Monday, March 29, 2010

Santa wantd to become a great man like Newton. After long research, He
made Newton's 4th law of motion.

"Loose motion can never b done in slow motion"

Sunday, March 28, 2010

એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…

એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…

ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો
હવે કોફી પીતો થઈ ગયો…

ગઈકાલનો જીન્સ – ટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો…

ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો…

રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો છોકરો
પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો…

ગઈકાલનો હોન્ડા પર ફરતો છોકરો
આજે ટ્રેનમાં અપડાઉન કરતો થઈ ગયો….

અને તો પણ લોકો કે છે કે-
"વાહ તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો…!"

- અનામી – UNKNOWN


Source : http://gujaratigazal.wordpress.com/


Wednesday, March 24, 2010

Letter to Shri Ram

શ્રી રામ ભગવાન,
જન્મદિન ની શુભેચાઓ. આશા રાખું છું કે તમારે ત્યાં સ્વર્ગ માં બધું કુશળ-મંગળ હશે.. વર્ષો પેહલા આજે તમારો જન્મ થયો હતો, અયોધ્યા માં. પણ હજું રામ જન્મભૂમિ નો પ્રશ્ન આપણા મહાન, લોક લાડીલા, ભ્રષ્ટ નેતાઓ ઉકેલી નથી શક્યા અને ભોળા લોકો ના વોટ મળે તે માટે રામ અને રહીમ ને લઈને વગર કારણ વિવાદો ઉભા કરે છે. ખેર, છોડો એ બધી નક્કામી વાતો ને. આજે તમારા જન્મદિવસ પર મારે તમને આવી નક્કામી વાતો કરીને bore નથી કરવા. અને આમ પણ તમને આ બધી વાતો તો ખબર જ હશે.
આજે ઘણાં લોકોએ ઉપવાસ કર્યો હશે. પણ તમને તો ખબર જ છે કે મને ઉપવાસ કરવા નથી ગમતા એટલે હું તો બંને વખત સરસ જમી લેવાનો છું. તમે પણ સ્વર્ગ માં બધા દેવો ને આજે પાર્ટી આપી હશે. ચાલો ત્યારે, આજે તમને બીજા ઘણાં ભક્તો ના પત્રો, ફોન, મેસેજ આવ્યા હશે અને આખો દિવસ આવતા રેહશે એટલે થોડા તમે કંટાળી ગયા હશો. હું પણ મારો આ પત્ર ટૂંક માં પતાવું છું. ફરી એક વાર જન્મદિવસ ની શુભેચ્છાઓ. સીતા માતા, લક્ષ્મણજી અને હનુમાનજી ને મારા પ્રણામ કેહજો.
લી. - યશપાલસિંહ જાડેજા

Tuesday, March 23, 2010

Poor Enter Key!

Why do we hit hard (unnecessarily) the Enter Key on the keyboard?

Monday, March 22, 2010

જોતો જ રહ્યો બસ હું તમને...

જોતો જ રહ્યો બસ હું તમને, નિર્દોષ તમન્ના જાગી ગઇ
મન પ્રેમનું ડામાડોળ થયું ને રૂપની ચર્ચા જાગી ગઇ

અરમાનોએ લીધી અંગડાઇ અને ઉંઘતી આશા જાગી ગઇ
સંભળાયો તમારો રણકો ત્યાં સંગીતની દુનિયા જાગી ગઇ

જોઇને તમારા તેવરને સંસાર ઉપર દિવસ ઉગ્યો
વિખરાઇ તમારી ઝુલ્ફો તો રજનીની મહત્તા જાગી ગઇ

ઊર્મીનાં ગુલાબો ખીલી ઉઠ્યાં, આવી ગઇ ખુશ્બુ જીવનમાં
સ્વપ્નું તો નથી જીવન મારું એવી મને શંકા જાગી ગઇ

જ્યાં આંખ અચાનક ઉઘડી ગઇ જોયું આતો સ્વપ્ન હતુ
પોઢી ગઇ જાગેલી આશા, જીવંત નિરાશા જાગી ગઇ.


//Source : http://gujaratigazal.wordpress.com/2010/03/21/joto-j-rahyo-bas-hu-tamne/

Sunday, March 21, 2010

The problem with "Bukaanis"

Never give smile to a girl wearing "bukaani" even though you are damn sure that you know that girl because all girls look alike when wearing a "bukaani". The probability of giving smile to some another girl is much higher. 

બુકાની પેહ્રેલી કોઈ પણ છોકરી ને સ્માઈલ નાં આપવી જોઈએ, ભલેને પછી તમે એ છોકરી ને ઓળખતા હોવ તો પણ, કારણ કે બધીજ છોકરીઓ બુકાની માં સરખીજ દેખાતી હોય છે. ખોટો નંબર લાગવાની સંભાવના ઘણીજ વધારે હોય છે.

Thursday, March 18, 2010

Temperature is rising day by day

It's still March and the weather has become so hot. It's around 40 degrees !!! Don't know how much it will be in April-May.
હજી તો માર્ચ મહિનો ચાલે છે અને આટલી બધી ગરમી થાય છે. આજનું તાપમાન ૪૦ ડીગ્રી ની આસપાસ હતું !!! ખબર નહિ, એપ્રિલ - મેં મહિનાઓ કેવી ગરમી હશે.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...