ફેબ્રુઆરી ની બારમી તારીખે મેં આ નીચે લખેલો mail મારા હાલ ના M.Tech ના classmates ને send કરેલો. હું મારા classmates વિષે શું વિચારું છું એ મેં આ mail માં લખેલું. અને હવે બધા ની પરવાનગી લઇ ને આ બ્લોગ પર update કરું છું.
- યશપાલસિંહ જાડેજા
મારા વહાલા મિત્રો. મેં કીધેલું કે પરીક્ષા પછી હું બધા વિષે કઈ ને કઈ લખી ને mail કરીશ. પરીક્ષા તો ઘણા વખત થી પતિ ગઈ અને નવું semester પણ શરુ થઇ જશે. ઘરે આવીને થોડો આળસું થઇ ગયો'તો એટલે આ mail લખવામાં time લાગ્યો.
નોંધ : નીચે લખેલી બધી જ વાતો માં મેં કોઈની પણ લાગણી દુભાવવાની કોશિશ નથી કરી. એ છતાં પણ જો કોઈને એવું લાગે તો મને માફ કરે.
આપણી ભારતીય સંસ્કૃતિ માં આપણે જેમના મેહમાન થયા હોઈ એમને આપણે પેહલા માન આપવું જોઈએ. આપણે બધા અત્યારે યુ.વી.પટેલ કોલેજ ના મહેમાન છીએ અને આપણા યજમાન ભાવેશ પટેલ અને હિતેશ રાજપૂત થાય. તો સહુ થી પહેલા હું આ "बड़े मिया छोटे मिया" વિષે લખીશ.
ભાવેશ :
ભાવેશ તારા વિષે હું બીજું કઈ લખું એ પેહલા તને એ કહીસ કે યાર તું આ નવા semester માં કોઈ દિવસ first bench પર ના બેસીશ. કારણ કે જ્યારે પણ તું first bench પર બેસે છે ત્યારે તારી height ને લીધે મને તારા નાના નાના વાળ સિવાય કશુ જ દેખાતું નથી. બીજું એ કે ભાવેશ મહેનતુ ઘણો છે. Faculty કઈ પણ કામ આપે ભાવેશ કરીને લાવે જ. અને યાર ભાવેશ તારી આંખો બહુ નાની છે. એટલે તું હસે છે ત્યારે તો એમ લાગે કે જજાણે આંખો બંધ થઇ ગઈ. અને મેં એક વાત notice કરી છે કે જ્યારે પણ તને કોઈ faculty પ્રશ્ન પૂછે ત્યારે તું બહુ જ ગભરાય જાય છે. અલા ભાઈ, નાં આવડે તો ચાલે એમાં આટલું ગભરાવાનું શું ?
હિતેશ :
આ છોટે મિયા ખુબ હોશિયાર અને ઉસ્તાદ છે. One thing I have noticed about Hitesh is that he believes in smart work and I like it. ઓછી મહેનતે વધુ ફાયદો કેમ કરવો એ હિતેશ ને સારું આવડે છે. Keep it up Hitesh.
રેશ્મા :
આ છોકરી, બાપ રે બાપ. એ જેટલું એક અઠવાડિયા માં વાંચતી હશે એટલું તો કદાચ હું આખા મહિના માં પણ નહિ વાંચતો હોવ. અલી છોકરી આટલું બધું નાં વાંચીશ , મને (અને મારા જેવા ૨-૩ જણ ને) અમારા પર અમુક વાર શરમ આવી જાય છે. :-) Anyways, its good that you study hard. પણ યાર તારે લીધે અમારે અમુક વાર તકલીફ પડે છે કારણ કે જ્યારે પણ કોઈ faculty કઈ પણ submit કરવાનું કહે એટલે તારું તો બધું તૈયાર હોઈ, પણ મારા જેવા ને તો એ પણ ના ખબર હોઈ કે આજે કઈ બતાવાનું હતું. :-)
બીજું એ કે આ છોકરી ને એની ઝુલ્ફો સાથે રમવાનું બહુ ગમે છે. મેં એને ઘણી વાર ઝુલ્ફો થી રમતા જોઈ છે. અને જ્યારે પણ કોઈ છોકરી એની ઝુલ્ફો થી રમતી હોઈ ત્યારે મને એક શાયરી યાદ આવે છે :
"તારી લટકતી ઝુલ્ફો ને કાબુ માં રાખ, કેટલા ને ઘાયલ કર્યા હવે તો શરમ રાખ." :-)
અંકુર ભાઈ :
આ માણસ દેખાવે ઘણો શાંત છે, ઊંડા સમુદ્ર ની જેમ. પણ એની ગેહારાય માં ઘણા બધા મોતી પડેલા છે. મારા કરતા ઘણા મોટા છે અને ઘણા experienced છે. એમની સાથે થોડી કલાકો ગાળો તો તમને ખબર પડે કે આ માણસ કેટલો practical, કેટલો experienced અને કેટલા બધા philosophical છે. જીવન કેમ જીવવું, લોકો સાથે કેવી રીતે વર્તવું એ બધું આમની પાસે થી ખાસ શીખવા જેવું છે. અંકુર ભાઈ માન છે મને તમારા પર.
સમીના :
આમનું નામ સાંભળી ને મને Shakira બહેન ( બહેન જ કહેવી પડે ને, આપણ ને ક્યા મળવાની છે :-) ) નું ગીત "વકા વકા - સામીના મીના એ એ" યાદ આવે છે. Basically હોશિયાર અને મહેનતું છે પણ અમુક વાર એમનો face એટલો બધો tensed લાગે કે મને એમ થાય કે મને કેમ ક્યારેય આટલું tension નથી આવતું !!!!
સમીના બીજું તમને એ કહેવાનું કે તમે જ્યારે હસો છો ત્યારે તમે તમારી smile એકદમ દબાવી ને હસતા હોવ એવું લાગે છે. અરે યાર ખુલ્લા દિલે, મોઢું ખુલ્લું રાખીને હસો ને, હસવાના ક્યાં પૈસા થાય છે.
વિમલ :
આ છોકરો ઘણો મહેનતુ અને હોશિયાર છે. પણ હજી એના માં બાળકવૃત્તિ છે. અને સહુથી સરસ વાત એ કે એ બધાને મદદ કરે છે. જો વિમલ અને આપણા મુરબ્બી શ્રી મૈત્રેય પટેલ hostel માં ના રેહતા હોત તો તો હું જરા પણ નાં વાંચતો હોત. એ બંને ને લીધે મને ઘણો ફાયદો થાય છે.
આદેશ :
આદેશ દિવસ માં ઓછા માં ઓછુ ૧૦૦ વાર પોતાના ચશ્માં ચડાવશે અને hair-style સરખી કરવા વાળ માં હાથ ફેરવશે અને આ બંને કામ એ Consecutively કરશે. :-) બાકી આમ માણસ વ્યવસ્થિત છે. કોઈ મગજમારી નથી. અને આદેશ અને શ્રીકાંત મને canteen માં બહુ જ company આપે છે. Class માંથી બીજું કોઈ canteen માં મળે કે ના મળે પણ હું, આદેશ અને શ્રીકાંત તો હોઈએ જ.
દર્શના મેડમ :
આમના વિષે કઈ પણ લખતા પેહલા એક ગીત :
"ये चाँद सा रोशन चेहरा, जुल्फों का रंग सुन्हेरा, ये झील सी नीली आँखें, कोई राज़ हे इन में गहरा..."
દર્શના મેડમ ને જોઈને મને તરત જ Aishwarya Rai યાદ આવે છે અને પછી આ ગીત. દેખાવે ખુબ જ સુંદર અને મસ્ત મજાની આંખો. મેડમ તમારે તો આ M.Tech ની માથાકૂટ મૂકી ને ફિલ્મ line માં જવું જોઈએ. આમની સાથે મારે કોઈ દિવસ ખાસ કઈ વાતો નથી થઇ એટલે એમના સ્વભાવ વિષે કઈ ખબર નથી એટલે કઈ વધારે લખાય એમ નથી.
મૈત્રેય :
ખૂબ જ મહેનતુ છોકરો. ભાભી સાથે વાત કરવા સિવાય એ કોઈ પણ જાતનું entertainment માં નથી માનતો (જો કે ભાભી સાથે વાત કરવા મળે પછી બીજું જોઈએ પણ શું, બરાબર ને મૈત્રેય ?) થોડાજ મહિના માં મૈત્રેય ના લગ્ન છે અને એને એની ખૂબ જ ઉતાવળ છે. J થશે ભાઈ થશે, શાંતિ રાખ થોડા મહિના. અને લગ્ન કરેલા આપણા અમુક classmates ને પૂછી જો કે લગ્ન પછી કેટલી માથાકૂટ હોઈ છે, એટલે જેટલા મહિના કૂવારો છે એનો આનંદ માણ. J બીજું એ કે મૈત્રેય ને અમુક વાર ભણવાનું ખુબ જ tension આવી જાય છે અને ત્યારે એની સાથે આપણે મજાક કે માથાકૂટ કરીએ તો આપણી તો વાટ જ લાગી જાય.
નિશા :
નિશા ને જોઈને મને નાનપણ માં સાંભળેલી પરીઓ ની વાર્તાઓ માં મેં જે પરીઓ ના દેખાવ ની કલ્પના કરેલી એ યાદ આવે છે. ખુબ જ સુંદર, શાંત અને હલકું હલકું સ્મિત આપતી આ છોકરી ને જોઈને મને એવું જ લાગે કે પરીઓ આવી જ હશે. અને આ પરી એ હાલ મા જ લગ્ન કર્યા છે તો એ માટે મારી એને શુભેચ્છા. વધારે તો મેં કોઈ દિવસ કઈ ખાસ વાત નથી થઇ નિશા સાથે એટલે વધારે લખાય તેમ નથી.
રવિ :
નામ છે રવીન્દ્ર, પણ બહુ ઓછા લોકો ને ખબર છે. મને પોતાને પણ ઘણા દિવસ પછી ખબર પડી. છોકરો GATE qualified છે. અને ખુબ જ સીધો છોકરો. મદદ પણ કરે. પણ હોશિયાર હોવા છતાં થોડો આળસુ છે. એમાં એનો વાંક નથી કારણ કે એ કડી થી up-down મા જ એ થાકી જતો હોય એમ લાગે છે. એક તો છે મારી જેમ single body એટલે પાછો થાક વધારે લાગતો હશે. J
શ્રીકાંત :
Class માં જો મારા જેવો બીજો કોઈ માણસ શોધવો હોઈ તો એ શ્રીકાંત. એટલું ખરું કે એનું programming મારા કરતા વધારે સારું છે બાકી મારા જેવો જ બિન્દાસ અને free પડે એટલે મારી જેમ જ canteen માં ભાગવા વાળો. આ છોકરો હોશિયાર ઘણો છે. ખાવાનો ખુબ જ શોખીન. અને class માં બધા tension માં હોઈ શકે પણ શ્રીકાંત ના face પર મેં આજ સુધી tension નથી જોયું. એની સાથે વાત કરો એટલે તમારું tension ગાયબ.
તુષાર :
આ માણસ બોલે છે કઈ અને કરે છે કઈ. દેખાવ એવો કરે કે એકદમ tension free છે પણ અંદર થી tension માં હોય. દેખાવ એવો કરે કે વાંચતો નથી પણ ઘરે જઈને વાંચતો હોય. બાકી એમ માણસ સારો છે.
જાનકી :
આ છોકરી ને જોઈને મને મારી B.E ની એક classmate યાદ આવી જાય. આ છોકરી ઘણી જ helpful અને class ની બધીજ girls માંથી બિન્દાસ હોય તો આ એક જ છે. Girl, I like your attitude. Keep it up.
આનંદ ભાઈ :
હવે આમના વિષે તો હું શું કહું ? એ પોતે એક ખુલ્લી કિતાબ જેવા છે. class ના સમાજ સેવક કહો, helpful કહો કે enjoyable person કહો, એમના માટે તો વિશેષણો ઓછા પડે છે. ખૂબ જ મસ્ત માણસ. class માં જો આનંદ ભાઈ ના હોત તો કદાચ આપણા class માં અત્યારે જેટલું girls અને boys વચ્ચે communication છે એટલું પણ નાં હોત. God bless you man.
કાજલ :
એકદમ શાંત છોકરી. બહુજ ઓછુ બોલે. પણ એમની સાથે મારે કાયમ ATN ની lab માં એમની બાજુ માં બેસવાનું આવતું એટલે એમને થોડો જાણતો થયો. મારી જેમ કવિતા ના શોખીન છે. મારી કવિતાઓ ના blog પર વખાણ કરવા માટે આભાર. ATN ની lab માં હું એમના PC મા જ ડોકિયા મારતો હોવ કારણ કે મને તો program શેનો છે એ પણ ના ખબર હોય. એ થોડું ઘણું programming કરે, પછી આગળ એમને પણ કઈ ના આવડતું હોઈ. પણ એ મારી જેમ બેસી ના રહે. Monitor સામે જ તાક્યા કરે અને કઈ ને કઈ type કરે અને પછી પાછુ એ type કરેલું delete કરી નાખે. પછી મોડે મોડે મને સમજાયું કે એ પણ મારી જેમ time pass જ કરે છે.
બીજલ :
મને તો એ નથી સમજાતું કે આટલી હોશિયાર અને confident છોકરી M.Tech કરવા શું કામ આવી છે અને એ પણ પાછુ company ની job છોડી ને. મેં મારી life માં ભાગ્યે જ એવી કોઈ છોકરી જોઈ છે જેનું programming બીજલ જેટલું સારું હોય. કદાચ આગળ જોઇશ પણ નહિ. બીજું એ કે આ છોકરી ને આંખો પટપટાવાની ટેવ છે. અને ઘણી જ helpful છોકરી છે.
અને છેલ્લે હું. મારા વિષે તો હું શું લખું ? મારા વખાણ કરતા મને શરમ આવે છે. એટલે આટલે થી લખવાનું બંધ કરું છુ. અને હા , ફરી વાર બધાની માફી માંગુ છુ, જો કોઈને ખોટું લાગ્યું હોઇતો. અને હા, જો તમે લોકો બધા હા પાડો તો મારે આ આખો mail મારા blog પર update કરવો છે. પણ હા, જો કોઈને કઈ problem ના હોઈ તો જ.
આભાર.