શ્રી રામ ભગવાન,
જન્મદિન ની શુભેચાઓ. આશા રાખું છું કે તમારે ત્યાં સ્વર્ગ માં બધું કુશળ-મંગળ હશે.. વર્ષો પેહલા આજે તમારો જન્મ થયો હતો, અયોધ્યા માં. પણ હજું રામ જન્મભૂમિ નો પ્રશ્ન આપણા મહાન, લોક લાડીલા, ભ્રષ્ટ નેતાઓ ઉકેલી નથી શક્યા અને ભોળા લોકો ના વોટ મળે તે માટે રામ અને રહીમ ને લઈને વગર કારણ વિવાદો ઉભા કરે છે. ખેર, છોડો એ બધી નક્કામી વાતો ને. આજે તમારા જન્મદિવસ પર મારે તમને આવી નક્કામી વાતો કરીને bore નથી કરવા. અને આમ પણ તમને આ બધી વાતો તો ખબર જ હશે.
આજે ઘણાં લોકોએ ઉપવાસ કર્યો હશે. પણ તમને તો ખબર જ છે કે મને ઉપવાસ કરવા નથી ગમતા એટલે હું તો બંને વખત સરસ જમી લેવાનો છું. તમે પણ સ્વર્ગ માં બધા દેવો ને આજે પાર્ટી આપી હશે. ચાલો ત્યારે, આજે તમને બીજા ઘણાં ભક્તો ના પત્રો, ફોન, મેસેજ આવ્યા હશે અને આખો દિવસ આવતા રેહશે એટલે થોડા તમે કંટાળી ગયા હશો. હું પણ મારો આ પત્ર ટૂંક માં પતાવું છું. ફરી એક વાર જન્મદિવસ ની શુભેચ્છાઓ. સીતા માતા, લક્ષ્મણજી અને હનુમાનજી ને મારા પ્રણામ કેહજો.
લી. - યશપાલસિંહ જાડેજા