Monday, December 28, 2009

મને ઉપવાસ કરવાનું નથી ગમતું.

હું ઘણા લોકો ને ઉપવાસ કરતા જોઉં છું. હું પણ નાનો હતો ત્યારે કોઈ કોઈ વાર ઉપવાસ કરતો. પણ પછી ઉપવાસ માં ભૂખ્યા રેહવાનું ફાવતું નોતું. એટલે પછી નક્કી કર્યું કે કોઈ દિવસ ઉપવાસ નહિ કરવો. મેં ઘણા લોકો ને ઉપવાસ કરીને, રોજ ખાતા હોઈ એના કરતા બમણું ખાતા જોયા છે. જાણે-અજાણે એ લોકો ઉપવાસ ના નામ પર વધુ ખાતા હોઈ છે. ઉપવાસ તો ભૂખ્યા રહી ને શરીર ને આરામ આપવા માટે હોઈ છે. અને જો કોઈ ભગવાન માટે ઉપવાસ કરતા કોઈ, કે કોઈ બાધા રાખી હોઈ તો ઉપવાસ ભગવાન ના નામ-સ્મરણ કરવા માટે હોઈ છે. પણ લોકો તો બાલાજી નો ફરાળી ચેવડો, વેફર, ફળો અને પેંડા ખાઈ ખાઈ ને પેટ ભરતા હોઈ છે. આના કરતા તો ઘરનું સાદું જમી લેવું વધારે સારું પડે. અને મારી વાત કરું તો મને તો ભૂખ્યા રહી ને ભગવાન નું નામ લેતા પણ નથી ફાવતું. પેટ માં ઉંદર દોડતા હોઈ અને ભગવાન નું નામ કઈ લીતે લઇ શકાઈ. એના કરતા તો શાંતિ થી જમી ને ભગવાન નું નામ લેવું જોઈએ તો આપણે પણ ખુશ અને ભગવાન પણ ખુશ. ભૂખ્યા રહીને આપણો આત્મા દુખી હોઈ ત્યાં આપણે પરમ-આત્મા ને કેવી રીથે ખુશ રાખી શકીશું. એટલેજ મને ઉપવાસ કરવા નથી ગમતા. ભલું કરે ભગવાન. આ વાત મને પેલા એક જુના ભજન/પ્રભાતિયા પર થી લખવાની પ્રેરણા મળી. "જુઠા દેવો મનાવે આ દુનિયા, જુઠા દેવો મનાવે. એકાદશી નું વ્રત કરીને સવા શેર પેંડા ખાવે જી, શીંગ સાકરીયા પેટ ભરી ખાય, તોય ઉપવાસી ને કહાવે આ દુનિયા, જુઠા દેવો મનાવે" 

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...