એજ મારી માં

કાલે રાત્રે ઊંઘ નોતી આવતી તો વિચાર્યું કે કવિતા લખું. તો 'માં' પર કવિતા લખવાનું વિચાર્યું. અને જેમ જેમ કવિતા બનતી ગઈ એમ મોબાઈલ માં લખતો ગયો. હજું વધારે લખવી'તી પણ પછી ઊંઘ આવી ગઈ તો આટલીજ લખાય.

ખોટું બોલું ત્યારે તરત પકડી પાડે એજ મારી માં,
રમતો હોઉં ત્યારે ભણવા બેસાડે એજ મારી માં,
આમતો જીંદગી માં સુખ-દુઃખ આવ્યા જ કરે પણ,
રડતો હોઉં ત્યારે પોતે પણ રડે એજ મારી માં.

ભૂખ્યો થાઉં ત્યારે શીરો જમાડે એજ મારી માં,
બીમાર પડું ત્યારે દવા ચટાડે એજ મારી માં,
આમતો દુનિયા માં ભગવાન કહે "હું જ સૌથી મોટો" પણ,
તકલીફ માં પડું ત્યારે ભગવાન થી લડે એજ મારી માં.

રિસાઈ જાઉં ત્યારે લાડ લડાવે એજ મારી માં,
તોફાન કરું ત્યારે ધોલ મારે એજ મારી માં,
આમતો જીવન જીવવું ઘણું કપરું છે પણ,
મૂંઝાય જાઉં ત્યારે રસ્તો બતાવે એજ મારી માં.

- યશપાલસિંહ જાડેજા

 

Update: પપ્પા પર કવિતા

Comments

Post a Comment