Posts

Showing posts from May, 2013

પ્રેમ અને સ્ત્રીઓની અનિવાર્યતા વિષે ચંદ્રકાંત બક્ષીના બે અદ્ભુત વાક્યો.

"સહન કરતાં કરતાં ફાવવાની જે પ્રણાલિકા પડે છે એને બહુ રૂપેરી નામ આપ્યું છે - પ્રેમ" "જ્યાં સુધી ઉત્પત્તિ અને વિકાસ માટે સ્ત્રીઓ અનિવાર્ય છે ત્યાં સુધી પ્રેમમાંથી છુટકારો નથી" - ચંદ્રકાંત બક્ષી ('ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ' માંથી. વાર્તા : 'અમે'. પૃષ્ઠ : 206)

બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમની વચ્ચે એક આશ્રમની જરૂર હતી.

બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમની વચ્ચે એક આશ્રમની જરૂર હતી એમ મને હંમેશા લાગ્યા કર્યું છે. એમાં રખડવાનું આવી જાય; સ્ત્રીઓ તરફનું જામતું આકર્ષણ આવી જાય. - ચંદ્રકાંત બક્ષી ('ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ' માંથી. વાર્તા - તમે આવશો ? પૃષ્ઠ - ૧૩૦)

રોજ નવા સ્વાદ વાળી ચા

આજકાલ મહેશને vacation પડ્યું છે એટલે એ ઘરે ગયો છે. ઘરમાં ફક્ત હું અને કિરણ હોઈએ છીએ. સવારમાં રોજ ૬-૬:૩૦ની વચ્ચે દૂધવાળો દૂધ લઈને આવે છે અને અમારી ઊંઘ બગાડે છે. કિરણ ને કૉલેજ મારા કરતા વહેલાં જવાનું હોય છે એટલે એ વહેલો ઉઠી જાય છે. દૂધવાળો એના માટે alarm નું કામ કરે છે.  સવારે અમુક વાર હું ચા બનાવું, ખાસ કરીને જ્યારે કિરણ ને મોડું થઇ ગયું હોય ત્યારે અથવા તો એ ઘરે ગાય હોય અને હું એકલો હોવ ત્યારે. મને રસોઈ કરવાનો કંટાળો આવે - ખાસ કઈ રાંધતા પણ નથી આવડતું. નાનપણથી maggi બનાવતો - પણ બીજું કઈ ખાસ નથી. ઘરના કામો જેમ કે વાસણ ધોવા, કપડાં ધોવા, કચરા-પોતા કરવા આટલા કામો મને ફાવે. પણ રસોઈ કરતા, કપડાને ઈસ્ત્રી કરતા અને કપડાંને ગડી કરતાં નથી ફાવતું અને ગમતું પણ નથી. ન ગમવાનું કારણ એ કે ઉપરના ત્રણ કામમાં થોડી ચીવટ અને ધીરજ રાખવી પડે એટલે એવા કામ ઓછાં ગમે.  હવે વાત એમ છે કે ચા હું જ્યારે જાતે બનાવું છું ત્યારે હું કોઈ પણ માપ વગર, તપેલીમાં દૂધ જે કઈ વધ્યું હોય એ દૂધની ચા બનવું. એટલે  અમુક વાર જો દૂધ ઓછું હોય તો ચા વધુ પડે અને દૂધ વધુ હોય તો ચા ઓછી પડે. એટલે જેટલી વાર ચા

હૈયું, કટારી અને હાથ

સ્નેહનું પાણી શૂરનું પાણી, પોતના પ્રચંડ પૂરનું પાણી, હસતું રમતું રણમાં દીઠું, સત અને સિન્દૂરનું પાણી, વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી ! - અમૃત ઘાયલ  અમૃત ઘાયલે લખેલી ઉપરની પંક્તિઓ કચ્છના પાણી ની વાત કરે છે. અહિયાં પાણી એટલે 'ખમીર' ની વાત છે. એવાં જ એક ખમીરવંત કચ્છી એટલે શ્રી જુવાનસિંહ જાડેજા.  યુવાન વયે પી.એસ.આઈ તરીકે પોલીસખાતામાં જોડાઈને ડેપ્યુટી કમિશનર - ડી.એસ.પી તરીકે નિવૃત થનાર પહેલાં કચ્છી. અને એમની સાહસિક કારકિર્દી ગાથાનું વર્ણન એમણે 'હૈયું, કટારી અને હાથ'માં કર્યું છે. સળંગ બે દિવસ વાંચીને પૂરું કરી નાખ્યું એટલું રસપ્રદ એમનું લખાણ છે. આ ગાથાનું સંકલન એમના પત્ની શ્રી અરુણા જાડેજાએ કર્યું છે - જેમની કૃતિઓ મેં ' જનકલ્યાણ ' અને 'પથ અને પ્રકાશ'માં અગાઉ ઘણી વાર વાંચેલી . પુસ્તક વાંચીને અને એમની નીડરતા, આત્મવિશ્વાસ અને મનોબળની વાતો સાંભળીને દરેક વાચક ને એમને સલામ કરવાની ઈચ્છા થઇ આવે. આજે જ્યારે ઠેર ઠેર પોલીસખાતાને વગોવાય છે ત્યારે આ પુસ્તક વાંચીને દરેક ને ખબર પડશે કે પોલીસને વાગોવવી સહેલી છે પણ એ લોકો જે પ્રકારનું કામ કરે છે, જે પરિસ્

પ્રકાશ પાદુકોણે સાથેની મારી મુલાકાત

આ વિશ્વને એક નવા પ્રકાર ના લશ્કરની જરૂર છે - ભલા માણસોનું લશ્કર ~ કલેવલેન્ડ અમોરી. ઘણા વર્ષો પહેલાં હું બેડમિન્ટન રમતો હતો. બેડમિન્ટન રમવા હું જી.એન.એફ.સી ટાઉનશીપ ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં જતો. દર વર્ષની માફક એ વર્ષે પણ ઓપન ગુજરાત બેડમિન્ટન ચેમ્પિયનશીપ ત્યાં યોજાય હતી. એ ટુર્નામેન્ટ દરમ્યાન આયોજકોએ ભારતના મહાન બેડમિન્ટન ખિલાડી શ્રી પ્રકાશ પાદુકોણે ને બોલાવ્યા હતા જેથી કરીને અમારા જેવા ઉભરતાં ખેલાડીઓ ને પ્રેરણા મળે. પ્રકાશ પાદુકોણે ભારત ના પ્રથમ ખિલાડી છે જે All England Championship જીતા હતા અને હાલની બોલીવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણે ના પિતા છે. એ સાંજે અમે બધા ખિલાડીઓ એમને મળવા આતુર હતા અને એમના હસ્તાક્ષર લેવા એમને ઘેરાય ગયા હતા. એ વખતે હું પણ એમના હસ્તાક્ષર લેવા ગયો હતો પણ બીજા સિનીયર ખેલાડીઓએ મને ધક્કો મારીને પાછળ ધકેલી દીધો. આ એમણે જોયું અને એમણે બધા ને સાઈડ પર કરી ને મને હાથે થી ઈશારો કરીને બોલાવ્યો અને મારી પાસે જે કાગળ હતો એમાં સહી કરી આપી અને મારા બેડમિન્ટન ના રેકેટ ના કવર પર પણ જાડી સ્કેચપેનથી સહી કરી આપી. એ દિવસ મારી સ્મૃતિઓમાં હમેશ ને માટે કંડારાયેલો રહે

ચંદ્રકાંત બક્ષીની વાર્તાઓ અને બીજા ગુજરાતી લેખકો ની વાર્તાઓ નો તફાવત

હાલમાં હું ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓ વાંચી રહ્યો છું ('મશાલ' અને 'ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ'). બક્ષીબાબુ ની વાર્તાઓ વાંચી ને મને ઘણી નવાઈ લાગી. કારણ કે આજ સુધી મેં કોઈ ગુજરાતી લેખકે લખેલી એવી વાર્તાઓ નથી વાંચી જેવી બક્ષીબાબુએ લખી છે. એમની વાર્તાઓમાં ઘણું જ વૈવિધ્ય છે. વૈવિધ્ય ફક્ત વાર્તા ના પ્લોટ નું નથી શબ્દો નું પણ છે. બક્ષીબાબુએ એમની ઘણી વાર્તાઓ માં સેક્સ, ગાળો અને અંગ્રેજી શબ્દો વાપરેલા છે - જે ભાગ્યે જ મેં વાંચેલા ગુજરાતી લેખકોએ લખ્યા હોય. બક્ષીબાબુની વાર્તાઓ પર થી આપણે એટલું જરૂર કહી શકીએ કે આ માણસે દુનિયા જોઈ છે, પારખી છે અને માણી છે. એમનું વાંચન જબ્બર હોવું જોઈએ, જો જ એ આ પ્રકારની વાર્તાઓ લખી શકે. એમની આત્મકથા 'બક્ષીનામા' વાંચીને સહું કોઈ કહી ઉઠે - આ એક ખરો મર્દ હતો. એક મર્દ ની માફક જેટલું એ એમના શરીર પ્રત્યે વફાદાર હતા એવી જ મર્દાના એમની કલમ હતી. ગુજરાતીમાં બીજા જે લેખકોની ટૂંકી વાર્તાઓ વાંચી છે એ બધાં જ લેખકો બહું સારું સારું, સુવાળું સુવાળું લખતા/લખે છે. એમની વાર્તાઓ વાંચીને મજા જરૂર આવે પણ પછી એમની વાર્તાઓ ના પ્લોટ્સ બધાં સરખા

અમદાવાદ રાષ્ટ્રીય પુસ્તક મેળો

ગઈ કાલે હું પછી પેલા પુસ્તક મેળા માં જઈ આવ્યો. દિપભાઈ ના Knowledge Share પછી મેં જલ્પેશ ને ફોન કર્યો અને એને કીધું કે હું પુસ્તક મેળા માં જાવ છું જો એની આવવાની ઈચ્છા હોઈ તો સાથે જઈએ. જમવાનું બાકી હોવાથી અમે પહેલા થોડી પેટ પૂજા કરી. સાથે વિક્રાંત પણ હતો. અને પછી 3-3.5 કલ્લાક જેવું અમે પુસ્તક મેળા માં ફર્યા. ઘણા પુસ્તકો જોયા અને સહુથી નવાઈ ની વાત તો એ હતી કે ગુજરાતી લોકો પણ પુસ્તકો માં રસ બતાવી ને ખરીદતા હતા!!! મેં 3 પુસ્તકો કરીદ્યા : એબ્રાહમ લિંકન - મણીભાઈ ભ. દેસાઈ  હૈયું, કટારી અને હાથ (એક નિવૃત પોલીસ અધિકારીની કારકિર્દી-ગાથા -- જુવાનસિંહ જાડેજા). સંકલન : અરુણા જાડેજા An Autobiography or The Story of My Experiments with Truth - M. K. Gandhi

આવતી કાલ નો કાર્યક્રમ

આવતી કાલે રવિવાર છે અને આ રવિવાર ને ઘણી સારી રીતે ઉપયોગ કરવાનો વિચાર છે. પહેલાં તો codelogic.co.in વાળા દીપભાઈ નો Knowledge Share માટે જવાનો છું જ્યાં Advanced DNS નો practical session છે. અને એ પછી જમી ને બપોરે અમદાવાદ માં ચાલી રહેલા પુસ્તક મેળા માં જવાનો વિચાર છે અને સ્વાભાવિક રીતે ઘણાં બધાં પુસ્તકો ખરીદવાનો લાભ મળશે. બીજું હમણાં નવી એક website ની મને જાણ facebook પર થઇ - www.calllibrary.com . આ website અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા માં ઘરે બેઠા પુસ્તકો ઉપલબ્ધ કરાવે છે અને એમણે ઉપર જણાવેલા પુસ્તક મેળા માં stall પણ રાખેલો છે તો એની પણ અવશ્ય મુલાકાત લેવામાં આવશે.

ગુજરાત સ્થાપના દિન

આજે પહેલી મે, ગુજરાત સ્થાપના દિવસ. 1960માં બોમ્બે માંથી છુટ્ટા પડી ને બે રાજ્યો થયા ભારત માં - ગુજરાત અને મહારાષ્ટ્ર. આજે એ બન્ને નો જન્મદિવસ છે. સાંજે અહિયાં ગાંધીનગર માં વિધાનસભા પાસે કઈક ઉજવણી થવાની છે એટલે અમે ત્યાં જોવા જવાનું વિચારીએ છીએ. જય જય ગરવી ગુજરાત.