આજે હિતેશ રાજપૂત અને નિશા એ college canteen માં ભવ્ય party આપી. હજું પણ મને sandwich ના ઓડકાર આવે છે. મજા પડી ગઈ. થયું એવું કે નિશા ને આજે અમે બધાએ પરંપરા મુજબ gift આપી. (પરંપરા એવી છે કે જે પણ લગ્ન ના બંધન થી બંધાય એને અમારે gift આપવી.) તો સહુથી પેહલા એમાં હિતેશ ભાઈ ઘોડા પર ચડેલા (દિવાળી વખતે) તો એને અમે gift અને ખુબ ખુબ શુભેચ્છાઓ આપેલી અને થોડા દિવસ અગાઉ નિશા ના લગ્ન થયા તો એને પણ આજે અમે બધાએ ભેગા મળી ને gift આપી અને ખુબ ખુબ શુભેચ્છા આપી. (લગ્ન તો vacation માં હતા એટલે ખાસ કોઈ હાજરી નોતી આપી શક્યું.) ગીફ્ટ આપી અને college ની સામે આવેલા garden માં ફોટા પણ પાડ્યા. ગીફ્ટ આપતી વખતે મેં તો ગીત પણ ગયું, "मुबारक हो तुमको ये शादी तुम्हारी, सदा खुश रहो ये दुआ हे हमारी..." પછી તો અમે lab માં ગયા. lab માં થી બહાર આવી હું as usual canteen માં ચા પીવા ગયો, મારી સાથે મૈત્રેય, વિમલ, શ્રીકાંત અને આદેશ પણ હતા. અમે ચા પીધી અને bread-butter નો નાસ્તો કર્યો. ત્યા જ આનંદ ભાઈ canteen માં આવ્યા અને સમાચાર લાવ્યા કે નિશા અને હિતેશ party આપે છે. (હિતેશ ની party pending હતી.) એટલે પછી અમે બધા canteen માં ભેગા મળ્યા. બધા એ menu સામે તાકવાનું શરુ કર્યું પણ કોઈ એમાંથી order નોતું આપતું. પછી અમે boys એ વિચાર્યું કે ladies first, એટલે અમે menu એ લોકો ને આપ્યું અને એમને કહ્યું કે તમે પેહલા order આપો. એ લોકોએ પણ શરૂઆત માં અમારી જેમ જ menu ને જોવા બેસી ગયા અને શું મંગાવું એ વિચારવા લાગ્યા. એટલા માં પેલી હોશિયાર અને confident છોકરી બીજલે એની bag માં થી fullscape ચોપડો કાઢ્યો અને એમાંથી page ફાડ્યું. મને એમ કે આ છોકરીઓ અહિયા પણ કઈ ભણવાનું વિચારતા હશે. પણ થોડી વાર માં એ કાગળ અમારી પાસે આવ્યું ત્યારે અમને ખબર પડી કે એમને એ કાગળ માં એમનો order લખીને આપ્યો છે. order જ્યારે કાગળ માં લખાતો હતો ત્યારે મારી નજર નિશા પર પડી. એનો face મને થોડો tensed લાગ્યો એટલે મેં એને કીધું કે ચિંતા ના કરતી, અમે ઓછું મંગાવીશું :-). પછી અમે પણ વધુ સમય ના બગાડતા એમાં અમારો order લખીને આપ્યો. order આપવા આપણા મુરબ્બી શ્રી મૈત્રેય અને બંને financier નિશા અને રાજપૂત ગયા. ત્યાં સુધી અમે બધાએ ગપ્પા માર્યા. થોડી વાર માં એક પછી એક order આવવા લાગ્યા અને બધાએ ઝાપટવાનું શરુ કર્યું. Three claps for Maitrey for all the help he provided to us in bringing to orders. Thank you Maitrey. સૌથી પેહલા girls ની sandwich આવી. નિશા અને બીજી ૨-૩ girls sandwich સાથે sauce 2-3 વાટકી માં ભરીને લાવ્યા. તો આપણા યજમાન શ્રી ભાવેશ ને એવું લાગ્યું કે એ લોકો દાળ લાવ્યા અને એને નવાઈ સાથે પૂછ્યું કે sandwich સાથે દાળ ??? :-) પછી તો અમારી sandwich પણ આવી અને અમે પણ ચાલુ કર્યું. અને આપણા તુષારે એની મહેસાણી ભાષા માં sauce ચાખી ને કીધું, "આ તો અથાણાં નું પોણી શ્યે લા..." :-) સહુ થી છેલ્લે આપણા મૈત્રેય નો order આવ્યો અને પછી એને શાતિ થી બેસી ને sandwich ખાધી. once again we thank Maitrey and all others who helped in bringing the order. અને હા, નિશા અને રાજપૂત નો પણ આભાર આટલી મસ્ત party આપવા બદલ. અને આજ રીતે જલ્દી જલ્દી બધા લગ્ન કરે અને અમને party આપતા રહે.
અને હવે થી એવું નક્કી થયું છે કે જેની birthday આવે એને પણ party આપવી.
ચાલો ત્યારે સારું જ છે.
ચાલો ત્યારે સારું જ છે.