૮મિ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ મારું M.Tech પત્યું. ડિફેન્સ ધાર્યા મુજબ શાંતિ થી પત્યું. એ દિવસે સવારથી તબિયત ખરાબ હતી. ગાળા માં સખત દુખતું હતું અને એ ઉપરાંત મોઢા માં ચાંદા પણ પડેલા એટલે સવારથી જ બોલવામાં તકલીફ પડતી હતી. એ છતાં નીરમાં માંથી આવેલા એક્ષટરનલ એક્ઝામિનર સામે વ્યવસ્થિત બોલાયું. પત્યા પછી તો સખત દુખાવો ઉપાડ્યો અને સાંજે હું ભરૂચ માટે નીકળું એ પહેલાં જ અહિયાં ગાંધીનગર ના એક ડોક્ટર ને ગળું દેખાડી આવ્યો અને પછી દવા લઈને ભરૂચ માટે નીકળ્યો. સોમવારે કોલેજ માં રજા લીધી કારણ કે ગાળા માં તકલીફ હતી. સોમવારે રાતે ગાંધીનગર આવ્યો અને મંગળવાર થી રાબેતા મુજબ કોલેજ ચાલુ કરી.
બુધવારે industrial visit માટે 5th semester IT ના વિદ્યાર્થીઓ સાથે ISRO ગયા. આજે હજું પણ ગાળા માં થોડી તકલીફ લાગે છે. અને હજી ચાંદા મટ્યા નથી. મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
આજે હું, રીવાંશી અને કિરણ NIMHANS Brain Museum જોવા ગયા હતા. ખરેખર જોવા જેવું છે અને મગજ વિષે ઘણી બધી નવી માહિતી આપે છે. અને ખાસ તો તમને મગ...
-
ગઈ પોસ્ટમાં જણાવ્યું એમ એક્ઝામ તો પાસ કરી અને પછી હવે સ્કૂલવાળાઓએ આજે ઈન્ટરવ્યું માટે બોલાવ્યા હતા. ઈન્ટરવ્યું સ્કૂલના ટ્રસ્ટી સાથે હતો. ટ્...