Tuesday, June 29, 2010

એજ મારા પપ્પા

મમ્મી પર કવિતા લખી પછી મને વિચાર આવ્યો કે મમ્મી પર કવિતા તો બધાજ લખતા હોયત છે, પણ પપ્પા પર કવિતા બહુ ઓછા લોકો લખતા હોય છે. એટલે પછી મેં હમણાં, કલાક પેહલા, પપ્પા પર કવિતા લખી. આમ તો મને , અને ખાસ કરીને બધાજ છોકરાઓને એમના પપ્પા થી બહુ બીક લાગતી હોઈ છે. છોકરાઓ ને એમની મમ્મી પ્રત્યે વધારે લાગણી હોય છે.


આંગળી ઝાલીને ચાલતા શીખવે એજ મારા પપ્પા,
પડી જાઉં ત્યારે ઉભો થતા શીખવે એજ મારા પપ્પા,
આમ તો જીવન માં ચઢ-ઉતર આવ્યાજ કરે પણ,
ઓછું બોલી ને વધુ સમજાવે એજ મારા પપ્પા. 

માંગણી કરું ત્યારે રમકડા અપાવે એજ મારા પપ્પા,
ખભે ઉચકીને મેળા માં ફેરવે એજ મારા પપ્પા,
આમ તો જીવન માં પૈસા કમાવા ખૂબ અઘરા છે પણ,
મારા ભણતર માટે પૈસા પાણીની જેમ ખર્ચે  એજ મારા પપ્પા.

નિષ્ફળ જાઉં ત્યારે હિંમત આપે એજ મારા પપ્પા,
સફળ થાઉં ત્યારે શાબ્બાશી આપે એજ મારા પપ્પા,
આમ તો જીવન માં દુનિયાદારી શીખવી ઘણી કપરી છે પણ,
ધોલ મારીને દુનિયાદારી શીખવે એજ મારા પપ્પા.

- યશપાલસિંહ જાડેજા

નોંધ – મને રવિવાર અને બીજી જાહેર રજાઓ નથી ગમતી. કારણ કે તે દિવસે પપ્પા ઘરે હોય એટલે મારે એકદમ શાંત રેહવું પડે. અને મને આખો દિવસ ટેન્શન રહે. 

Sunday, June 27, 2010

કોક'દિ ફુરસદ મળે તો ફરી યાદ કરી લેજો.

આ શાયરી મેં થોડા મહિનાઓ પેહલાં લખેલી.

હોઠ પર મારું નામ આવે તો નાદ કરી દેજો,
નફરત હોઈતો મારી સાથે વાદ કરી લેજો,
દિલ માં લાગે ચુભન તો ફરિયાદ કરી દેજો,
કોક'દિ ફુરસદ મળે તો ફરી યાદ કરી લેજો.

- યશપાલસિંહ જાડેજા

Friday, June 25, 2010

All of us had nice Idli-sambhar in college prepared by Mittle.

એજ મારી માં

કાલે રાત્રે ઊંઘ નોતી આવતી તો વિચાર્યું કે કવિતા લખું. તો 'માં' પર કવિતા લખવાનું વિચાર્યું. અને જેમ જેમ કવિતા બનતી ગઈ એમ મોબાઈલ માં લખતો ગયો. હજું વધારે લખવી'તી પણ પછી ઊંઘ આવી ગઈ તો આટલીજ લખાય.

ખોટું બોલું ત્યારે તરત પકડી પાડે એજ મારી માં,
રમતો હોઉં ત્યારે ભણવા બેસાડે એજ મારી માં,
આમતો જીંદગી માં સુખ-દુઃખ આવ્યા જ કરે પણ,
રડતો હોઉં ત્યારે પોતે પણ રડે એજ મારી માં.

ભૂખ્યો થાઉં ત્યારે શીરો જમાડે એજ મારી માં,
બીમાર પડું ત્યારે દવા ચટાડે એજ મારી માં,
આમતો દુનિયા માં ભગવાન કહે "હું જ સૌથી મોટો" પણ,
તકલીફ માં પડું ત્યારે ભગવાન થી લડે એજ મારી માં.

રિસાઈ જાઉં ત્યારે લાડ લડાવે એજ મારી માં,
તોફાન કરું ત્યારે ધોલ મારે એજ મારી માં,
આમતો જીવન જીવવું ઘણું કપરું છે પણ,
મૂંઝાય જાઉં ત્યારે રસ્તો બતાવે એજ મારી માં.

- યશપાલસિંહ જાડેજા

 

Update: પપ્પા પર કવિતા

Tuesday, June 22, 2010

ઘણું સારું




ઘાયલ કરો છો આંખો નમાવી ને,
એમ ઘાયલ કરતા રહો તો ઘણું સારું.

આખો માં પ્રીત લાવો છો,
એમ હ્રદય માં પ્રીત લાવો તો ઘણું સારું.

શરમાય ને કહો છો એમ,
શરમાતા રહો તો ઘણું સારું.

તમારા પ્રેમ માં પાગલ થયો છું એમ,
વધુ પાગલ થાઉં તો ઘણું સારું.

તમારા પ્રેમ નો ભૂખ્યો બેઠો છું,
થોડો પ્રસાદ મળે તો ઘણું સારું.

આશિક થઇ ને બેઠો છું,
તમારી બાંહો માં મરવાનું મળે તો ઘણું સારું.

તમારી યાદ મને સતાવે છે એમ,
મારી યાદ તમને સતાવે તો ઘણું સારું,

તમે દિલ થી યાદ કરો અને,
મારા દિલ ની ધ્વની તમને સંભળાય તો ઘણું સારું.

-  યશપાલસિંહ જાડેજા

Sunday, June 20, 2010

Me and Rahul roaming in Himalaya Mall. Had a scary experience in Scary house.
Going to Ahmedabad, in Puri-Ahmedabad Express, with Jignesh Parmar, Mittle and her cousin, to give exam of ONGC for the post of programmers.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...