Thursday, December 31, 2009

દીકરી જન્મ્યાનું ગીત – જતીન બારોટ

પુત્ર જન્મે ત્યારે તો લોકો ને પેંડા વેહેચતા જોયા છે અને લોકો ખૂબ ખુશ થતા હોઈ છે. પણ દીકરી જન્મ્યા નું આ ગીત મેં પેહલી વાર વાંચ્યું. ગમી ગયું. Source of the below song : www.layastaro.com

- Yashpal Jadeja


મારમાર ઉનાળે લ્હાય લ્હાય તાપમાં
.                                જડતી રે પાણીની ઠીકરી.
.                            દીકરી આવી છે મને દીકરી.

મેશનું કરું હું એને કાળું તે ટપકું ને,
.                  બોખા મોઢે એ સ્હેજ હસતી,
કોઈ દી મેં દાદાને હસતા ના જોયા,
.                એ કરતા રે ગેલ અને મસ્તી.
મોટી થઈને મને રાખશે રે એમ
.                          જેમ માળામાં બચ્ચાંને સુગરી.
.                              દીકરી આવી છે મને દીકરી.

દીકરાનો દલ્લો તો લાગ્યો ના હાથ કોઈ,
.                        એમ કહ્યું કડવી તે ફોઈએ
એવી મિરાતની શું રે વિસાત
.            મારે બદલીમાં ઈશ્વર નહીં જોઈએ
એને રમાડું હું રાત અને દી,
.                            નથી કરવી રે કોઈનીય નોકરી.
.                                  દીકરી આવી છે મને દીકરી.

- જતીન બારોટ

પુત્રજન્મનું મહાત્મ્ય હજી જ્યાં લગીરે ઓછું થયું નથી અને સ્ત્રીભ્રુણહત્યાનું પાતક સરકારી પ્રતિબંધ પછી પણ ઘટ્યું નથી એવા દીકરીના દુકાળના દેશમાં આ ગીત સ્ત્રીજન્મના રાષ્ટ્રગીત સમું સોહે છે. એક બાપની સાવ સહજોક્તિ અનાયાસ કવિતા થઈ અહીં પાંગરી છે. ધીરગંભીર દાદાના બુઢાપાની સુક્કી ડાળી પર પણ દીકરી લીલુંછમ્મ પાન બનીને મહોરી છે. દીકરીના બદલામાં સાક્ષાત્ ઈશ્વર પણ મળે તો બાપને મન એ નક્કામો. દીકરીની નોકરી કરીએ તો બીજી કઈ નોકરી રુચે?

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...