1. જ્યાં દિલ લાગે છે ત્યાં દુનિયા નડે છે, જ્યાં પ્રીત મળે છે ત્યાં પોતાના નડે છે. શું કહું ખુદા ને, કે જ્યાં મરજી મળે છે ત્યાં મજબૂરી નડે છે.
2. સવારમાં ઉઠીને આંખો ખોલતાજ કોઈનો ચેહરો જોવાની ઈચ્છા થાય એ પ્રેમ છે. મંદિર માં દર્શન કરતી વખતે પાસે કોઈ ઉભું છે એવો આભાસ થાય એ પ્રેમ છે. આખા દિવસ નો થાક જેની સાથે બેસવાની કલ્પના માત્રથી દૂર થઇ જાય એ પ્રેમ છે. માથું કોઈ ના ખોળામાં મુકતાજ લાગે કે મન હળવું થઇ ગયું એ પ્રેમ છે. લાખ પ્રયત્નો છતાં જેને નફરત નાં કરી શકો, ભૂલી ના શકો, એ પ્રેમ છે. આ વાંચતી વખતે જેનો ચેહરો નઝર સામે તરવરે એજ તમારો પ્રેમ છે.