કવિ નું વસિયતનામું
કદાચ હું કાલે નહી હોઉં-
કાલે જો સુરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સુકવવું બાકી છે;
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વય માં એક કન્યાના
ચોરી લીઘેલા સ્મિત નું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;
કાલે સવાર છલકે તો કહેજો કે,
મારા હ્રદયમાં ખડક થઇ ગયેલા
કાળમીંઢ ઇશ્વરના ચુરેચુરા કરવા બાકી છે;
કાલે જો ચન્દ્ર ઉગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઇ ને બહાર ભાગી છુટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયા ની ચિતા
હજી પ્રગટાવવી બાક છે.
કદાચ હું કાલે નહીં હોઉં.
-સુરેશ જોશી
કાલે જો સુરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સુકવવું બાકી છે;
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વય માં એક કન્યાના
ચોરી લીઘેલા સ્મિત નું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;
કાલે સવાર છલકે તો કહેજો કે,
મારા હ્રદયમાં ખડક થઇ ગયેલા
કાળમીંઢ ઇશ્વરના ચુરેચુરા કરવા બાકી છે;
કાલે જો ચન્દ્ર ઉગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઇ ને બહાર ભાગી છુટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયા ની ચિતા
હજી પ્રગટાવવી બાક છે.
કદાચ હું કાલે નહીં હોઉં.
-સુરેશ જોશી
Comments
Post a Comment