Tuesday, June 29, 2010

એજ મારા પપ્પા

મમ્મી પર કવિતા લખી પછી મને વિચાર આવ્યો કે મમ્મી પર કવિતા તો બધાજ લખતા હોયત છે, પણ પપ્પા પર કવિતા બહુ ઓછા લોકો લખતા હોય છે. એટલે પછી મેં હમણાં, કલાક પેહલા, પપ્પા પર કવિતા લખી. આમ તો મને , અને ખાસ કરીને બધાજ છોકરાઓને એમના પપ્પા થી બહુ બીક લાગતી હોઈ છે. છોકરાઓ ને એમની મમ્મી પ્રત્યે વધારે લાગણી હોય છે.


આંગળી ઝાલીને ચાલતા શીખવે એજ મારા પપ્પા,
પડી જાઉં ત્યારે ઉભો થતા શીખવે એજ મારા પપ્પા,
આમ તો જીવન માં ચઢ-ઉતર આવ્યાજ કરે પણ,
ઓછું બોલી ને વધુ સમજાવે એજ મારા પપ્પા. 

માંગણી કરું ત્યારે રમકડા અપાવે એજ મારા પપ્પા,
ખભે ઉચકીને મેળા માં ફેરવે એજ મારા પપ્પા,
આમ તો જીવન માં પૈસા કમાવા ખૂબ અઘરા છે પણ,
મારા ભણતર માટે પૈસા પાણીની જેમ ખર્ચે  એજ મારા પપ્પા.

નિષ્ફળ જાઉં ત્યારે હિંમત આપે એજ મારા પપ્પા,
સફળ થાઉં ત્યારે શાબ્બાશી આપે એજ મારા પપ્પા,
આમ તો જીવન માં દુનિયાદારી શીખવી ઘણી કપરી છે પણ,
ધોલ મારીને દુનિયાદારી શીખવે એજ મારા પપ્પા.

- યશપાલસિંહ જાડેજા

નોંધ – મને રવિવાર અને બીજી જાહેર રજાઓ નથી ગમતી. કારણ કે તે દિવસે પપ્પા ઘરે હોય એટલે મારે એકદમ શાંત રેહવું પડે. અને મને આખો દિવસ ટેન્શન રહે. 

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...