- ગઈ નવાજુની પોસ્ટ પ્રમાણે અમીશની "રાવણ" વાંચીને પૂરી કરી. મજા આવી અને ખાસ કરીને એ જાણીને નવાઈ લાગી કે રાવણ જેવા ઘાતકી અને ક્રૂર માણસને પણ પ્રેમ થયેલો અને એ એક તરફી પ્રેમ એને આખી જિંદગી યાદ રહ્યો. સાથે સાથે એનો સંગીત અને વાંચનના શોખ વિષે જાણીને નવાઈ લાગી. પુસ્તકમાં મને કુમ્ભકર્ણનું પાત્ર પણ ગમ્યું - એક માસૂમ બાળક જેવું - નિર્દોષ અને મહદઅંશે ધર્મને પ્રેમ કરનારો. ભલે કદાચ પુસ્તકમાં ઘણી ખરી વાતો કાલ્પનિક હશે, પણ વાંચવાની મજા આવી અને હવે આ રામ ચંદ્ર સીરીઝનો આગળનો ભાગ આવે એની રાહ જોવામાં આવશે.
- અહિયાં બેંગ્લોરમાં લોકો પોતાના પાળતું પ્રાણીઓ (મહદઅંશે કુતરાઓ) વિષે ઘણા પઝેસીવ જોવા મળ્યા. હજી થોડાક દિવસ પહેલાં જ અમે અહિયાં નજીકમાં જ આંટો મારી રહ્યા હતા ત્યારે રીવાંશીએ એક પાળેલા કુતરાને (એની ભાષામાં ડોગ્ગી ) "હાય" કહેવા ઉભા રહ્યા તો એ બહેન જે કુતરાને લઈને નીકડા હતા એમને એ કુતરાનું કઈક નામ કીધું (રામ જાણે શું નામ હતું - આપણને તો યાદ રહ્યું નથી). પણ એમને જે રીતે એ કુતરાનું નામ લીધું એ જોઇને એવું લાગ્યું જાણે કે એમને વટ્ટથી એમના દીકરાનું નામ લીધું હોય!!! અમને થોડી નવાઈ લાગી - કદાચ એવું બને કે અમને બહું એવું પ્રાણી પાળવાનો શોખ નથી એટલે અમે કદાચ એ વાતમાં બહુ ઈંટરેસ્ટ ન દાખવ્યો કારણ કે અમારા માટે તો કુતરું એ કુતરું - નામ ગમે તે હોય. બીજું અહી એ પણ અમને નવાઈ લાગેલી કે અહિયાં ઘણા લોકો પ્રાણીઓ પાળે છે - ખાસ કરીને કુતરાઓ.
- આ ઉદાસીન અને પેન્ડેમિક વાતાવરણમાં કોઈને થોડું પોઝીટીવ વાંચવાની ઈચ્છા હોય તો ઓમ માલિકની આ પોસ્ટ વાંચવા જેવી છે.
- હવે પછી કાજળ ઓઝા વૈધની "કૃષ્ણાયન" વાંચવાનો વિચાર છે.
Showing posts with label સંગીત. Show all posts

Sunday, May 31, 2020
નવાજુની - 11
Friday, July 5, 2013
ધ બટરફ્લાય જનરેશન - રીવ્યુ
ગઈ કાલે "ધ બટરફ્લાય જનરેશન" વાંચી ને પૂરી કરી. લેખક છે પલાશ ક્રિશ્ના મેહરોત્રા.
પુસ્તકને ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે - One-on-One, Wide Angle અને Here We Are Now, Entertain Us.
પહેલાં ભાગમાં 8 લોકોની નાની નાની વાર્તાઓ છે. એવા લોકો જે લેખકના મિત્રો અથવા તો લેખક સાથે સંબંધ રાખનાર એની પ્રેમિકાઓ ની છે. એ બધા જ યુવાન છે. આ વાર્તાઓ આજના યુવાનોની માનસિકતા તથા કામ-કાજ વિશેની છે. આજના યુવાનોનું કેવા ડ્રગ્સના બંધાણીઓ છે એના પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમ કે એક વાર્તા એક ફોટોગ્રાફરની છે જે હાલ દેવામાં છે પણ એના સારા દિવસો માં એની પાસે ઘણા રૂપિયા હતા અને હવે એ આશા રાખીને બેઠો છે કે ક્યારે એ દિવસો પાછા આવે. બીજી એક વાર્તા સ્ક્રીપ્ટ લેખકો ની છે જે મુંબઈમાં બોલીવૂડ માટે લખે છે. બીજી એક વાર્તા કૉલ સેન્ટરમાં કામ કરતા યુવાનોની છે જેમને નાની વયે સારી કમાણી મળી ગઈ છે અને સાથે સાથે ડ્રગ્સનું બંધાણ પણ.
લેખકે ખુબ જ અસરકારક રીતે ગામડા કે નાના શહેરોમાં થી આવતા અને દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં વસતા/કામ કરતા આવતા યુવાનોની વાત કરી છે જે એમના માતા-પિતાના રૂઢીચુસ્ત વિચારોના બંધનોમાંથી મુક્ત થયા છે.
પુસ્તકનો બીજો ભાગ પહેલા ભાગના મુદ્દાઓને વિસ્તૃત પરિપ્રેક્ષ્યથી સમજાવે છે.
મને સહુંથી વધું એ ગમ્યું કે લેખકે આજના યુવાનો એમની નોકરી ને લઇ ને કેટલા સજાગ છે એ તેમને વિસ્તારથી સમજાવ્યું છે. આજના યુવાનો ને હવે મલ્ટીનેશનલ કંપનીઓના શેફ કે પિઝ્ઝા બોય બનવામાં શરમ લાગતી નથી.
ત્રીજો ભાગ અમુક જગ્યારે વધારે લાંબો લાગ્યો છે. ત્રીજા ભાગની શરૂઆત સમય જતા ટી.વી. ના થયેલા વિકાસની છે. દૂરદર્શન થી લઈને એમ. ટી.વી સુધી.
પછીથી લેખક સંગીતમાં આવેલા ફેરફાર, ભારતમાં આવેલા વિદેશી બેન્ડ્સ, ભારત ના ખુદના બેન્ડ્સ અને એમનો વિસ્તાર વિષે વાત કરી છે.
ટૂંકમાં જો તમે 70 કે 80 ના દાયકામાં જન્મેલ વ્યક્તિ છો તો આ પુસ્તક તમારા માટે છે.
ધ બટરફ્લાય જનરેશન એમેઝોન પરથી ખરીદવા માટે પુસ્તકને ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે - One-on-One, Wide Angle અને Here We Are Now, Entertain Us.
પહેલાં ભાગમાં 8 લોકોની નાની નાની વાર્તાઓ છે. એવા લોકો જે લેખકના મિત્રો અથવા તો લેખક સાથે સંબંધ રાખનાર એની પ્રેમિકાઓ ની છે. એ બધા જ યુવાન છે. આ વાર્તાઓ આજના યુવાનોની માનસિકતા તથા કામ-કાજ વિશેની છે. આજના યુવાનોનું કેવા ડ્રગ્સના બંધાણીઓ છે એના પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમ કે એક વાર્તા એક ફોટોગ્રાફરની છે જે હાલ દેવામાં છે પણ એના સારા દિવસો માં એની પાસે ઘણા રૂપિયા હતા અને હવે એ આશા રાખીને બેઠો છે કે ક્યારે એ દિવસો પાછા આવે. બીજી એક વાર્તા સ્ક્રીપ્ટ લેખકો ની છે જે મુંબઈમાં બોલીવૂડ માટે લખે છે. બીજી એક વાર્તા કૉલ સેન્ટરમાં કામ કરતા યુવાનોની છે જેમને નાની વયે સારી કમાણી મળી ગઈ છે અને સાથે સાથે ડ્રગ્સનું બંધાણ પણ.
લેખકે ખુબ જ અસરકારક રીતે ગામડા કે નાના શહેરોમાં થી આવતા અને દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં વસતા/કામ કરતા આવતા યુવાનોની વાત કરી છે જે એમના માતા-પિતાના રૂઢીચુસ્ત વિચારોના બંધનોમાંથી મુક્ત થયા છે.
પુસ્તકનો બીજો ભાગ પહેલા ભાગના મુદ્દાઓને વિસ્તૃત પરિપ્રેક્ષ્યથી સમજાવે છે.
મને સહુંથી વધું એ ગમ્યું કે લેખકે આજના યુવાનો એમની નોકરી ને લઇ ને કેટલા સજાગ છે એ તેમને વિસ્તારથી સમજાવ્યું છે. આજના યુવાનો ને હવે મલ્ટીનેશનલ કંપનીઓના શેફ કે પિઝ્ઝા બોય બનવામાં શરમ લાગતી નથી.
ત્રીજો ભાગ અમુક જગ્યારે વધારે લાંબો લાગ્યો છે. ત્રીજા ભાગની શરૂઆત સમય જતા ટી.વી. ના થયેલા વિકાસની છે. દૂરદર્શન થી લઈને એમ. ટી.વી સુધી.
પછીથી લેખક સંગીતમાં આવેલા ફેરફાર, ભારતમાં આવેલા વિદેશી બેન્ડ્સ, ભારત ના ખુદના બેન્ડ્સ અને એમનો વિસ્તાર વિષે વાત કરી છે.
ટૂંકમાં જો તમે 70 કે 80 ના દાયકામાં જન્મેલ વ્યક્તિ છો તો આ પુસ્તક તમારા માટે છે.
ધ બટરફ્લાય જનરેશન ફ્લીપકાર્ટ પરથી ખરીદવા માટે
Tuesday, June 25, 2013
એક નાનો મેળાવડો
મારા એન્જીનીયરીંગ સમય ના મિત્રો સાથેની ઘણા વખતથી લંબાયેલ મુલાકાત ગયા શનિવારે હું જ્યારે વેકેશન માટે ભરૂચ ગયો હતો ત્યારે પૂરી કરવામાં આવી.
WhatsApp પર અને કોલ કરી કરી ને ઘણી લાંબી ચર્ચાઓ ને અંતે અમે વડોદરામાં મળવાનું નક્કી કર્યું. મળનારા હતાં - રાહુલ અને સોનિયા, હેમલ, સંધ્યા અને હું. અપૂર્વ અને સ્વાતી કોઈ કારણોસર નો'તા આવી શક્ય. કિંજલ પણ.
અમે બપોર પછી મળવાનું રાખ્યું હતું, એટલે બપોરે જમીને પછી હું ભરૂચ થી વડોદરા ની બસ માં બેઠો. સપ્રથમ, અમે હેમલ ના નવા ઘરે ગયા જે પશાભાઇ પાર્ક માં આવેલું છે. ત્યાં થોડો નાસ્તો અને ઘણી બધી વાતો પછી અમે એના ઘરે થી થોડે જ દૂર આવેલા આઈનોક્સ થીએટર પર ગયા અને ત્યાં નવી આવેલી ફિલ્મ, રાનજ્હણા જોઈ.
ફિલ્મ તો કઈ ખાસ ગમી નહિ પણ એ.આર. રેહમાન નું સંગીત ગમ્યું.
ફિલ્મ જોયા પછી અમે આઈનોક્સ ની બાજુંમાં આવેલા લેન્ડમાર્ક બુકસ્ટોરમાં ગયા પણ ત્યાં વધારે પડતી ગરમી લાગતા (એ.સી. ના ચાલતું હોવાથી) અને ભૂખ્યા થયા હોવાથી અમે જમવા જવાનું નક્કી કર્યું. શાનીવ્વાર હોવાથી મોટાભાગના રેસ્ટોરાંવાળા ને ત્યાં લાંબી લાંબી લાઈનો હતી અને અમારે રાહ જોવી પડે તેમ હતી. આખરે સંકલ્પમાં જગ્યા મળી અને અમે સાઉથ ઇન્ડિયન જમ્યા.
ટૂંકમાં દિવસ ખુબ મજાનો રહ્યો અને અમે અમારા ઘણા મિત્રો વિષે વાતો કરી અને બધાને મિસ કર્યા.
રાહુલ નો ઘણો આભાર કે એની ગાડી હતી એટલે એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવામાં અમને સહાયતા રહી.

Subscribe to:
Posts (Atom)
મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...
-
જ્યારે મનુષ્ય બહુભાષી થઈ જાય છે, મહાનગર કે નગરમાં કાન થી બે, ત્રણ, ચાર ભાષાઓ બોલતો-સમજતો થઈ જાય છે (લખતો નહીં!) ત્યારે તેની માતૃભાષાનું વ્યા...