Saturday, April 14, 2012

પુરુષોએ સમજવા જેવી વાત : એક સ્ત્રી પાસે શરીર સિવાય બીજું ઘણું આપવા લાયક હોય છે.

પુરુષોએ સમજવા જેવી વાત : એક સ્ત્રી પાસે શરીર સિવાય બીજું ઘણું આપવા લાયક હોય છે.  

એક પુરુષ જ્યારે આ વાત સમજશે ત્યાં સુધી માં એની જીંદગી ના ઘણાં વર્ષો નીકળી ગયા હશે. અને પછી એ પુરુષ ને સમજાય છે કે આખી જીંદગી એણે ફક્ત સ્ત્રીઓ નું રૂપ જ જોયું છે અને માણ્યું છે. બીજા બધા ગુણો ને એણે અણદેખ્યા કર્યા છે. પુરુષો સ્ત્રીઓ ના શરીર ના ગુલામ હોય છે. પુરુષો જો સ્ત્રીઓ ની ઈચ્છાઓ અને લાગણીઓ ને સમજવાની કોશિશ કરે તો ખબર પડે કે એક સ્ત્રી કે જે એની પત્ની છે એણે શું જોઈએ છે. એની શું ઈચ્છાઓ છે. એની શું લાગણીઓ છે. ફક્ત શરીર એક થવા થી પતિ-પત્ની નો રીશ્તો નથી બનતો. આજ વાત એક ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ના સંબંધ ને લાગુ પડે છે. જે દિવસે એક પુરુષ સ્ત્રીઓ ની લાગણીઓ ને સમજશે અને વર્તશે એ દિવસથી સ્ત્રીઓ નું ઘરેલું શોષણ થતું અટકશે.

સ્ત્રી ને ભુખ હોય છે પ્રેમ ની અને પુરુષ ને ભુખ હોય છે શરીર ની પણ આ વાત એક પુરુષ સમજે ત્યાં સુધી માં એ સ્ત્રીનું શરીર ચુથાય ગયું હોય છે અને એની લાગણીઓ અને ઈચ્છાઓ ના ફુરચે ફૂરચા ઉડી ગયા હોય છે.

એક સ્ત્રી પાસે એના શરીર સિવાય ઘણું આપવા લાયક હોય છે. એક સ્ત્રી જેટલી પ્રેમ માં સમર્પિત થય શકે છે એટલું પુરુષ નથી થય શકતો. એક સ્ત્રી જેટલું બીજા ની ખુશીઓ માટે ગુમાવી શકે છે, પોતાની ઇચ્છાઓની હોળી કરી શકે છે એટલું પુરુષ નથી કરી શકતો. એક સ્ત્રી જેટલું દુઃખ સહન કરી શકે છે એટલું પુરુષ નથી કરી શકતો અને આ બધી વસ્તુઓ ને અંતે એક સ્ત્રી એટલું જ ચાહે છે કે એનો પતિ એને પ્રેમ આપે, નાની નાની ખુશી આપે અને એની લાગણીઓ ને સમજે.

આમાં સાવ પુરુષો નો વાંક પણ નથી. ભગવાને એમના દિમાગ અને શરીર ની રચના જ એવી કરી છે કે આ બધું એમણે તરત સમજાતું નથી અને સમજાય તો પણ એનો અજાણ્યે અમલ થઇ શકતો નથી. આ વાત એમણે વહેલી સમજાય એટલું બંને માટે સારું છે.

નોંધ : ઘણાં દિવસો થી આ topic મન માં આવી ને અટકી ગયો’તો. ઘણાં દિવસે આજે બ્લોગ પર લખી ને મન ને હળવું કર્યું. ખૂબ જ ઉતાવળ માં લખ્યું છે એટલે આ topic ને વધારે સારી રીતે લખવાની ઈચ્છા છે પણ એ ફરી ક્યારેક, જો ઈચ્છા થશે તો.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...