- આખરે કોવિડનો કેર થોડો ઓછો થયો અને નાના બાળકોની સ્કૂલો શરુ થઇ.
- આ વખતે કિરણ અને રીવાંશી નવરાત્રી પહેલાં જ ભરૂચ ગયા હતા અને દિવાળીમાં ૧૫-૨૦ દિવસ હું પણ જઈ આવ્યો (થેન્ક્સ તો વર્ક ફ્રોમ હોમ).
- કિરણ અને રીવાંશી આ વખતે પ્રથમ વખત ફ્લાયટમાં એકલા બેંગલોરથી વડોદરા ગયા.
- ભરૂચથી પાછા આવ્યા પછી ૧૮ નવેમ્બર ૨૦૨૧ એ અમે રીવાંશીની એની સ્કૂલ "Tender Hearts International School" માં મુકવા ગયા.
- એમતો એની ઓનલાઈન સ્કૂલ માર્ચમાં જ (૩ માર્ચ ૨૦૨૧) ચાલું કરી દીધેલી.
- અમને (ખાસ કરીને કિરણને) વધારે ડર હતો કે રીવાંશી સ્કૂલમાં એકલી રહેશે કે નહિ. પણ એને સહેજ પણ વાંધો નથી આવ્યો અને એ રડી પણ નથી. ઇન ફેક્ટ, એ તો ૨-૩ દિવસ પહેલાથી જ ઉત્સુક હતી અને ત્યાં ગયા પછી પણ એને મજા આવી.
- પછીના દિવસો પણ એને કઈ તકલીફ નથી પડી અને મજા આવી રહી છે.
- એને ત્યાં drawing કરવાની મજા આવે છે, પણ જો મેડમ એને ABC કે 123 લખવાનું કહે તો એને કંટાળો આવે છે.
- બીજી ચિંતા એ પણ હતી કે એને ત્યાં English માં મેડમ અને બીજા બાળકો વાતચીત કરે છે એ સમજમાં આવશે કે નહિ ? જો કે મેડમને તો થોડું હિન્દી આવડે છે એટલે તકલીફ નથી.
- સ્કૂલ ઘરથી નજીક છે અને એને જવું ગમે છે એ સારું છે; બાકી પછી આગે આગે દેખતે હૈ હોતા હૈ ક્યા ?
Sunday, November 28, 2021
રીવાંશી સ્કૂલમાં
જ્યારે રીવાંશીએ મને નેઈલ પોલિશ કરી દીધી
હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી. અને પછી જોરથી હસતા બોલી: ...
-
આજકાલના કહેવાતા સ્ત્રીસશક્તીકરણ નો હું સખત વિરોધી છું. આવા સ્ત્રીસશક્તીકરણની જરૂર જ નથી. સ્ત્રી સશક્ત જ છે. નમાલા લોકોએ (એમાં "કહેવાત...
-
આજથી એક મહિના પહેલાં - એટલે કે ૩જી એપ્રિલ ૨૦૧૮ ના રાત્રે ૧૨:૫૭ અને ૧૨:૫૮ એ તમારો જન્મ થયો. ૧૨:૫૭એ રુદ્રરાજનો અને ૧૨:૫૮એ રીવાંશીનો. એમ તો ...
-
સુરેશ જોષી ની કવિતા " કવિ નું વસિયતનામું " પરથી મેં આ મારું વસિયતનામું બનાવ્યું હતું. મેં મારા engineering ના દિવસો માં આ કવિતા લ...