Posts

Showing posts from July, 2015

ધ કલામ ઈફેક્ટ

શનિવારે કૉલેજ પછી હું અને કિરણ કોસંબા ગયા, અભિજિત ના ઘરે. કોસંબા પાસે ખરચ ગામ આવેલ છે અને ત્યાં બિરલા સેલ્યુલોઝ કંપની છે. સરસ મજાનું ટાઉનશીપ છે. ત્યાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ સારું છે. એમાં આવેલી સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ડો. એ.પી.જે. અબ્દુલ કલમ પરનું પુસ્તક "ધ કલામ ઈફેક્ટ" હાથમાં આવ્યું. ઈશ્યુ કરાવીને વાંચવાનું ચાલુ કર્યું. ખુબ જ સરસ પુસ્તક છે જે અબ્દુલ કલમ સાહેબના પર્સનલ સેક્રેટરી શ્રી પી.એમ.નાયર એ લખેલ છે.

વધુ વિગત માટે મારા અંગ્રેજી બ્લોગ પરની પોસ્ટ વાંચવી.

શ્યામ તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ

Image
ગઈ કાલે કૉલેજથી ઘરે પોહોચ્યો અને મમ્મીએ કીધું કે તારા માટે કોઈ એક પુસ્તક આવ્યું છે. પાર્સલ જોયું તો એ amazon.in પરથી આવ્યું હતું. પાર્સલ પર નામ મારું લખેલું હતું પણ કોને મોકલ્યું છે એ ખબર ના પડી. અંદરથી પુસ્તક કાઢ્યું. એમાં પણ કોઈ મેસેજ લખેલ ના જણાયો. અંતે ફરી પાછું પાર્સલ પરનું એડ્રેસ અને એની નીચે લખેલો ફોન નંબર પર મારું ધ્યાન ગયું. નંબર બીજા કોઈનો હતો. એ નંબરને મારા ફોનમાં તપાસતાં જણાયું કે આ તો મારા મિત્ર શ્યામ કોટેચાનો નંબર છે.


શ્યામને તરત ફોન કરીને આભાર માન્યો.


શ્યામને હું પહેલીવાર BITS Edu Campus ના ઈન્ટરવ્યું વખતે મળ્યો હતો. એ પછી જયારે મેં એ કૉલેજ જોઈન કરી ત્યારે હું એને મળ્યો અને થોડાક જ દિવસોમાં અમે ખુબ સારા મિત્રો બની ગયા. એ ખુબ જ હોશિયાર છે અને ખાસ તો એની સચ્ચાઈ મને સ્પર્શી ગઈ. એની પેહલી નોકરી હોવાથી એ થોડો એકલો પડતો હતો. મને મારી પેહલી નોકરીના દિવસો યાદ આવી ગયા. હું પણ એની જેમ ખુબ જ અનુભવી લોકોની વચ્ચે બીનઅનુભવી અને એકલો હતો. એ વખતે મારા મિત્ર લલિત પંડ્યાએ ખુબ મદદ કરેલી. એ જ રીતે મેં પણ મારા થોડા વર્ષોના અનુભવમાં જે કઈ શીખ્યું એ શ્યામ સાથે share કરવાની કોશિશ કરી. અને મન…

ફરી પાછા ભરૂચમાં

ફરી પાછા ભરૂચમાં. SVMIT ફરી જોઈન કરી. અને રોજના અપ-ડાઉનમાં (ભરૂચથી વડોદરા) થી છુટકારો.