આજથી નવા ઘરમાં (શેરી નંબર ૭ , મકાન નંબર ૧૬) સામાન ફેરવવાનું શરુ કર્યું. એમ તો શુભ ચોઘડિયા પ્રમાણે થોડોક સામાન તો થોડા દિવસ પેહલા જ મૂકી આવ્યા હતા. પણ આજે ઘણું ખરું shifting કર્યું. ખાસ કરીને મારો ચોપડાઓનો ઢગલો ત્યાં ફેરવાય ગયો, અને મમ્મી એ મને પૂછ્યા વગર એ ફેરવી નાખ્યો એટલે થોડો ગુસ્સો પણ આવ્યો શરૂઆતમાં . હું કોલેજ ગયો ત્યારેજ મમ્મીએ છાનામાના, મને કહ્યા વગર ફેરવી નાખ્યું બધું. કોલેજે થી ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે બધું ત્યાં , નવા ઘરે જતું રહ્યું છે. એટલે કોલેજે થી આવીને સીધોજ ત્યાં ગયો અને જોયું કે મારો બધો સામાન બરાબર તો છે ને .... ત્યાં જઈને જોયું તો થોડું અસ્તવ્યસ્ત થયું હતું , પણ તોય બધું જલ્દી મળી જાય એમ હતું એટલે મેં ગોઠવ્યું અને થોડી પસ્તી કાઢી. હવે રવિવાર સુધી તો મને લાગે છે બધુંજ ફેરવાય જશે. નીચે નાની કવિતા છે જે મને ઘણી જ ગમે છે. જૂનું ઘર ખાલી કરતાં થતી લાગણી નું વર્ણન બાલમુકુન્દ દવે એ સરસ રીતે આ કવિતા માં વર્ણવી છે. ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું : જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી, બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી, તૂટ્યાં ચશ્માં, ક્લિ