Tuesday, September 7, 2010

એવું થોડું ચાલે ?

નદી દરિયા ને છોડી દે એવું થોડું ચાલે ?
ફૂલ કાંટા ને છોડી દે એવું થોડું ચાલે ?
જીવન માં સુખ-દુઃખ તો આવ્યા કરે પણ,
નૂપુર એનો ઝંકાર છોડી દે એવું થોડું ચાલે ?

પ્રેમિકા પ્રેમીને છોડી જાય એવું થોડું ચાલે ?
લગન પહેલા મંડપ ઉઠી જાય એવું થોડું ચાલે ?
વિશ્વાસઘાત તો ઘણા કરે છે પણ,
પ્રેમી આત્મહત્યા કરે એવું થોડું ચાલે ?

દીકરો મા-બાપ ને તરછોડે એવું થોડું ચાલે ?
દીકરી પરાયા સાથે ભાગી જાય એવું થોડું ચાલે ?
અમુક વાતો મા-બાપે પણ સમજવી જોઈએ પણ,
બાળકો એમને રડતા મૂકી જાય એવું થોડું ચાલે ?

પવન વહેવાનું છોડી દે એવું થોડું ચાલે ?
કવિ કવિતા ને છોડી દે એવું થોડું ચાલે ?
એમ તો મને બહું સારું લખતા આવડતું નથી પણ,
"યશ" લખવાનું છોડી દે એવું થોડું ચાલે ?

- - યશપાલસિંહ જાડેજા 


જ્યારે રીવાંશીએ મને નેઈલ પોલિશ કરી દીધી

હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી.  અને પછી જોરથી હસતા બોલી: ...