is an irresistible intruder, be it a mobile
phone or landline phone.

Monday, December 14, 2009

WHY GIRLS DONT MARRY SOFTWARE ENGINEERS ?

Wife - would you like to have some snacks?
Husband - hard disk full.

Wife - have you brought the saree.
Husband - Bad command or file name.

Wife - but I told you about it in morning
Husband - erroneous syntax, abort, retry,cancel.

Wife - hae bhagwan !forget it where's your salary.
Husband - file in use, read only, try after some time.

Wife - at least give me your credit card, i can do some shopping.
Husband - sharing violation, access denied.

Wife - i made a mistake in marrying you.
Husband - data type mismatch.

Wife - you are useless.
Husband - by default.

Wife - what is my value in your life?
Husband - unknown virus detected.

Wife - do you love me or your computer?
Husband - Too many parameters.

Wife - i will go to my dad's house.
Husband - program has performed an illegal operation,it will close.

Wife - I will leave you forever.
Husband - close all programs and log in again

Sunday, December 13, 2009

Irritative, dry coughing since yesterday evening.

Saturday, December 12, 2009

Reaching Ahmedabad's Kalupur station from Bharuch is easy, but from
Kalupur to your destination in Ahmedabad is a daunting task. Dead
tired.
1. જ્યાં દિલ લાગે છે ત્યાં દુનિયા નડે છે, જ્યાં પ્રીત મળે છે ત્યાં પોતાના નડે છે. શું કહું ખુદા ને, કે જ્યાં મરજી મળે છે ત્યાં મજબૂરી નડે છે.

2. સવારમાં ઉઠીને આંખો ખોલતાજ કોઈનો ચેહરો જોવાની ઈચ્છા થાય એ પ્રેમ છે. મંદિર માં દર્શન કરતી વખતે પાસે કોઈ ઉભું છે એવો આભાસ થાય એ પ્રેમ છે. આખા દિવસ નો થાક જેની સાથે બેસવાની કલ્પના માત્રથી દૂર થઇ જાય એ પ્રેમ છે. માથું કોઈ ના ખોળામાં મુકતાજ લાગે કે મન હળવું થઇ ગયું એ પ્રેમ છે. લાખ પ્રયત્નો છતાં જેને નફરત નાં કરી શકો, ભૂલી ના શકો, એ પ્રેમ છે. આ વાંચતી વખતે જેનો ચેહરો નઝર સામે તરવરે એજ તમારો પ્રેમ છે.

Friday, December 11, 2009

My weight : 54 kilograms.

Thursday, December 10, 2009

कुछ पाने के लिए कुछ खोना पड़ता हे

ફૂલો ને અત્તર નું પદ પામવાને ઉકળતી કઢાઈ માં ઉકાળવું પડે છે. થવા બાંસુરી વાસ ના ટુકડા ને આખા શરીરે વીંધાવું પડે છે.

Wednesday, December 9, 2009

Need to sleep early. Sore throat, running nose, watery eyes and
little temperature.
Waked up today morning with sore throat. Gale me khich-khich.

Monday, December 7, 2009

No chef in the world can beat food prepared by mummy. Because it is mixed with lots of love. Thank you mummy. Had a nice dinner. રિંગણ નો ઓળો અને ઉપર માખણ (ઘરે બનાવેલું), બાજરી નો રોટલો , દૂધ, પાપડ અને ગોળ. મજા આવી ગઈ.  

Thursday, December 3, 2009

Black crows look handsome

ગુજરાતી માં કેહવત છે - "કાગડા તો બધે કાળા જ હોય." હું કહું છું કે આપણે એમને ધોળા કરીને કામ પણ શું છે ???? As such, black crows look handsome. 
- Yashpal Jadeja

Wednesday, December 2, 2009

Feeling lighter by 100 grams after today's haircut.

--
Sent from my mobile device

"જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો
કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એ
તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે"

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...