Thursday, September 2, 2010

Letter to Shri Krishna.

Dear કાનુડા,

હેપ્પી બર્થડે. આજે તારો કેટલામો જન્મદિવસ છે એ તો મને નથી ખબર પણ તને wish કરવાની મારી ફરજ છે. સ્વર્ગ માં બધા મજામાં હશે. તું નાનો હતો ત્યારે બહુ તોફાન કરતો'તો અને તારા એ તોફાનોની ઘણી વાર્તાઓ, હું નાનો હતો ત્યારે સાંભળેલી. અને તારા એજ તોફાનો મને તારી જેમ તોફાન અને મસ્તી કરવાં હજું પણ પ્રેરણા આપે છે. ;-)
બીજું બધું તો ઠીક, પણ આ વખતે તને બર્થડે પર કેટલી ગીફ્ટ મળે છે એ મને કેહ્જે... અને હા, તારી બર્થડે પાર્ટી માં બોલાવવાનું ભૂલતો નહિ... અને યાર, આ વખતે તો તે જોરદાર વરસાદ પાડ્યો ને..... મજા આવી ગઈ. દર વર્ષે આવોજ આવવા દેજે. બીજું તો બધું પૃથ્વી પર જેમ નું તેમ જ ચાલે છે. તે કીધું'તું કે જયારે પૃથ્વી પર પાપ વધશે ત્યારે તું અવતાર ધારણ કરીશ.... પણ હજી અમારે કેટલી રાહ જોવી પડશે એ મને ખબર નથી પડતી. Anyways, તું અવતાર ધારણ કરે ત્યારે call  ના કરી સકે તો કઈ નહિ, atleast  એક missed call કરજે. તું જલ્દી અવતરે એજ પ્રાર્થના સાથે મારો પત્ર પૂરો કરું છું. સ્વર્ગ માં બધાને યાદ આપજે.

લી. એજ તારો જુનો ભક્ત,

- યશપાલસિંહ જાડેજા

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...