Sunday, October 9, 2016

એ જૈફ વયના યુગલને સલામ

મારા ઘરથી ઓફીસ વચ્ચેનું અંતર આશરે ૯-૧૦ કિલોમીટરનું છે. ઓફિસનો ટાઈમ ૯:૩૦ હોવા છતાં હું ૫-૧૦ મિનીટ વહેલા પહોચાય એ રીતે ઘરેથી નીકળું છું.

વહેલાં નીકળવાના ૨ કારણો છે :

(૧) ઓફીસ જવાના રસ્તે સાબરમતી નદી, નદી કિનારે આવેલા ગામડાઓ અને ખેતર આવે છે. મને આવું કુદરતી વાતાવરણ ઘણું ગમે. એટલે એકટીવા ધીમે ધીમે ચલાવતા હું રસ્તે આવતું આ બધું જોવું છું અને માણું છું. મન પ્રફુલ્લિત થઇ જાય અને માંહ્યલા (આત્મા) ને શાંતિ મળે.

(૨) બીજું કારણ એ છે કે આવા પ્રાકૃતિક રસ્તા પર જતાં મારું મન એકાંત અનુભવીને સારા વિચારે ચડે છે. મનને શાંતિ મળે છે.

આવા જ એક દિવસે મેં એક જૈફ વયના યુગલને રસ્તાની કિનારે ચાલતા જોયું. ખેતરે મજૂરી કરવા જતા હોય એવું લાગ્યું. ભાદરવા મહિનાના તાપમાં (કે ઉકળાટમાં ???) ચાલીને જતા હતાં. પરસેવે રેબઝેબ હતાં. પણ એમના ચેહરા પર ગજબની ખુશી હતી. ખુબ જ સંતોષી જીવ લાગ્યા.

ત્યારે મને વિચાર આવ્યો કે માણસ દિલથી ખુશ હોવો જોઈએ અને ભગવાને જે આપ્યું છે તેના માટે ભગવાનનો આભાર વ્યક્ત કરવો જોઈએ. જે આપ્યું છે તેના માટે સંતોષ હોવો જોઈએ. એ જ ભગવાનને સાચી રીતે થેંક યુ કહેવાની રીત છે એવું હું માનું છું.

આપણે એ.સી. વાળી ઓફિસ અને ઘરમાં બેસીને, કહેવાતી બધીજ ભૌતિક  સગવડતાઓ ભોગવતા હોવા છતાં સંતોષી નથી, સુખી નથી. અને એ યુગલ જાણે નવા જ લગ્ન કરીને આવ્યું હોઈ એ રીતે ખુશ થઈને, ભગવાનને થેંક યુ  કહેતા કહેતા, ચાલીને મજૂરીએ જતું હતું. ધન્ય છે.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...