Sunday, February 28, 2010
Saturday, February 27, 2010
અર્જુને તો માત્ર એના લક્ષ્યની પૂજા કરી, આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી
અર્જુને તો માત્ર એના લક્ષ્યની પૂજા કરી,
આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી.
બેઉ છેડા પર પતનની શક્યતા ભારે હતી;
એટલે સમજી વિચારી મધ્યની પૂજા કરી.
હું સમર્પિત થઈ ગયો નખશિખ શમણાંઓ ઉપર,
એણે તો સન્મુખ કે બસ શક્યની પૂજા કરી.
ટેવવશ તેં તો 'તથાસ્તુ' કહી મને ટાળ્યો હશે,
મેં તથાસ્તુમાં રહેલા તથ્યની પૂજા કરી.
છે અનુયાયી ગઝલના પંથનો 'અશરફ' ખરો,
એણે જીવભર હૃદયના સત્યની પૂજા કરી.
- અશરફ ડબાવાલા
આમ તો આખી ગઝલ ધ્યાનાર્હ થઈ છે પણ મને ફક્ત મત્લાના શેર વિશે વાત કરવાનું મન થાય છે… આપણી 'સામાન્ય' નજરમાં રહેલી ખામીને કવિએ સરળતાથી વર્ણવી દીધી છે. આપણી સૌથી મોટી નબળાઈ મૂળભૂત લક્ષ્ય ચૂકી જઈને રસ્તામાં અટવાઈ પડવાની છે… સદીઓનો ઇતિહાસ તપાસો… આ જ નજરે ચડશે… આપણે ઈશ્વરને ભૂલી જઈ એના સાચા ભક્તોની ભક્તિ કરવા જ મચી પડીએ છીએ. સાધ્ય કરતાં સાધક મોટો બની બેસે છે… ગૉડ ભૂલાઈ જાય છે અને ઈશુ ખ્રિસ્ત કેન્દ્રમાં આવી જાય છે… ઈશ્વર ને અલ્લાહનું સ્થાન સાધુ-સંતો, કબીર કે મોહંમદ લઈ લે છે…
…અને છતાં આપણે કશું શીખતાં જ નથી…
//All of the above writing is copied from www.layastaro.com
Thursday, February 25, 2010
"છાતીના વાળ ને વિગ નથી હોતી" નો અર્થ ...
Wednesday, February 24, 2010
છાતી ના વાળ ને વિગ નથી હોતી - ચંદ્રકાંત બક્ષી
છાતી ના વાળ ને વિગ નથી હોતી - ચંદ્રકાંત બક્ષી
કોઈને આ વાક્ય નો સાચો મર્મ સમજાય તો જણાવવા વિનંતી.
Sunday, February 7, 2010
Nice Thought!
Saturday, February 6, 2010
દીકરી યાને???
Monday, February 1, 2010
મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા બ્લૉગ પર મેં December, 2010 (M.Tech 1st Sem) માં લખેલી આ પોસ્ટ ગઈકાલે રાત્રે યાદ આવી ગઈ. મારી ૪ વર્ષની દીકરીને પણ આવી જ કંઈક ઈર્ષા કૂ...
-
Ok guys here is another song by zeest for all the financial fcuked ups & broken hearted people.. So lets hit it nice & blue… Kabhi...
-
"મજા આવે છે નવી નવી ભાષાઓ સાંભળવાની અને બોલતી વખતે મૂર્ખ ભૂલો કરતા રહેવાની. ભાષા શીખવાનો એક જ સ્વર્ણ નિયમ છે: ભૂલો કરતા રહેવાની હિંમત હ...