Showing posts with label બ્લોગીંગ. Show all posts
Showing posts with label બ્લોગીંગ. Show all posts

Sunday, July 31, 2016

હાથેથી લખવું

વર્ષો પહેલાં જયારે સ્કુલ-કૉલેજમાં હતો ત્યારે હોમવર્ક કરવાનો ભારે કંટાળો આવતો. ખાસ તો એટલા માટે કે હોમવર્ક લખીને કરવું પડતું.

પણ હવે એ દિવસો યાદ આવે છે.

હવે હાથેથી લખવાનું નહિવત થયું છે. પણ હજું મારા હાથ ઘણીવાર લખવા માટે તલપાપડ થાય છે અને મને એ જુના દિવસો યાદ આવે છે.

કોમ્પ્યુટર્સ આવી જતા બધું લખવાનું કોમ્પ્યુટરના કીબોર્ડ પર જ થતું હોવાથી હાથેથી લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે.

હમણાં થોડા દિવસો પહેલાં કમ્પનીમાં ટ્રેનિંગ હતી. ટ્રેનિંગને અંતે અમારે એક લેખિત પરીક્ષા આપવાની હતી. ઘણા વર્ષો પછી આ રીતે પરીક્ષા આપી. લખવું ઘણું હતું, પણ અફસોસ, પ્રેક્ટિસ ન હોવાથી વારે ઘડીયે હાથ દુઃખી જતો હતો. અને ઘણી વાર એવું પણ બન્યું કે મગજના વિચારો અને હાથ ના લખાણ વચ્ચે જે સિન્ક્રોનાઇઝેશન હોવું જોઈએ એમાં હાથ પાછળ રહી જતો હતો.

સ્કૂલ-કોલેજના હોમવર્કને બાદ કરતાં મને પેનથી પેપર પર લખવાનું ગમતું. મને મજા આવતી મારા વિચારોને પેપર પાર ઉતારવાની. મારી ઘણી બધી કવિતાઓ અને જૂની બ્લોગ પોસ્ટ્સ મેં હાથ વડે લખીને પછી જ કોમ્પ્યુટર પર ઉતારી છે. પણ હવે બહુ ઓછું લખાય છે.

પેન-પેપર થી લખવાનો બીજો ખાસ ફાયદો એ થાય છે કે તમે ઓછા ડિસ્ટર્બ થાવ છો અને તમારા મગજમાં ચાલતા વિચારો તમે જલ્દી કાગળ પર ઉતારી શકો છો.

હવે નક્કી કર્યું છે કે દિવસમાં એકાદ પાનું તો હાથેથી લખવું.

Tuesday, June 28, 2016

yashpaljadeja.com ના 5 વર્ષ

 આજથી 5 વર્ષ પહેલાં મેં www.yashpaljadeja.com ડોમેઈન ખરીદેલું .

મને બરાબર યાદ છે એ દિવસ. હોસ્ટેલમાં એક મિત્રએ મને ડોમેઈન નેમ ખરીદવા કીધેલું જેથી કરીને ગૂગલે એડસેન્સ નું એપ્રુવલ તરત મળે. (એ પહેલાં પણ મેં એડસેન્સ માટે પ્રયત્ન કરેલો પણ કાયમ રિજેક્ટ થતું હતું)

એટલે મેં આ ડોમેઈન ખરીદ્યું અને એડસેન્સ પણ તરત અપ્રુવ થઈ હતી.

નોંધ - બ્લોગ તો ઘણા વખત થી લખતો હતો, પણ ડોમેઈન આજથી 5 વર્ષ પહેલાં ખરીદેલું. એ પહેલાં આ બ્લોગ નું એડ્રેસ હતું - www.yashpaljadeja.blogspot.com 

Saturday, April 26, 2014

ચાલો, ફરી પાછાં બ્લોગીંગ કરતા થઇ જઈએ

ઘણાં વખત થી બ્લોગ પર કઈ લખાયું નથી. હવે ફરી એક વાર ચાલું કરવું છે.

હમણાં તો નવાજુની માં એવું છે કે 2જી ફેબ્રુઆરી 2014 ના રોજ મારું relationship status અપરણિત માંથી પરણિત થઇ ગયું છે. ;-)

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...