Friday, April 16, 2010

જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુંદ દવે


આજથી નવા ઘરમાં (શેરી નંબર ૭ , મકાન નંબર ૧૬) સામાન ફેરવવાનું શરુ કર્યું. એમ તો શુભ ચોઘડિયા પ્રમાણે થોડોક સામાન તો થોડા દિવસ પેહલા જ મૂકી આવ્યા હતા. પણ આજે ઘણું ખરું shifting કર્યું. ખાસ કરીને મારો ચોપડાઓનો ઢગલો ત્યાં ફેરવાય ગયો, અને મમ્મી એ મને પૂછ્યા વગર એ ફેરવી નાખ્યો એટલે થોડો ગુસ્સો પણ આવ્યો શરૂઆતમાં .  હું કોલેજ ગયો ત્યારેજ મમ્મીએ છાનામાના, મને કહ્યા વગર ફેરવી નાખ્યું બધું. કોલેજે થી ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે બધું ત્યાં , નવા ઘરે જતું રહ્યું છે. એટલે કોલેજે થી આવીને સીધોજ ત્યાં ગયો અને જોયું કે મારો બધો સામાન બરાબર તો છે ને .... ત્યાં જઈને જોયું તો થોડું અસ્તવ્યસ્ત થયું હતું , પણ તોય બધું જલ્દી મળી જાય એમ હતું એટલે મેં ગોઠવ્યું અને થોડી પસ્તી કાઢી. હવે રવિવાર સુધી તો મને લાગે છે બધુંજ ફેરવાય જશે. 

નીચે નાની કવિતા છે જે મને ઘણી જ ગમે છે. જૂનું ઘર ખાલી કરતાં થતી લાગણી નું વર્ણન બાલમુકુન્દ દવે એ સરસ રીતે આ કવિતા માં વર્ણવી છે. 


ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્ધ્રારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
'બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?'
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !આ ઘર માં , શેરી નુંમ્બર ૧૪, મકાન નંબર ૨૫, માં અમે ઘણા વર્ષો રહ્યા. લગભગ ૧૧-૧૨ વર્ષ રહ્યા. મેં મારું દસમું ધોરણ, બારમું ધોરણ, મારું એન્જીનીરીંગ - બધુજ આ ઘરમાં રહી ને પતાવ્યું. હું કદાચ સાતમાં ધોરણ માં હતો ત્યારે અમે આ ઘરમાં આવ્યા'તા (એ પેહલાં શેરી નંબર ૧૨, મકાન નંબર ૧૨ માં રેહતા'તા). આ ઘર સાથે ઘણી યાદો જોડાયેલી છે. એ જિંદગી ભર યાદ રેહશે. ખાસ તો ઘરની પાચળ આવેલો આંબો જે દર વર્ષે સરસ મજાની કેસર કેરી આપતો, આગળ મોટો બગીચો જેમાં દર ચોમાસા માં મારો ભાઈબંધ થઇ ગયેલો મોર નાચતો એ બધું તો મને બહુજ યાદ આવશે. બીજી પણ ઘણી યાદો આ ઘર સાથે જોડાયેલી છે.  

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...