Monday, January 10, 2011

કવિ નું વસિયતનામું

કદાચ હું કાલે નહી હોઉં-
કાલે જો સુરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સુકવવું બાકી છે;

કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વય માં એક કન્યાના
ચોરી લીઘેલા સ્મિત નું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;

કાલે સવાર છલકે તો કહેજો કે,
મારા હ્રદયમાં ખડક થઇ ગયેલા
કાળમીંઢ ઇશ્વરના ચુરેચુરા કરવા બાકી છે;

કાલે જો ચન્દ્ર ઉગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઇ ને બહાર ભાગી છુટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયા ની ચિતા
હજી પ્રગટાવવી બાક છે.

કદાચ હું કાલે નહીં હોઉં.

-સુરેશ જોશી

એકલા જ આવ્યા મનવા, એકલા જવાના...

આ કીર્તન મને ઘણું જ ગમે છે.

એકલા જ આવ્યા મનવા, એકલા જવાના,
સાથી વિના સંગી વિના, એકલા જવાના...
કાળજાની કેડીએ, કાયા ન સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ન સાથ દે ભલે, છાયા ન સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના...
આપણે એકલા ને કિરતાર એકલો
એકલા જીવનો તારો આધાર એકલો
વેદના સહીએ રે ભલે એકલા રહીએ રે ભલે
એકલા રહી ને બેલી થાઓ બધાના....

जाने क्या होगा रामा रे

ત્રીજી January થી અમારું reading vacation ચાલુ થયું. આમ તો અમારા
semester નો છેલ્લો દિવસ ૩૧ December હતો, પણ submission બાકી હોવાથી અને
પેહલી અને બીજી રજા હોવાથી submission પત્યું ત્રીજીએ. પરીક્ષા છે ૧૭
January ના. રોજ નું એક પેપર. ૫ દિવસ માં theory exam પૂરી. અને પછી
practical exam. ફક્ત ૧૫ દિવસ નું reading vacation. આવું B.E. ના દિવસો
માં નો'તું. ત્યારે તો ૧૫ દિવસ નું reading vacation હોઈ તો પણ અમે હડતાલ
પાડી ને, કે પછી ગમે તે કારણોસર પરીક્ષા ને પાછી ઠેલતા. અને છેલ્લા ૨
વર્ષ તો બહું ધમાલ કરી. પુરા એક મહિના નું કે એથી પણ વધારે reading
vacation મળતું. અહિયા આવીને અમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી
ની કિંમત સમજાય છે ;-) .....

Syllabus બધાંજ subject માં એટલો બધો છે કે પતે એમજ નથી. અને B.E ની
પરીક્ષાઓ માં તો દરેક પેપર વચ્ચે minimum એક દિવસ ની રજા આવી'તી. પણ
અહિયા તો એ પણ નહિ. :-( जाने क्या होगा रामा रे ??

Sunday, January 2, 2011

ભૂખ લાગી છે

આજે હોસ્ટેલ ની મેસ માં જમવાનું ઠીક હતું. ઓછું જામ્યો'તો અને અત્યારે
જોરદાર ભૂખ લાગી છે, પણ ઘરે થી લાવેલો બધો જ નાસ્તો ખવાય ગયો છે. લાગે છે
કે મારે હવે ભૂખ્યા પેટે જ સુઈ જવું પડશે. કાલે રવિવાર છે. સવારે મેસ માં
ખાલી ચા મળશે નાસ્તો નહિ હોઈ કારણ કે બપોરે જમવામાં feast હોઈ છે. Feast
પણ ખાલી નામ-પૂરતી જ હોઈ છે. :-(

Saturday, January 1, 2011

એક પરી પૂછે છે મને સવાલ અનેક...

આ કવિતા મેં ૫-૭ દિવસ પેહલા લખી. પણ પછી submission નું કામ-કાજ આવી જવાથી વધારે આગળ લંબાવી ના શક્યો અને હવે એને લંબાવવાની ઈચ્છા નથી થતી. 

એક પરી પૂછે છે મને સવાલ અનેક,
કરો છો પ્રેમ મને આટલો બધો કેમ ?
નથી મારી પાસે જવાબ એના સવાલ નો,
પણ એની ના છતાં કરું છું હું એને પ્રેમ.

પૂછે છે મારા માં એવું તો શું જોયું ?
કે કરો છો પ્રેમ મને આટલો બધો કેમ ?
કહું છું જેમ દિલ ને થયો ધડકન થી પ્રેમ,
અને મારા પ્રેમ વિશે મનમાં ના રાખતા કોઈ વ્હેમ.

- યશપાલસિંહ જાડેજા
Our hostel is dumb whereas another hostel behind ours is enjoying and dancing with blaring music.
hu ane vimal Taapnu karine Campus na watchmen sathe betha chie. Welcome 2011.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...