Posts

Showing posts from November, 2018

નવાજુની - 8

ઘણાં વખત પછી નવાજુની વાળી પોસ્ટ આજે લખી રહ્યો છું.શિયાળો ચાલું થઇ ગયો છે. અને દર શિયાળે જેમ ફિટ (fit) રેહવાનું અમને શુરાતન ઉપડે છે એમ આ વર્ષે પણ ઉપડ્યું છે. જોકે એમ તો શ્રાવણ-ભાદરવાથી જ આ શુરાતન ની શરૂઆત થઇ ગઈ હતી.પરિણામે દોડવાનું ચાલું કર્યું છે. (એ વાત અલગ છે કે દોડવાને બદલે ચાલવાનું વધારે બને છે. કારણ: સિમ્પલ, હાંફી જવાય છે. ;-)સાથે સાથે થોડી સ્ટ્રેચિંગ અને બીજી કસરતો પણ શરુ કરી છે. ગોલ (goal) છે કે 5 km દોડી શકાય એટલે હાલ પૂરતા ગંગા નાહ્યા. બાકી વાંચવામાં તો એવું છે કે ત્રણેક મહિના થી આપણે ગાંધીનગર ની સરકારી લાયબ્રેરીના આજીવન સભ્ય બન્યા છીએ અને 2-3 પુસ્તકો ઘરે લાવી વાંચ્યા છે. (૧. The Palace of Illusions ૨. Curfewed Night ૩. અકૂપાર (હાલ વાંચી રહ્યો છું.))એમાં પાછી વચ્ચે આપણે ચેતન ભગતની The Girl in Room 105 પણ વાંચી નાખી.પેલું કહે છેને :નવરા બેઠા નખ્ખોદ વાળે  બાળકો હમણાં અહિયાં સાથે નથી એટલે વાંચવાનો અને દોડવા જવાનો સમય મળી રહે છે. અહિયાં આવે પછી જોઈએ કેટલે પહોચી વળાય છે.અમદાવાદ નેશનલ બૂક ફેર આવી રહ્યો છે - ૨૪ નવેમ્બરથી. આ વર્ષે મે (May) મહિના ને બદલે શિયાળામાં રાખ્યો છે. કારણ: વીજ…