Posts

Showing posts from 2018

નવાજુની - 9

છેલ્લાં પંદરેક દિવસથી દોડવાનું સાવ બંધ છે. ( વૅરી બેડ) અને છેલ્લે અકૂપાર વાંચ્યા પછી વાંચવાનું સાવ જ બંધ છે. (જે ખુબ જ ખરાબ કહેવાય - વૅરી વૅરી બેડ) અમદાવાદ નેશનલ બુક ફેરનું મુલાકાત લેવામાં આવેલી. પણ હવે પહેલાં જેવો ચાર્મ નથી રહ્યો. ખુબ જ કંટ્રોલ કરીને એક પણ પુસ્તક ખરીદવામાં આવ્યું નથી. કારણ - ઘરેથી પહેલાં જ કહીદેવામાં આવેલું કે પહેલા જે ઘરે પુસ્તકો પડ્યા છે એ વાંચો પછી બીજા લાવજો. :-( અને આ ટાઢ એ ભારે કરી આ વખતે.

નવાજુની - 8

ઘણાં વખત પછી નવાજુની વાળી પોસ્ટ આજે લખી રહ્યો છું. શિયાળો ચાલું થઇ ગયો છે. અને દર શિયાળે જેમ ફિટ (fit) રેહવાનું અમને શુરાતન ઉપડે છે એમ આ વર્ષે પણ ઉપડ્યું છે. જોકે એમ તો શ્રાવણ-ભાદરવાથી જ આ શુરાતન ની શરૂઆત થઇ ગઈ હતી. પરિણામે દોડવાનું ચાલું કર્યું છે. (એ વાત અલગ છે કે દોડવાને બદલે ચાલવાનું વધારે બને છે. કારણ: સિમ્પલ, હાંફી જવાય છે. ;-) સાથે સાથે થોડી સ્ટ્રેચિંગ અને બીજી કસરતો પણ શરુ કરી છે.  ગોલ (goal) છે કે 5 km દોડી શકાય એટલે હાલ પૂરતા ગંગા નાહ્યા.  બાકી વાંચવામાં તો એવું છે કે ત્રણેક મહિના થી આપણે ગાંધીનગર ની સરકારી લાયબ્રેરીના આજીવન સભ્ય બન્યા છીએ અને 2-3 પુસ્તકો ઘરે લાવી વાંચ્યા છે. (૧. The Palace of Illusions ૨. Curfewed Night ૩. અકૂપાર (હાલ વાંચી રહ્યો છું.)) એમાં પાછી વચ્ચે આપણે ચેતન ભગતની The Girl in Room 105 પણ વાંચી નાખી. પેલું કહે છેને :નવરા બેઠા નખ્ખોદ વાળે  બાળકો હમણાં અહિયાં સાથે નથી એટલે વાંચવાનો અને દોડવા જવાનો સમય મળી રહે છે. અહિયાં આવે પછી જોઈએ કેટલે પહોચી વળાય છે. અમદાવાદ નેશનલ બૂક ફેર આવી રહ્યો છે - ૨૪ નવેમ્બરથી. આ વર્ષે મે (May) મહિના ને બદલે શિયાળામાં

ધ લાસ્ટ લેકચર - રેન્ડી પઉશ : મરતા પહેલાં આપેલું અદ્ભુત જ્ઞાન

Image
ધારો કે તમારી પાસે જીવનના ફક્ત છ મહિના છે. તમે એવા કોઈ રોગથી પીડાઓ છો જેનો ઈલાજ શક્ય નથી અને હવે બાકી રહેલાં જીવનમાં તમારે ઘણું બધું કરવાનું છે, માણવાનું છે અને ખાસ તો તમારા બાળકોને ઘણું બધું કહેવાનું છે - જેથી તે મોટા થઈને યાદ કરી શકે અને તમારા વિચારો જાણે. હમણાં મેં એક પુસ્તક વાંચ્યું : ધ લાસ્ટ લેકચર જેના લેખક છે રેન્ડી પઉશ - જે અમેરિકાની પ્રખ્યાત કાર્નીગી મેલન યુનીવર્સીટીમાં પ્રોફેસર હતાં. તેમણે આ પુસ્તક તેમના છેલ્લા દિવસોમાં લખેલું - ઇન ફેક્ટ - એમણે આ વિષે લેકચર પણ આપેલું. પુસ્તક વાંચતી વખતે મને ગમેલા મુદ્દાઓ અહી પ્રસ્તુત કરું છું : ૧. જો હું પેઈન્ટર હોત, તો મેં (મરણ) પહેલાં કંઇક પેઈન્ટ કર્યું હોત. જો હું મ્યુઝીશિયન હોત તો મેં કંઇક મ્યુઝીક બનાવ્યું હોત. પણ હું લેકચરર છું, એટલે મેં લેકચર આપ્યું. ૨. એન્જીનીયરીંગ એ કોઈ પણ પ્રોબ્લેમ નો સંપૂર્ણ ઉકેલ વિષે નથી. તે તો માર્યાદિત સ્ત્રોતો સાથે તમે કઈ રીતે ઉત્તમ ઉકેલ આપી શકો છો તેના વિષે છે. ૩. જો આ તમારો છેલ્લો ચાન્સ હોય, તો તમે દુનિયાને શું જ્ઞાન આપશો ? ૪. મને એમ હતું કે દુનિયામાં બે પ્રકાના પરિવારો જ હશે :      (૧) જેમને શબ્

મારા વ્હાલા બાળકોને - ૧

આજથી એક મહિના પહેલાં - એટલે કે ૩જી એપ્રિલ ૨૦૧૮ ના રાત્રે ૧૨:૫૭ અને ૧૨:૫૮ એ તમારો જન્મ થયો. ૧૨:૫૭એ રુદ્રરાજનો અને ૧૨:૫૮એ રીવાંશીનો. એમ તો હજી તમારે આ દુનિયામાં અવતરવાના સમયને દોઢેક-મહિના ની વાર હતી. પણ ૨જી એપ્રિલના અચાનક તમારા મમ્મીને રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ દવાખાને અમદાવાદ લઇ જવા પડ્યા અને પછી ૩જી ના તમારો જન્મ થયો. હું અને તમારા નાનીમા લેબર રૂમની બહાર હતા અને અમે તમારો રડવાનો અવાજ સાંભળેલો. અમારી સાથે અમે આપણે જેમના મકાનમાં રહીએ છીએ એ કાપીલામાંસીને પણ લીધેલાં. અને પછી થોડી વારમાં આપળી સામે રેહતા ગોપાલભાઈ અને હર્ષાભાભી પણ આવી ગયેલા. પણ અધૂરા મહીને જન્મેલા હોવાથી તમને જયારે મને ડોક્ટર્સ એ જોવા બોલાવેલો ત્યારે જણાવેલું કે તમને બંને ને NICU માં ખસેડવા પડશે અને રુદ્રરાજને થોડી વધારે તકલીફ હોવાથી એને સ્ટર્લીંગ હોસ્પિટલ લઇ જવો પડશે. આમ હું અને ગોપાલભાઈ તરત ડોક્ટર્સની એમ્બુલન્સ પાછળ ગોપાલભાઈની ગાડીમાં ભાગ્યા. રીવાંશીને ડોક્ટરની નવરંગપુરા વાળી હોસ્પીટલમાં ઉતારી બીજા ડોક્ટર્સ રુદ્રરાજને લઈને તરત સ્ટર્લીંગમાં ગયા. સ્ટર્લીંગમાં ખાસ્સી વાર સુધી CT Scan ચાલ્યું. રુદ્રરાજ, ત્યારે હું તારી