Showing posts with label SVMIT. Show all posts
Showing posts with label SVMIT. Show all posts

Wednesday, March 16, 2016

કૉલેજ ટૂ કોર્પોરેટ

માર્ચ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૬ સુધીમાં મારા જીવનમાં ઘણા ફેરફાર આવ્યા. ગાંધીનગર છોડી ને વડોદરા, વડોદરા થી ભરૂચ અને ભરૂચ થી ફરી પાછા ગાંધીનગર.

અને આ વખતનો ફેરફાર ઘણો મોટો છે. આસીસ્ટંટ પ્રોફેસર માંથી હવે બન્યા અસીસ્ટંટ મેનેજર. શૈક્ષણિક કારકિર્દી છોડી ને આવ્યા છીએ કોર્પોરેટ ક્ષેત્રમાં.

બંને ક્ષેત્રો ના ફાયદા-ગેરફાયદાઓ તો છે જ. અત્યારે મારા માટે એ કેહવું મુશ્કેલ છે કે કયું મને વધારે ગમે છે.

પણ એક વાત હું ખાસ મિસ કરું છું. અને એ છે મારા વાહલા વિદ્યાર્થીઓ.

જોઈએ જીવન આગળ ક્યાં લઇ જાય છે.    

Thursday, July 2, 2015

ફરી પાછા ભરૂચમાં

ફરી પાછા ભરૂચમાં. SVMIT ફરી જોઈન કરી. અને રોજના અપ-ડાઉનમાં (ભરૂચથી વડોદરા) થી છુટકારો.

Monday, January 19, 2015

SVMIT ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન 2K15

UVPCE ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન પછી ગઈ કાલે SVMIT, ભરૂચ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં જઈને આવ્યો. ઘણી મજા પડી. વિગતવાર પોસ્ટ મારા અંગ્રેજી બ્લોગ પર છે.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...