Wednesday, January 6, 2016

आप कुछ वक्त और रुक जाते पापा

પઠાણકોટ એયર-બેઇઝ પર થયેલા આતંકવાદી હમલામાં શહીદ થયેલા આપણા જવાનોને સલામ અને ભગવાન એમના પરીવાર જનોને શક્તિ આપે એવી પ્રાર્થના. પઠાણકોટમાં શહીદ થયેલા જવાનોમાં એન.એસ.જી ના કમાન્ડો શ્રી. નિરંજન કુમાર પણ છે. એમની નાની ૧૮ મહિનાની દીકરીનો ફોટો જોઇને મારું હૃદય દ્રવી ઉઠ્યું. અને નીચે લખેલી કવિતામાં મેં એ નાની ઢીંગલીની લાગણીઓ દર્શાવવાની કોશિશ કરી છે.

आप कुछ वक्त और रुक जाते पापा,
तो आखरी बार गले लग जाती पापा.

अभी तो मैंने सिर्फ चलना शुरू किया था,
आपकी ऊँगली पकड़ कर मुझे दौड़ना था पापा.

शाम होते ही आपकी याद आती हे,
कंधो पे बिठाकर घुमाने कौन ले जाएगा पापा ?

माँ की आखे रो-रो के हारी,
आप होते तो संभाल लेते न पापा ?

मेरी सारी जिद्द आप पूरी करते थे,
अब मेरी ख्वाहिशें कौन पूरी करेगा पापा ?

आपकी गुडिया को यु न छोड़ जाते बेसहारा,
आप कुछ वक्त और रुक जाते पापा.

- यशपालसिंह जाडेजा

Sunday, January 3, 2016

નવું લેપટોપ

આખરે મેં મારું જુનું ડેલનું લેપટોપ ખાલી કર્યું અને નવું લેનોવોનું લેપટોપ વાપરવાનું ચાલું કર્યું, જે મને મારા જન્મદિવસ પર વિજયભાઈએ ગીફ્ટમાં આપ્યું હતું. ડેલનું લેપટોપ મેં ૭ વર્ષ વાપર્યું. ખાસ્સી કાળજી પણ રાખી અને ઘણું સારું ચાલ્યું. હજું પણ ચાલું અવસ્થામાં જ છે.

નવું લેપટોપ મારા જુના લેપટોપ કરતાં ખાસ્સું હલકું છે. એટલે લેપટોપ બેગનો વજન ઓછો લાગશે. વિન્ડોઝ ૮.૧ પ્રિ-ઈનસ્તોલ્ડ આવેલું જેને મેં વિન્ડોઝ ૧૦ પર અપગ્રેડ કર્યું અને સાથે સાથે એક બીજું પાર્ટીશન પાડીને ઉબુન્ટુ પણ ઇન્સ્ટોલ કર્યું.

Thursday, December 31, 2015

2015 ના મહત્વની ઘટનાઓ

1.    વર્ષની શરૂઆત ગાંધીનગરમાં ઘર ફેરવવાથી થઇ.
2.    બીજું ઘર શોધતાં ખાસ્સી વાર લાગી પણ આખરે ખુબ જ સારું મળી ગયું અને તે પણ જુના ઘરથી ખુબ જ નજીક. એટલે સામાન ફેરવવામાં તકલીફ ઓછી પડી.
3.    નવું ઘર ખુબ જ સારું હતું અને આડોસ-પાડોસ પણ ખુબ જ સારો હતો.
4.    પણ એ ઘરમાં વધારે અમે ના ટકી શક્યાં કારણ કે મેં કૉલેજ બદલવા વિચાર કર્યો.
5.    મારા વિદ્યાર્થીઓએ ખુબ જ સરસ અને આશ્ચર્યજનક ફેરવેલ આપી.
6.    ૨૩ માર્ચ, ૨૦૧૫ ના ગાંધીનગર છોડ્યું.
7.    વડોદરાની કોલેજમાં પણ ટૂંક સમય જ રહ્યો (ત્રણ મહિના). થોડા દિવસ વડોદરા રહ્યા અને પછી ભરૂચથી વડોદરા અપ-ડાઉન કર્યું.
8.    પછી ભરૂચની કોલેજમાં લાગ્યો.
9.    દિવાળીની રજાઓમાં કચ્છ ફર્યા.
10.    અભિજીતને દીકરો આવ્યો.

નવા વર્ષેનું સ્વાગત કરતાં આપણે જુના વર્ષનું એક સર્વેક્ષણ કરીએ છે અને જુના વર્ષમાં થયેલ ભૂલો ને સુધારવાનું પ્રણ લઈએ. પણ વર્ષોથી આ બાબતમાં નિષ્ફળ જતાં એવું લાગી રહ્યું છે કે આ વર્ષે તો જુના લીધેલા પ્રણને સફળતાપૂર્વક નિભાવીએ એજ વધારે યોગ્ય છે.
 
સાલ મુબારક.

Thursday, October 22, 2015

હપ્પી દશેરા

  • આજે રજા હોવાથી અને ગઈ કાલે રાતે ગરબાં કર્યાં હોવાથી સવારે આરામથી 10 વાગ્યે ઉઠ્યો. 
  • થોડા ફાફળા - જલેબી ;-)
  • બપોરે કિરણને ભમરો કરડ્યો.

Tuesday, July 7, 2015

ધ કલામ ઈફેક્ટ

શનિવારે કૉલેજ પછી હું અને કિરણ કોસંબા ગયા, અભિજિત ના ઘરે. કોસંબા પાસે ખરચ ગામ આવેલ છે અને ત્યાં બિરલા સેલ્યુલોઝ કંપની છે. સરસ મજાનું ટાઉનશીપ છે. ત્યાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ સારું છે. એમાં આવેલી સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ડો. એ.પી.જે. અબ્દુલ કલમ પરનું પુસ્તક "ધ કલામ ઈફેક્ટ" હાથમાં આવ્યું. ઈશ્યુ કરાવીને વાંચવાનું ચાલુ કર્યું. ખુબ જ સરસ પુસ્તક છે જે અબ્દુલ કલમ સાહેબના પર્સનલ સેક્રેટરી શ્રી પી.એમ.નાયર એ લખેલ છે.

વધુ વિગત માટે મારા અંગ્રેજી બ્લોગ પરની પોસ્ટ વાંચવી.

Friday, July 3, 2015

શ્યામ તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ

ગઈ કાલે કૉલેજથી ઘરે પોહોચ્યો અને મમ્મીએ કીધું કે તારા માટે કોઈ એક પુસ્તક આવ્યું છે. પાર્સલ જોયું તો એ amazon.in પરથી આવ્યું હતું. પાર્સલ પર નામ મારું લખેલું હતું પણ કોને મોકલ્યું છે એ ખબર ના પડી. અંદરથી પુસ્તક કાઢ્યું. એમાં પણ કોઈ મેસેજ લખેલ ના જણાયો. અંતે ફરી પાછું પાર્સલ પરનું એડ્રેસ અને એની નીચે લખેલો ફોન નંબર પર મારું ધ્યાન ગયું. નંબર બીજા કોઈનો હતો. એ નંબરને મારા ફોનમાં તપાસતાં જણાયું કે આ તો મારા મિત્ર શ્યામ કોટેચાનો નંબર છે.


શ્યામને તરત ફોન કરીને આભાર માન્યો.


શ્યામને હું પહેલીવાર BITS Edu Campus ના ઈન્ટરવ્યું વખતે મળ્યો હતો. એ પછી જયારે મેં એ કૉલેજ જોઈન કરી ત્યારે હું એને મળ્યો અને થોડાક જ દિવસોમાં અમે ખુબ સારા મિત્રો બની ગયા. એ ખુબ જ હોશિયાર છે અને ખાસ તો એની સચ્ચાઈ મને સ્પર્શી ગઈ. એની પેહલી નોકરી હોવાથી એ થોડો એકલો પડતો હતો. મને મારી પેહલી નોકરીના દિવસો યાદ આવી ગયા. હું પણ એની જેમ ખુબ જ અનુભવી લોકોની વચ્ચે બીનઅનુભવી અને એકલો હતો. એ વખતે મારા મિત્ર લલિત પંડ્યાએ ખુબ મદદ કરેલી. એ જ રીતે મેં પણ મારા થોડા વર્ષોના અનુભવમાં જે કઈ શીખ્યું એ શ્યામ સાથે share કરવાની કોશિશ કરી. અને મને પણ એની સાથે મજા આવતી હતી. નસીબ જોગે મારે ટૂંક સમયમાં જ એ કૉલેજ છોડવી પડી અને શ્યામ જેવો એક સારો મિત્ર પણ.

ગૂડ લક શ્યામ.

Thursday, July 2, 2015

ફરી પાછા ભરૂચમાં

ફરી પાછા ભરૂચમાં. SVMIT ફરી જોઈન કરી. અને રોજના અપ-ડાઉનમાં (ભરૂચથી વડોદરા) થી છુટકારો.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...