આજે સવારે ઉતાવળે કોલેજ પોહોચ્યો પણ ત્યાં જઈ ને જોયું તો કોઈ હાજર નોહ્તું. ક્લાસ પણ બંધ હતો. ક્લાસ બહાર મારી ક્લાસમેટ ઉભી હતી. એને મેં પૂછ્યું કે "ક્યા છે બધા ?" તો એને કીધું કે "કોઈ હજી આવ્યું નથી." મેં મારા ક્લાસમેટ વિમલ ને ફોન કરીને પૂછ્યું તો એને કીધું કે અમે બધા કોલેજ બહાર આવેલા ગાર્ડન માં ઉભા છીએ. (શિયાળામાં સુર્ય ના કૂંણા તાપ માં ઉભા રેહવાની મજા જ કૈક અલગ હોઈ છે). હું પણ ત્યાં પોહોચ્યો. પછી અમે વિચાર્યું કે હવે એક વાર ક્લાસ બાજુ આંટો મારવો જોઈએ. પણ જોયું તો ક્લાસ માં કોઈ હતું નહિ અને કોઈ ફેકલ્ટી પણ નો'તી દેખાતી. અમે ૨ મીનીટ ક્લાસ બહાર ઉભા રહીને વાતો કરતા'તા ત્યાં કોઈએ અંકુર ના મોબાઈલ પર ફોન કરીને કીધું કે ગોઝારીયા પાસે ગણપત વિદ્યાનગર ની બસ નું એક્સીડન્ટ થયું છે. એટલે અમે બહાર ગયા. શ્રીકાંત ને ફોન કરીને પૂછ્યું કે એ બરાબર છે કે નહિ, કારણ કે એ અમદાવાદથી બસ મા આવે છે. એ તો બરાબર હતો, પણ બીજા ઘણાં વિદ્યાર્થીઓ અને અમુક ફેકલ્ટી ને થોડું-ઘણું વાગ્યું'તું. એમને મહેસાણા અને ગોઝારીયા ની સરકારી હોસ્પિટલો માં લઇ જવામાં આવ્યા. આનંદ, અંકુર, આદેશ અને તુષાર બાઈક લઈને ઘટના સ્થળે જોઈ આવ્યા. હું સવારે મોડો ઉઠ્યો'તો એટલે ચા અને નાસ્તો રહી ગયા'તા અને આજ થી અમલ માં મુકાયેલા નવા ટાઈમીંગ ને કારણે કોલેજ જતા પેહલા જમવાનું પણ રહી ગયું'તું એટલે હું કેન્ટીન માં ચા અને ચીઝ-મસ્કાબન ખાવા ગયો. પછી હું કોલેજ માં અંદર ગયો અને જોયું તો શ્રીકાંત અને મારા ક્લાસ ની બીજી ગર્લ્સ, જે અમદાવાદ-ગાંધીનગર થી આવે છે એ બધા ક્લાસ બહાર હતા. હું એમની પાસે પોહ્ચું અને ખબર પુછુ એ પેહલા આનંદ મને મળ્યો અને એને કીધું કે આપણા ક્લાસ ની એક વિદ્યાર્થીની ને વાગ્યું છે અને એને હોસ્પિટલ લઇ ગયા છે. નસીબજોગે એને, કે બીજા કોઈ પણ વિદ્યાર્થીને વધારે કશું નથી વાગ્યું એ સારું છે. પછી થોડી વારે અમે લેબ માં ગયા. ત્યાં થોડી વાર અમે બેઠા. બધા પોત-પોતાનું કામ કરતા'તા. અને પછી વિચાર્યું કે આજે લેક્ચર નથી ભરવા, આમ પણ બધી ફેકલ્ટી આ એક્સીડન્ટ ના કામ માં વ્યસ્ત હતી. બહાર આવી પાછા ગાર્ડન માં બેઠા. અને અમારા ક્લાસ ની વિદ્યાર્થીની ને મળવા હોસ્પિટલ જવાનું વિચારતા'તા ત્યાજ અમને ખબર પડી કે એ તો હોસ્પિટલથી કોલેજ આવી ગઈ છે અને યુનીવર્સીટી બિલ્ડીંગ માં છે એટલે અમે એને મળવા ત્યાં ગયા. એને હોઠ પાસે વાગ્યું'તું. યુનીવર્સીટી ના
અધિકારીઓએ આવા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે એક ગાડી ની વ્યવસ્થા કરી'તી, એમને ઘરે પહોચાડવા.
પછી અમે મહેસાણા જવાનું વિચાર્યું. એટલે ૩ બાઈક પર અમે કુલ ૯ જણા બેસીને ગયા (દરેક બાઈક પર ૩ જણ). સૌથી પેહલા વુલન માર્કેટ માં ગયા, વિમલ ને જેકેટ લેવાનું હતું એટલે. મેં પણ ત્યાંથી એક કાન-પટ્ટી લીધી. એ દરમિયાન મને યાદ આવ્યું કે મારે નવો બેલ્ટ લેવાનો છે કારણ કે આ વખતે ઘરથી આવ્યો ત્યારે મારો બેલ્ટ ઘરેજ ભૂલી ગયો'તો. એટલે બીજા બધા વુલન માર્કેટ માં હતા ત્યાં સુધી માં હું આજુ-બાજુ માં બેલ્ટની દુકાન શોધવા લાગ્યો. એક દુકાન મળી પણ ખરી અને મેં ૧૦૦ રૂપિયા (મૂળ કીમત ૧૧૦ કીધી હતી દુકાનદારે) નો બેલ્ટ લીધો. મારે અમુક દવાઓ પણ લેવાની હતી એટલે નજીક માં મેડીકલ સ્ટોર શોધી ને જરૂરી દવાઓ પણ લીધી. અને પછી અમે મહેસાણા ની પ્રખ્યાત "કિશન દાબેલી" ખાવા ગયા અને પછી ત્યાંથી પાણી-પૂરી ખાવા. પછી મહેસાણા ની દૂધસાગર ડેરી ની સામે આવેલી દુકાનોમાંથી આઈસ્ક્રીમ ખાધો અને અમુક લોકોએ દૂધ પીધું. ત્યાંથી શ્રીકાંત ને મુવી જોવા જવું હતું, પણ આદેશ ને મોડું થાય એમ હતું અને એટલે પછી મુવી નો વિચાર માંડી વાળ્યો અને આનંદ ના ઘરે ચા પીવા ગયા. આનંદ ના દીકરા "પ્રથમ"ને મળ્યા.(મેં ગઈકાલે જ એનો ફોટો ફેસબુક પર જોયો, ત્યારેજ મેં આનંદ ને કમેન્ટ કરેલી કે એને કોઈ વાર કોલેજ લઇ આવ).
ભાભીએ બનાવેલી સરસ મજાની ગરમ ચા પીધી. વાતો કરી. તુષારે એના ઘરે આવાનો આગ્રહ કર્યો પણ એનું ઘર વિરુદ્ધ દિશામાં હોવાથી અમે પછી કોઈ વાર જવાનું નક્કી કર્યું. પછી હું, વિમલ અને મૈત્રેય ખેરવા આવ્યા. વિમલ ને ખેરવા ગામમાં ઉતાર્યો અને અમે હોસ્ટેલ પોહોચ્યા. આવીને ઉંઘી ગયો.